સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 17th September 2022

Spread the love
Reading Time: 5 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના



જી.એસ.ટી./વેટ

  1. અમારી પેઢીને નાણાકીય વર્ષ 2022 23 ના વર્ષમાં તૌક્તે વાવાઝૉડાના કારણે 250000/- (અઢી લાખનું) નુકસાન થયું હતું. અમારો 2,00,000/- (બે લાખ) નો ક્લેઇમ ઇન્સ્યુરન્સ કંપની દ્વારા મળ્યો છે. શું આ બે લાખના ઈન્સ્યોરન્સ ક્લેઇમની રકમ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? અથવા તો માત્ર 2,50,000/- ના માલ નુકસાનની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઘટાડવાની થાય?

જવાબ: ઇન્સ્યુરન્સ ક્લેઇમ એ “એક્ષનેબલ ક્લેઇમ” ગણાય અને જી.એસ.ટી. પરિશિષ્ટ III માં પડે આ કારણે ઈન્સ્યોરન્સ ક્લેઇમ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે નહીં. હા, જી.એસ.ટી. કાયદાની કલમ 17(5)(h) હેઠળ માલની નુકસાની થઈ હોય તેટલી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઘટાડવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.

  1. હું એક ધંધાર્થી છું. અમારા ધંધાના ટર્નઓવર મુજબ અમે ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર છીએ. શું કોઈ વ્યવહાર માટે ઇ ઇંવોઇસ બનાવ્યા હોવા છતાં ઇ વે બિલ બનાવવું ફરજિયા છે?                                                                                                             ભરત બારાઈ, વેપારી, રાજકોટ

  જવાબ: હા, ઇ ઇંવોઇસ બનાવ્યા હોવા છતાં ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે.

  1. અમારા અસીલ જી.ટી.એ. (GTA) છે. તેઓ જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ છે. તેઓએ હાલ RCM હેઠળ વેરો ભરવાની જવાબદારી સ્વીકારી છે. તેઓના ગ્રાહક અનરજિસ્ટર્ડ વેપારી છે. શું આ અનરજીસ્ટર્ડ વેપારીને પૂરી પાડવામાં આવતી સેવા બાબતે અમારા અસીલની FCM હેઠળ જવાબદારી આવે?                                                                                                                                              ધર્મેશ જરીવાલા, એડવોકેટ, સુરત  

જવાબ: ના, અનરજીસ્ટર્ડ વેપારીને એવા GTA કે જેઓએ રિવર્સ ચાર્જની જવાબદારી સ્વીકારી હોય તેમની FCM હેઠળ વેરો ભરવાની જવાબદારી આવે નહી તેવો અમારો મત છે.

  1. એકતરફી એસેસમેન્ટ ના કારણે  ઉભી   થયેલ ડિમાન્ડ  અને ભરવા ના થતા ટેક્સ ના કારણે, વ્યાજ ની રકમ ભરવાની ઉભી થયેલ છે , તેવું વ્યાજ  ડીપાર્ટમેન્ટ (PENAL  ઇન્ટરેસ્ટ ) @ ૧૮% મુજબ મહત્તમ  ૩ વર્ષ નું વસુલ કરી શકે તેવી જોગવાઈ છે તેમ જાણવા મળેલ છે . તેથી તે જોગવાઈ  ગુજરાત વેટ અને  CST ના  કાયદા હેઠળ કઈ કલમ માં  સમાવિષ્ઠ છે તે જણાવશો.                                                      એચ. એસ. મહેતા, રાજકોટ

જવાબ: અમારા મતે વેટ તથા CST કાયદામાં આ પ્રકારે 36 મહિનાનું જ વ્યાજ વસૂલી સકે તેવી કોઈ જોગવાઈ નથી.  

