સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)08th March 2021

Spread the love
Reading Time: 3 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

    08th March 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. મારા ક્લાઈન્ટ ડેવલોપેર્સ છે જેમને ફ્લૅટની સ્કીમ મૂકી છે જેમાં 98 ફ્લૅટ અને 10 દુકાન છે. તો તેને GST માટે કઈ સ્કીમ ફાયદાકર્ક રહે 1%(WITH OUT ITC) કે પછીથી રેગ્યુલર?.                                                                                                                                  સંદીપ પટેલ

જવાબ:- 01.04.2019 બાદના પ્રોજેકટ માટે જ્યાં સુધી પરિપત્ર હેઠળ જાહેર કરેલ REP (Real Estate Project) કે RREP (Residential Real Estate Project) પ્રોજેકટ હોય,  નવી સ્કીમ સ્વીકારવી બિલ્ડર-ડેવલોપર માટે ફરજિયાત છે તેવો અમારો મત છે.

  1. મારા ક્લિંટને ઈલેક્ટ્રિકલ માલ કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે. તેઓએ મારુતિ સ્વીફટ કાર ખરીદ કરેલ જેની ITC, GSTR 2A માં જોવા મળે છે. તો મારે ક્રેડિટ ક્લેમ કરવી કે પછી ITC લઈને રિવર્સ કરવી જોઈએ. જો ITC રિવેસ કરવાની થાય તો GSTR 3B ના ક્યાં કૉલમમાં દર્શાવવાની રહે?.                                                                                                                                                                                                               સંદીપ પટેલ

જવાબ :-ના, મોટર વિહિકલની ઈન્પુટ ક્રેડિટ, GSTR 2A માં દર્શાવતી હોવા છતાં તમારા અસીલને જી.એસ.ટી. કાયદાની કલમ 17(5)(a) હેઠળ મળી શકે નહીં. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઇનેલીજીબલ ITCના ના કૉલમમાં દર્શાવવાની રહે. આ ઈન્પુટ લેવાના બદલે જી.એસ.ટી. સહિતની રકમ કેપિટલાઈઝ કરવામાં આવે તો ઘસરાનો લાભ મળી શકે છે જે લાભકારી રહે તેવો અમારો મત છે.

  1. અમો URD કપાસ ખેડૂતો પાસેથી ખરીદી કરીએ છીયે. કોઈ પણ પ્રોસેસ કર્યા વગર તે કપાસનું વેચાણ કરીએ છીએ અને વેચાણ પર પૂરે પૂરો વેરો ભરપાઈ થયેલ છે. પરંતુ RCM તરીકે આ જવાબદારી દર્શાવવાની રહી ગયેલ છે. શું ભવિષ્યમાં આકારણીમાં આ RCM બાબતે જવાબદારી ઊભી થઈ શકે છે?                                                                                                                                                                          એક વેપારી, હળવદ

જવાબ :-હા, જી.એસ.ટી.કાયદાની કલમ 9(3) હેઠળ ખેડૂત પાસેથી કરેલ કપાસની ખરીદી ઉપર RCM ભરવાની જવાબદારી ઊભી થાય. આ RCM અંગેની જવાબદારી માટે ચાલુ વર્ષે સેલ્ફ ઇંવોઇસ બનાવી, આ RCMની જવાબદારી દર્શાવી હાલ વ્યાજ સાથે ભરી આપવી જોઈએ. આ ભરેલ RCM ની ક્રેડિટ ચાલુ વર્ષ એટ્લેકે 2020-21 માં લઈ લેવી જોઈએ. આમ કરવાથી કરદાતાને માત્ર વ્યાજનું નુકસાન જાય. આ માટે 03 જુલાઇ 2019 ની CBIC ની પ્રેસ રીલીઝ જોઈ જવા વિનંતી.

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છેઆ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

2 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)08th March 2021

  1. Our clients business is a traveling and vehicles sales purchase broker. He is buying vehicle for travel business. He take credit in gst?? And it’s capital ITC? Which coloum reflect in 3b and gstr 9

    Mr deval

    1. Dear sir, Your reply shall be given in our Sawal Aapna Javab Tax Today Experts na coloum dt. 15.03.2021

Comments are closed.

error: Content is protected !!