સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 24th September 2022

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


 

જી.એસ.ટી.

  1. અમારા અસીલ ઉત્તરપ્રદેશમાંથી ખેડૂતો પાસેથી કરપાત્ર માલની ખરીદી કરે છે. આ માલનું વેચાણ તેઓ ગુજરાત રાજ્યમાં કરે છે. આ બાબતે અમારા નીચેના પ્રશ્નો છે.
  • અમારા અસીલ અન્ય રાજ્યમાંથી કરપાત્ર ખરીદી કરી શકે?
  • ઉત્તર પ્રદેશથી ગુજરાત માલ આવે ત્યારે ઘણી ચેક પોસ્ટ વચ્ચે લાગુ પડે. શું આ ચેકપોસ્ટ અધિકારી આ માલ ઉપર વેરો ભરાવી શકે?                                                                                                                                                                                   પટેલ અરવિંદકુમાર રણછોડલાલ એન્ડ કંપની

જવાબ: હા, તમારા અસીલ અન્ય રાજ્યમાંથી કરપાત્ર માલની URD ખરીદી કરી શકે છે તેવો અમારો મત છે. આ ખરીદી URD (ખેડૂતો) પાસેથી કરવામાં આવેલ હોય તે અંગે પુરાવા (ગુજરાત રાજ્યમાં જેમ 7-12 તથા 8 અ) તથા જી.એસ.ટી. હેઠળનું પેમેન્ટ વાઉચર સાથે રાખવામા આવે તથા ઇનવર્ડ સપ્લાયનું ઇ વે બિલ બનાવવામાં આવેલ હોય તો જી.એસ.ટી. ચેક પોસ્ટ અધિકારી આ માલ ઉપર વેરો ભરવી શકે નહીં તેવો અમારો મત છે.  

  1. જી.એસ.ટી. કાયદામાં આકારણી દરમ્યાન કોઈ ડિમાન્ડ ઊભી થાય અને આ ડિમાન્ડ સમયસર ભરી શકાય ના હોય ત્યારે ભરવામાં આવેલ રકમ પ્રથમ દંડ સામે ત્યારબાદ વ્યાજ સામે અને ત્યારબાદ ટેક્સ સામે જમા થાય તેવી કોઈ જોગવાઈ જી.એસ.ટી. કાયદામાં છે?                                                                                                                                                                                                                                 ધ્રુવી શાહ, અમદાવાદ  

જવાબ: ના, અમારા મતે આ પ્રકારની કોઈ જોગવાઈ જી.એસ.ટી. કાયદામાં છે નહીં.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ જેઓ અમારી પાસે કન્સલ્ટેશન માટે નાણાકીય વર્ષ 2022 23 માં આવ્યા હતા. તેઓનું 2021 22 નું ઇન્કમ ટેક્સ રિટર્ન અન્ય ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા અગાઉ ભરવામાં આવ્યું હતું. આ રિટર્નમાં TIS તથા AIS મુજબ અમુક વ્યવહારો લેવામાં આવ્યા નથી. શું મારે આ વ્યવહારો લઈ રીવાઇઝ રિટર્ન ભરવું જોઈએ? શું આ રિવાઈઝ રિટર્ન ભરવામાં આવે તો સ્કૃટીનીની કેવી જવાબદારી આવે તે અંગે આપનો અભિપ્રાય આપવા વિનંતી.                                                                                                                                                શફી દોકડિયા, નંદુરબાર

જવાબ: હા, TIS તથા AIS માં દર્શાવતા કોઈ વ્યવહાર રહી ગયા હોય તો રિવાઈઝ રિટર્ન ભરી આ વ્યવહારો દર્શાવવા જોઈએ તેવો અમારો મત છે. આમ, કરવાથી સ્કૃટિની આવે તેવી માન્યતા અમારા મુજબ સાચી નથી.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!