સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 27.07.2024

Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax 

  1. અમારા અસીલ દ્વારા L & T કંપનીને મોટર કાર ભાડા ઉપર આપેલ છે. આ કરાર મુજબ મહિનાના અમુક કી.મી. સુધી ફિક્સ ભાડું અને ત્યાર બાદ વધારાના કી.મી. દીઠ ભાડું નક્કી થયેલ છે. આ પ્રકારના ભાડાની આવક ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગે? આ સેવા ઉપર SAC શું છે? આવ કેસમાં કાર ખરીદીની ITC મળે?

જવાબ: આપના દ્વારા ઉપરોક્ત બન્ને રીતે ભાડે આપવામાં આવેલ મોટર કારને જી.એસ.ટી. હેઠળ “રેંટિંગ ઓફ મોટર વિહિકલ” જ ગણાશે. “રેંટિંગ ઓફ મોટર વિહિકલ”માં અમારા મતે  બે દરો લાગુ પડે. કરદાતા ITC ક્લેઇમ કરી 12% જી.એસ.ટી. ભરે અથવાતો 5% જી.એસ.ટી. ભરે અને કોઈ ITC ક્લેઇમ ના કરે.


  1. અમારા અસીલ મેડિકલ સ્ટોર ધરાવે છે. તેઓનું પાછલા વર્ષનું ટર્નઓવર 35 લાખ જેવુ હતું. તેઓ જી.એસ.ટી. નીચે અનરજીસ્ટર્ડ પર્સન છે. અનરજીસ્ટર્ડ પર્સન તરીકે કઈ કઈ વિગતોની જાળવણી કરવાની રહે? કોલીપરા સુંદરીયા, પોન્નુર

જવાબ: આપના અસીલ દ્વારા ચોપડા જાળવવા જોઈએ. એ બાબતની તકેદારી લેવી જોઈએ કે જે તારીખે ધંધાનું વેચાણ 40 લાખ ક્રોસ કરે તેના 30 દિવસમાં નોંધણી દાખલા માટેની અરજી કરી આપે. આ સિવાય આપના અસીલ દ્વારા ખરીદ બિલ અને વેચાણ બિલ (જી.એસ.ટી. નંબર વગરના) યોગ્ય રીતે સાચવવા જોઈએ તેવો અમારો મત છે.


  1. અમારા અસીલ ભાડાની દુકાન ધરાવે છે. આ દુકાનની માલિકી મ્યુનિસીપાલિટીની છે. અમારા અસીલ તથા મ્યુનિસિપાલિટી બન્ને જી.એસ.ટી હેઠળ રજિસ્ટર્ડ છે. શું મ્યુનિસિપાલિટી જે ભાડું ઉઘરાવે છે તેના ઉપર અમો RCM ભરવા જવાબદાર બનીએ?             ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ પર્સન હોય તો સ્થાવર મિલકત ભાડે લેવાની પ્રવૃતિમાં આપના અસીલ RCM ધોરણે વેરો ભરવા જવાબદાર બને તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!