કોરોનામાં અનેક બાળકો થયા છે અનાથ. બાળક દતક લેવાના મેસેજ પણ થઈ રહ્યા છે વાઇરલ… શું છે બાળક દતક લેવાની સાચી વિધિ???
Reading Time: 3 minutes
By Lalit Ganatra, Advocate, Jetpur
- બાળક દતક લેવા માટે ભારતમાં Adoption Act 2017 અમલમાં આવેલ છે.
- ભારતમાં કોઈ ને જો અનાથાશ્રમમાં થી બાળક દતક જોઈતું હોય તો આ એડોપશન એકટની જોગવાઈ અને નીયમ મુજબ જ મળી શકે.
- જ્યારે બાળક અનાથ થાય છે એટલે કે તેના નજીકમાં કોઈ સગા સંબંધીઓ નથી કે સંભાળવા તૈયાર નથી ત્યારે આવા બાળકોને સરકારે ઉપરોકત કાયદામાં કરેલ પ્રોવીઝન મુજબ અનાથાલયમાં સોપવામાં આવે છે. જ્યાં આ બાળકના દરેક પ્રકારની શારીરિક માનસિક તપાસ થાય છે ત્યારબાદ એ દતક આપવા માટે યોગ્ય છે અને તેના કોઈ સગા સંબંધી એમની કાળજી લ ઈ શકે એમ નથી એની ખાતરીના ભાગ રુપે યોગ્ય જાહેરાત બાદ તેને સર્ટિફિકેટ આપવામાં આવે છે. જો આવાં બાળકોના ભાઇ બહેન પણ હોય તો આવા બાળકોને સાથે અનાથાશ્રમ માંથી દતક લઈ શકાય છે. આવા બાળકોને અલગ કરવામાં આવતા નથી.
- અત્યારે આ કોરોના કાળમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરીને દતક બાળક છે એવા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. મીત્રો આ રીતે ડાયરેક બાળક ને દતક લઈ નથી શકાતું સીવાય કે અંદરોઅંદર સગા સંબધીનું બાળક હોય.
- ઉપર જણાવ્યા મુજબ નિયમનું પાલન કરીને જ્યારે કોઈ બાળક અનાથ થયેલ હોય તો તે બાળક ને સરકાર પોતાના કબજામાં લઈ અનાથાલયને સોપી આપે છે
- જે લોકો ને અનાથ બાળક ને દતક લેવા હોય તે સેન્ટ્રલાઇઝડ પોર્ટલ પર અરજી કરવાની હોય છે.
આ વેબસાઈટ પોર્ટલ નું એડ્રેસ છે: http://cara.nic.in - અહીં જે દંપતિ બાળક લેવા ઈચ્છા ધરાવતી હોય એમણે રજીસ્ટ્રેશન કરાવાનુ હોય છે.
- આમાં દતક લેવામાં દંપતિને અનેક શરતોનું પાલન કરવાનું હોય છે જેમાં એક શરત મુજબ દંપતિની ઉમર મુજબ બાળક મળી શકે છે. એટલે કે બનેની ઉમર નો સરવાળો ૯૦ કે તેનાથી ઓછો હોય તો તેમને ૦ થી ૪ વર્ષના બાળક દતક મળી શકે છે.
- આ અરજી કરવામા દંપતિના આવક ના પુરાવા, હેલ્થ રીપોર્ટ, આર્થિક ક્ષમતા, સામાજિક સ્થિતિ, અન્ય બાળક છે કે નહીં તે બાબતોનો અભ્યાસ કરી નીયમ મુજબ તેની અરજી મંજૂર-ના મંજૂર થાય છે.
- એક વખત આપણી અરજી મંજૂર થાય એટલે વેઈટીગમાં આપણું નામ બતાવે છે જે આપણે લોગીન થઈ ને જોઈ શકીએ છીએ.
- આપણા ઉપરોકત લોગીન માં જે રીતે સીડી ચડવાના સ્ટેપ આપેલ હોય એ રીતે સ્ટેપ આપેલ હોય છે જે કલીયર કરતાં જ ઈએ એમ આપણે બાળક દતક લેવા સુધી પહોંચી શકીએ છીએ.
- લોગીનમાં આપણને બાળક દીકરો કે દીકરી પંસદગી માટે ઓપશન આવે છે સાથે ગુજરાતમાં કે અન્ય રાજય સાથે સગા ભાઈ બહેન હોય તો તે જોડીમાં વીગેરે જેવા ઓપશનનું સીલેકશન કરવાનું હોય છે.
