સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 08TH January 2022

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.    

જી.એસ.ટી.

  1. અમારા અસીલનો ધંધો દૂધ વેચાણનો છે. દૂધ જી.એસ.ટી. હેઠળ NIL રેટેડ છે. તેઓનો આ સિવાય કોઈ કરપાત્ર વસ્તુનું વેચાણ કરતાં નથી. તેઓનું ટર્નઓવર 40 લાખથી વધુ હોય તેઓ જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવા જવાબદાર બને? હિમાંશુ સોજીત્રા, એડવોકેટ, સુરત

જવાબ: ના, માત્ર કરમુક્ત (નીલ રેટેડ-એકસેમપ્ટ) માલનું વેચાણ કરતાં કરડાટએ ટર્નઓવર 40 લાખથી વધુ થતું હોય તો પણ જી.એસ.ટી. નોંધણી દાખલો ફરજિયાત લેવાની જવાબદારી આવે નહીં.

2.  અમારા અસીલ નમકીનના વિક્રેતા છે. તેઓએ વર્ષ 2005 માં માલની ડિલિવરી માટે એક મિનિ ટ્રક ખરીદેલ હતો. આ ટ્રકનું હવે વેચાણ કરવાનું છે. આ ટ્રકના ખરીદનાર જી.એસ.ટી. હેઠળ નોંધણી ધરાવતા નથી. આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. કેવી રીતે ભરવાની જવાબદારી આવે? આ વ્યવહાર માટે ટેક્સ ઇંવોઇસ આપવું પડે?                                                                                                                         ધર્મેશ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: તમારા અસિલે 2005 માં ખરીદેલ મિનિ ટ્રકની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધી ના હોય, તમને માર્જિનલ સ્કીમનો લાભ મળે. વેચાણ કિમત તથા તે મિનિ ટ્રકની ઘસરા બાદ કિંમત (WDV) માં જે તફાવત હોય તેના ઉપર વેરો ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. આ કિસ્સામાં જી.એસ.ટી. કાયદા હેઠળ ટેક્સ ઇંવોઇસ બનાવવાનું રહે અને જો વેરો શૂન્ય આવતો હોય તો શૂન્ય દર્શાવવી ટેક્સ ઇંવોઇસ બનાવવું જોઈએ તેવો અમારો મત છે.

3. અમારા અસીલ ઓસ્ટ્રેલીયાની કંપનીને Web Design તથા Web Developing માટેની સેવાઓ પૂરી પાડે છે. તેઓ કોઈ એક કંપનીમાં પગારદાર વ્યક્તિ તરીકે નોકરી કરે છે જ્યારે બીજી કંપનીમાં કોન્ટ્રાક્ટ દ્વારા કામ કરે છે. તેઓની પગારની આવક અને કોન્ટ્રાક્ટની આવક બંને બેન્ક ખાતામાં ટ્રાન્સફર થાય છે. શું તેઓની પગારની આવક GSTR 1 તથા 3B માં દર્શાવવાની રહે? શું કોન્ટ્રાક્ટની આવક એ “એક્સપોર્ટ ઓફ સર્વિસ: ગણાય? કોન્ટ્રાક્ટની આવક જે માહિનામાં બેન્કમાં જમા થઈ હોય ત્યારે જ રિટર્નમાં એક્સપોર્ટ તરીકે બતાવવાની થાય?   સ્વીટી ભંડારી, ટેક્સ પ્રોફેશનલ, સુરત

જવાબ: જી.એસ.ટી. હેઠળ પગાર આવક GSTR 1 કે GSTR 3 B માં દર્શાવવાની રહે નહીં.  આ પ્રકારની સેવાના કોન્ટ્રાક્ટએ એક્સપોર્ટ ઓફ સર્વિસ ગણાય. જે માહિનામાં સર્વિસ પૂરી પાડવામાં આવી હોય તે માહિનાના રિટર્નમાં એક્સપોર્ટ તરીકે દર્શાવવાની રહે જોકે એડવાન્સ રકમ મળેલ હોય તો તે એડવાન્સ મળેલ હોય તે મહિનાના રિટર્નમાં એક્સપોર્ટ દર્શાવવાનું રહે તેવો અમારો મત છે.

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ ઉત્પાદક છે. નાણાકીય વર્ષ 2021-22 માં જી.એસ.ટી. સાથે કુલ ટર્નઓવર 10 કરોડ થી વધુ થઈ ગયેલ છે. અમારા અસીલ ઉપર ઇન્કમ ટેક્સ હેઠળ TCS ની જોગવાઈ 2021 22 થી લાગુ પડે કે 2022-23 થી લાગુ પડે? 10 કરોડના ટર્નઓવરની ગણતરી કરવામાં વેચાણ પરત બાદ કરવાનું રહે કે નહીં? હિત લિંબાણી, કચ્છ

જવાબ: પાછલા વર્ષનું ટર્નઓવરની ગણતરી કરવાં જી.એસ.ટી. બાદ કરી ટર્નઓવર ગણવાનું રહે. જો નાણાકીય વર્ષ 2021 22 માં ટર્નઓવર 10 કરોડથી વધુ થઈ જાય તો નાણાકીય વર્ષ 2022-23 થી TCS ની જોગવાઈ લાગુ પડે તેવો અમારો મત છે. ટર્નઓવરની ગણતરીમાં “સેલ્સ રિટર્ન” બાદ કરીને ગણવાનું રહે તેવો અમારો મત છે.  

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.

4 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 08TH January 2022

  1. If in export service remuneration received in forex Dollar or other, there is nil GST ?

Comments are closed.

error: Content is protected !!