સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 29th November 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.
જી.એસ.ટી
- અમારા અસીલ “ઓનલાઈન ઇન્ફોર્મેશન એન્ડ ડેટા બેઝ એક્સેસ ઓર રીટ્રાઈવલ સર્વિસ” પૂરી પાડે છે. અમારા અસીલની સેવા મેળવનાર જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ છે. શું આમ છતાં અમારા અસિલે જી.એસ.ટી. કાયદાની કલમ 24 (xi) હેઠળ ફરજિયાત નોંધણી કરાવવી જરૂરી બને? મંથન સરવૈયા,
જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 24(xi) હેઠળ માત્ર ભારત બહારથી ભારતમાં સેવા પૂરી પાડતાં હોય તેવા કરદાતા માટે જ લાગુ પડે. હા, જો આપના અસીલ ભારત બહારથી “ઓનલાઈન ઇન્ફોર્મેશન એન્ડ ડેટા બેઝ એક્સેસ ઓર રીટ્રાઈવલ સર્વિસ” પૂરી પાડતાં હોય તો સેવા મેળવનાર જી.એસ.ટી. નંબર ધરાવતા હોય તો જી.એસ.ટી. કાયદાની કલમ 24(xi) હેઠળ તમારા અસિલે જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત બને નહીં તેવો અમારો મત છે. (Updated since Published)
2. અમારા અસીલ મ્યુનિસીપાલિટી છે. તેઓને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી અમુક કામો માટે ખાસ ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ગ્રાન્ટમાંથી અમો રજિસ્ટર્ડ કોન્ટ્રાકટરને કામ આપી ચુકવણી કરીએ છીએ. આ મેળવવામાં આવેલ ગ્રાન્ટ કે આ ગ્રાન્ટ પૈકી કરવામાં આવેલ ચુકવણી ઉપર અમારા અસીલ મ્યુનિસિપાલિટીની કોઈ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? જીજ્ઞેશ ધ્રુવ, ધોરાજી
જવાબ: તમારા અસીલ કે જેઓ મ્યુનિસિપાલિટી છે તેઓ દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકાર પાસેથી મેળવવામાં આવેલ ગ્રાન્ટ CGST રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28.06.2017, માં CGST રેઇટ નોટિફિકેશન 32/2017, તા. 13.10.2017 થી ઉમેરવામાં આવેલ એન્ટ્રી 9C મુજબ કરમુક્ત બને તેવો અમારો મત છે. મ્યુનિસિપાલિટી દ્વારા ચૂકવવાની થતી રકમ ઉપર જી.એસ.ટી. હેઠળ TDS ની જવાબદારી આવી શકે છે. આ માટે TDS માટેની મર્યાદાઓ જોઈ જવા વિનંતી. આ સિવાય જી.એસ.ટી. ભરવાની જવાબદારી કોન્ટ્રાકટરને કરવામાં આવેલ પેમેન્ટ ઉપર આવે નહીં તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.
Thanks