કોવિડ હોસ્પિટલ, કોવિડ પેશન્ટની સારવાર કરતાં હોસ્પિટલોને ઇન્કમ ટેક્સ હેઠળ 2 લાખની મર્યાદા દૂર કરવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute

01.04.2021 થી 31.05.2021 સુધી ઇન્કમ ટેક્સ હેઠળની કલમ 269 ST ની જોગવાઈ કોરોના પેશન્ટની સારવાર કરતાં હોસ્પિટલોને લાગુ પડશે નહી

તા.07.05.2021: ઇન્કમ ટેક્સની કલમ 269ST હેઠળ  2 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં લેવાની મનાઈ છે. 2 લાખ કે તેથી વધુ રકમ રોકડમાં લેવામાં આવે તો જેટલી રકમ હોય તેટલી રકમનો દંડ થઈ શકતો હોય છે. કોરોનાના આ સંકટના સમયમાં કોવિડ હોસ્પિટલ, કોરોનાની સારવાર કરતી હોસ્પિટલ તથા ડોક્ટરોને આ નિયમમાં મુક્તિ આપવામાં આવી છે. આ મુક્તિ 01 એપ્રિલ 2021 થી 31 મે 2021 સુધી અમલી રહેશે. આ હોસ્પિટલોએ દર્દી તથા ચૂકવનાર વ્યક્તિના પાન કાર્ડ અથવા આધાર કાર્ડ લેવાના રહેશે. આ ઉપરાંત હોસ્પિટલમાં ચુકવણી કરનાર વ્યક્તિ અને દર્દી વચ્ચેના સબંધોની વિગત લેવાની રહેશે. આ અંગે વાત કરતાં પોરબંદરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યેશ સોઢા જણાવે છે કે “દર્દી અને ચૂકવનર બન્ને વચ્ચેના સબંધો અંગે કેવી રીતે ડિકલેરેશન લેવાનું રહેશે તે અંગે આ નોટિફિકેશનમાં કોઈ ખુલાસો નથી પરંતુ જે કિસ્સામાં આ પ્રમાણે બે લાખ કે તેના ઉપરનું ચૂકવણું રોકડમાં કરવામાં આવે ત્યારે હોસ્પિટલ દ્વારા દર્દી અને ચૂકવનરના સબંધ અંગે એક ડિકલેરેશન સહી કરાવવું જોઈએ. આ નોટિફિકેશનમાં ક્લેરિકલ ભૂલ હોય તેવું પણ જણાય રહ્યું છે જ્યાં “પેયી” નું PAN અથવા Aadhar લેવાનું જણાવવામાં આવ્યું છે જે ખરેખર “પેયર” નું PAN અથવા Aadhar લેવા જરૂરી છે તેમ હોવું જોઈએ. આ ઉપરાંત 01 એપ્રિલથી આપવામાં આવેલ આ મુક્તિ બાબતે અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા સબંધ અંગેનું ડિકલેરેશન ના લીધું હોય તેવા કિસ્સામાં હોસ્પિટલો એ શું કરવું તે અંગે CBDT ખુલાસો કરે તે જરૂરી છે”. કોરોનાના આ મુશ્કેલ સમયમાં આ પ્રકારની રાહત ચોક્કસ આવકાર દાયક ગણાય. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!