  1. સી ફોર્મ સામે ના વેચાણના કિસ્સામાં  સી ફોર્મ ન મળવા ના કારણે  ભરવાના થતા  ટેક્સ , વ્યાજ  અને દંડ  કે પેનલટીની  જોગવાયમાં રાહત બાબત જાણકારી આપશો.                                                                                                                                            એચ. એસ. મહેતા, રાજકોટ

જવાબ: C ફોમ ના મળવાના સંજોગોમાં જે તે વસ્તુ જે સામાન્ય દરે ટેકસેબલ થાય તે દરે વેટ ભરવાની જવાબદારી આવે. જ્યાં સુધી કોઈ એમ્નેસ્ટી સ્કીમ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં ના આવે ત્યાં સુધી આ ટેક્સ, વ્યાજ અને દંડમાં કોઈ રાહત મળે નહીં તેવો અમારો મત છે.  

  1. અસેસમેન્ટ ની નોટિસ  ન મળવા ના કારણે , હાજર ન થવાથી એકતરફી એસેસમેન્ટ માં  ખરીદ  અને વેચાણ માં  ૧૦%  એડહોક વધારો કરી  એકતરફી એસેસમેન્ટ કરી   ૫% CST+ઇન્ટરેસ્ટ+પેનલટી  ઉભી કરી  આકારણી  કરી ડિમાન્ડ  ઉભી કરેલ છે. આવી એકતરફી આકારણી બાદ  સી ફોર્મ  મળતા  અપીલ  કરવાની  થાય છે તથા  એડહોક  ઉમેરેલ  ૧૦%  ના વધારા ને  રદ કરાવવા   ના સંજોગો માં   ઇન્ટરેસ્ટ તથા  પેનલટી  દૂર કરાવવા  રજુઆત બાબતે  સલાહ આપવા વિનંતી.                                                                                                        એચ. એસ. મહેતા, રાજકોટ

જવાબ: એક તરફી આકારણી સામે રેગ્યુલર અપીલ કરવાનો જ માત્ર વિકલ્પ રહેલ છે તેવો અમારો મત છે. આ 10% નો વધારો, ઇન્ટરેસ્ટ, પેનલ્ટી દૂર કરવા રજૂઆત નો કોઈ વિકલ્પ અમારા મતે રહેતો નથી.   

  1. અમારી પેઢી GST હેઠળ નોંધાયેલી છે. અમારું કાર્ય વેપારી નાં માલિકી નાં ઈમિટેશન નાં દાગીનાં ઉપર ગોલ્ડ તથા નિકલ ઈલે.પ્લેટીગ નું જોબ વર્ક કાર્ય કરે છે.ઈમિટેશન જ્વેલરી CHAPTER ૭૧ માં કવર થાય છે.જેના ઉપર કરવામાં આવતું જોબ વર્ક (Service by way of job work) HSN 9988 માં કવર થાય. (As per the extract of Notification No.11/2017-CGST Rate and Amended Notification No.20/2019-CGST). આપને અમારો પ્રશ્ન છે કે આ જોબ વર્ક માં GST RATE કેટલો લાગશે ? 5% /12% કે 18%..સંજય ધોળકિયા, રાજકોટ

જવાબ: ઇમિટેશન જ્વેલરીના જોબવર્ક ઉપર 5% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ ભાગીદારી પેઢી છે. તેઓના એક પાર્ટનર વર્ષ દરમ્યાન 2 લાખથી નીચેના વ્યવહારો દ્વારા 20 લાખ જેવી રકમ રોકડમાં ભાગીદારીમાં જમા કરાવે છે. શું આ વ્યવહારોમાં ઇન્કમ ટેક્સની કલમ 269ST લાગુ પડે?                   

જવાબ: ભાગીદારી પેઢીમાં ભાગીદાર વર્ષ દરમ્યાન 2 લાખથી નીચેના વ્યવહારો દ્વારા મોટી રકમ જમા લઈ શકે કે નહીં તે બાબતે બન્ને અભિપ્રાય નિષ્ણાંતોમાં રહેલા છે. આવા વ્યવહારો થઈ ગયા હોય ત્યારે આ બાબતે લડવાની તૈયારી રાખી શકાય. પરંતુ આવા વ્યવહાર કરવા કે આવા વ્યવહાર કરવાની સલાહ આપવી જોખમી છે તેવો અમારો મત છે.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!