સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 03rd May 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- અમારા અસીલ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે છે. તેમના ગ્રાહક દ્વારા જે ઓર્ડર આપવામાં આવે છે તે અન્ય દેશના છે. એડ્વાન્સ પણ તેમના તરફથી મળે છે. માલની ડિલિવરી તેમના આદેશ અનુસાર ભારતમાંજ કરવાનો થાય છે. શું આ વ્યવહાર ડીમ્ડ એક્સપોર્ટ ગણાય? શું આ ઝીરો રેટેડ સેલ ગણાય? હસમુખ નકરાણી, અમદાવાદ
જવાબ: ના, આ પ્રકારના વ્યવહારમાં પ્લેસ ઓફ સપ્લાય ભારતમાંજ ગણાય અને તેને ડીમ્ડ એક્સપોર્ટ ના ગણી શકાય. આમ, આ વ્યવહારને ઝીરો રેટેડ સેલ ના ગણાય.
- અમે કંપોઝીશનની પરવાનગી ધરાવતા વેપારી છીએ. શું અમારૂ ટર્નઓવર માત્ર 15 લાખ છે. શું અમારે GSTR4 માં વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત છે? એક વેપારી ઉના
જવાબ: હા,GSTR 4 રિટર્ન ભરવું તમામ કંપોઝીશન કરદાતાઓ માટે ફરજિયાત છે.
- કંપોઝીશન નું GSTR 4 ભરવામાં મોડુ થાય તો લેઇટ ફી આવે? એક વેપારી, ઉના
જવાબ: હા,GSTR 4 મોડુ ભરવામાં આવે તો રોજ 50 રૂ ની લેઇટ ફી લાગે. તા. 01.05.2021 ના રોજ નોટિફીકેશન 10/2021 દ્વારા GSTR 4 ભરવાં માટેની તારીખ 31 મે 2021 સુધી વધારવામાં આવેલ છે.
ઇન્કમ ટેક્સ
- મારા અસીલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ કરે છે. ગત મહિને માલ એક્સપોર્ટ કરેલ તેમાં શિપિંગ એજન્ટને ખર્ચના બદલામાં પેમેન્ટ કરેલ અને એક્સપોર્ટ નો ફ્રેઇટ પણ ચૂકવેલ મારો પ્રશ્ન છે કે આ શિપિંગ એજન્ટને કરેલ પેમેન્ટ અને એક્સપોર્ટ ફ્રેઇટ વગેરે પર ટીડીએસ કાપવાની જવાબદારી થાય કે નહી? અને થાય તો કયા સેક્શનમાં થાય? હિત લિંબાણી,કચ્છ
જવાબ: ના, શિપિંગ એજન્ટને કરવામાં આવેલ પેમેન્ટ અને એકપોર્ટ ફ્રેઇટ ઉપર TDS ની જવાબદારી આવે નહીં. આ માટે CBDT સર્ક્યુલર 723, તા. 19.09.1995 જોઈ જવો જરૂરી છે. આ ઉપરાંત PCIT VS Summit India Water Treatment નો ગુજરાત હાઇકોર્ટનું જજમેંટ પણ ઉપયોગી બનશે.
- અમારા અસીલની આવક આવકવેરા હેઠળ નિયત મર્યાદાથી (2,50,000) વધુ છે. તેઓ દ્વારા 15 G ફોર્મ આપી શકાય? જો આપવામાં આવે તો શું તકલીફ થઈ શકે? ચિંતન સંઘવી
જવાબ: ના, આવકવેરા હેઠળની નિયત મર્યાદાથી વધુ આવક હોય (વ્યક્તિના કિસ્સામાં 2,50,000 તથા સિનિયર સીટીઝન માટે 3,00,000) ત્યારે ફોર્મ 15 G/H આપી શકાય નહીં. આ ફોર્મ જો આપવામાં આવે તો આ ખોટું ડિકલેરેશન ગણાય. ઇન્કમ ટેક્સ કાયદા મુજબ અધિકારી પાસે કરદાતાને દંડ કરવાના વિકલ્પો છે પરંતુ જમીની સ્તરે આમ થતું જોવા મળતું નથી.
:ખાસનોંધ:
- જી.એસ.ટી. અંગેના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણ કે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવાનો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરાના દર અંગેના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડેને આ સેવાવાચકોના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડેને નીચે આપેલ ઇમેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગોમાં વાચકોને વિનંતી કે એક્સપર્ટ્સનો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇમેઈલ કરીશકોછો. સોમવારથી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નોના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડેના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદાના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલછે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસમાં તેનો ઉપયોગ કરવોકે ના કરવો તે વાચકોના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.