- આમાં અંદાજીત એક વર્ષ નું વેઈટીગ હોય છે એવડી મોટી ડીમાન્ડ આપણા ભારતમાં છે.
- ક્રમશઃ આપણ વારો નજીક આવતો જાય છે. છેલ્લે જ્યારે આપણો વારો આવે ત્યારે આપણને વધુ માં વધુ 3 બાળકોના ફોટા બતાવામા આવે છે. આ ફોટા એક પછી એક બતાવામા આવે છે જેમાં આપણે સીલેકશન ના કરીએ તો આપણો વારો ફરીથી છેલ્લે ચાલ્યો જાય છે.
- આમાં બાળકના હેલ્થ શારીરિક માનસિક વીગેરે રીપોર્ટ પણ આપણને સાથે બતાવામા આવે છે.
- આમાં કોઈ એક બાળકને આપણે સીલેકટ કરીએ એટલે તરતજ આપણને અનાથાલયનું એડ્રેસ સંપર્ક કરવાની તારીખ વીગેરે આપી દેવામાં આવે છે. આ બતાવેલ સમય સ્થળ પર જવું ફરજિયાત હોય છે જ્યાં આપણને તે બાળક ને રુબરુ બતાવવા માં આવે છે. આપણા ડોક્યુમેન્ટ ની તપાસ અનાથાલય દ્વારા કરવામાં આવે છે. બધું બરાબર હોય તો આપણને પુછવામાં આવે છે કે આ બાળક તમારે દતક લેવું છે ? જો હા તો ફરીથી અમુક રીપોર્ટ, કોર્ટમાં જરૂર દસ્તાવેજ તૈયાર કરી આપવાના હોય છે અને જો ના પાડો તો તમારો નંબર ફરીથી છેલ્લે ચાલ્યો જાય છે.
- હા પાડ્યા બાદ નજીક ના એક અન્ય દંપતિના સોગંદનામા પણ આપવાના હોય છે જેમાં દતક લેનાર દંપતિને કાઇ થાય તો તેની ગેરહાજરીમાં તે દંપતિ આ બાળક નો ઉછેર કરશે તેવી સહમતી આપવાની હોય છે.
- આટલી કાર્યવાહીથી બાળક દંપતિને સોપીને પછી કોર્ટની પ્રોસીઝર ચાલુ થાય છે જે 3 થી 4 મહીના ચાલે છે. આ કોર્ટ ફી કાર્યવાહી વીગેરેનો બધો ખર્ચ દતક લેનાર દંપતિ એ ભોગવાનો હોય છે. ત્યારબાદ કોર્ટ માં દંપતિ ને રુબરુ પુછી આદેશ કરી દેવામાં આવે છે જે મુજબ નવું જન્મનુ પ્રમાણપત્ર દતક લેનાર માતા પીતાના નામનું કાઢી આપવા કોર્ટ હુકમ કરી આપે છે.
- ડાયરેક કોઈ અનાથ બાળકને કોઈ પંસદ નથી કરી શકતું તેની ખાસ નોંધ લેશો.
- બાળક દતક આપ્યા પછી બે વર્ષ સુધી ઘર તપાસ પણ થાય છે. જ્યાં અડોશ પડોશ ના નીવેદન, બાળકના નીવેદન પણ લેવામાં આવે છે સાથે બાળકના હેલ્થ રીપોર્ટ પણ સબમિટ કરવાના હોય છે. તેમના ભણતર અંગેના રીપોર્ટ પણ આપવાના થાય છે.
- આમ, કોઈપણ સોશિયલ મીડિયામાં ફરતા મેસેજમાં નહીં આવો અને જો બાળક દતક લેવા ઈચ્છતા હો તો કાયદેસર રીતે ઓનલાઈન અરજી કરી નીયમ પાલન કરી આગળ વધો.
- આ બાબતે આપને કોઈ પણ ગાઇડન્સની જરૂર હોય આપ અમારો સંપર્ક કરી શકો છો.
(લેખક જેતપુર ખાતે ટેક્સ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેઓ ટેક્સ ટુડે એક્સપર્ટ તરીકે સેવા આપે છે. અન્ય સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. આ વિષય ઉપર આપ તેમનો સંપર્ક 9429417653 ઉપર વોટ્સ એપ મેસેજ દ્વારા કરી શકો છો)