સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)10th May 2021

Spread the love
Reading Time: 4 minutes

 :ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમારા અસીલના જાન્યુઆરીથી માર્ચ 2021 ના ત્રિમાસિક GSTR 3B માં ફોર્મ 2B મુજબ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધી છે. આ 2B માં ડિસેમ્બર 2020 ના પણ અમુક બિલો હતા. આ બિલ માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જે તે માસમાં લેવામાં આવી છે. હવે આ વધુ લીધેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટને કેવી રીતે સુધારી શકાય?                                                                                                                                                                          વિજય પ્રજાપતિ

જવાબ: આ ભૂલને સુધારવા બે વિકલ્પો રહે. એક વિકલ્પ મુજબ તમે સર્ક્યુલર 26/2017 મુજબ એપ્રિલથી જૂનના રિટર્નમાં આ ઈન્પુટ ક્રેડિટ રિવર્સ કરી આપો. નાણાકીય વર્ષ બદલી જતું હોય, DRC-03 વડે આ ક્રેડિટ રિવર્સ કરવાનો બીજો વિકલ્પ પણ રહે. અમારા મતે નાણાકીય વર્ષ બદલાતું હોય, DRC 03 થી ક્રેડિટ રિવર્સ કરવી વધુ સારો વિકલ્પ રહે.

 

  1. અમે અમારા મજૂરોના મેડિકલ ઉપયોગ માટે ઓકસીઝન સિલિન્ડર મંગાવ્યા છે. આવા મેડિકલ સિલિન્ડરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કેપિટલ ગુડ્સ તરીકે તેમને મળે?                                                                                                                                                                 એક ઉદ્યોગપતિ, મોરબી

જવાબ: હા, અમારા મતે આ ઓકસીઝન સિલિન્ડરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે. આ અંગે આકારણીમાં પ્રશ્નો ઊભા થઈ શકે છે તેની માનસિક તૈયારી રાખવી પડે. આ વિવાદ ટાળવા જી.એસ.ટી. ની રકમ કેપિટલાઇઝ કરી ઘસારો બાદ લેવાનો વિકલ્પ લઈ શકાય છે.

  1. અમારા મજૂરોના મેડિકલ ઉપયોગ માટે અમે ઑક્સીજન સિલિન્ડર રીફિલ કરાવ્યા છે. આ રીફિલ ઉપર લાગતા જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેમને મળે?                                                                                                                                                               એક ઉદ્યોગપતિ, મોરબી

જવાબ: આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ મળે તેવો અમારો મત છે. પરંતુ આ બાબતે પણ આકારણીમાં પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે. વિવાદ ટાળવા આ ખર્ચ ઉપરના જી.એસ.ટી. ને ઇન્કમ ટેક્સ હેઠળ ખર્ચ તરીકે બાદ લેવાનો વિકલ્પ વધુ સારો રહે.

     

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ પોતાના મજૂરોના મેડિકલ ઉપયોગ માટે જે ઑક્સીજન સિલિન્ડર મંગાવે તેનો ઘસારો તે બાદ માંગી શકે?                                                                                                                                                                                                                               મયુર ગોહિલ, એકાઉન્ટન્ટ

જવાબ: હા, મજૂરોના મેડિકલ ઉપયોગ માટે કરેલ ઓકસીઝન સિલિન્ડર ઉપર ઘસારો બાદ મળે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ પ્રાઈવેટ લિમિટેડ કંપની છે. તેઓ પોતે CSR (કોર્પોરેટ સોસિયલ રિસ્પોન્સીબિલિટી) ના ભાગ રૂપે ગામમાં કોવિડ દર્દીઑ વતી એમ્બ્યુલન્સના ભાડાની ચુકવણી કરે છે. શું આ ખર્ચ તેઓ બાદ લઈ શકે?                                                                       રિતિક કવા, એકાઉન્ટન્ટ

જવાબ: હા, પ્રાઈવેટ લિમિટેડ કંપની એ CSR તરીકે માન્ય ગણાય તેવો ખર્ચ હોય તો આ ખર્ચ ઇન્કમ ટેક્સ હેઠળ બાદ મળે તેવો અમારો મત છે.

 

:ખાસ નોંધ:

1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવાનો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!