પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટ 2021ના માર્ગદર્શન અંગે યોજાયો સેમિનાર
જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યેશ સોઢા દ્વારા ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. હેઠળના પ્રસ્તાવિત નિયમો અંગે વેપારીઓને આપવામાં આવી સમજ
તા. 08.03.2021: પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિવાર તારીખ 06 માર્ચ 2021 ના રોજ બજેટ 2021 ની જોગવાઇઓ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા CA દિવ્યેશ સોઢા ઉપસ્થિત રહ્યા હતા. તુલસીભાઈ જેઠાલાલ હાથી વ્યાપાર ઉદ્યોગ સદન ખાતે યોજાયેલ આ સેમિનારમાં બજેટ 2021 ની પ્રસ્તાવિત જોગવાઇઓ અંગે વેપારીઓને સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવેલ હતી. બજેટમાં ઇન્કમ ટેક્સ જી.એસ.ટી. ના નિયમોમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તેના કારણે વેપારીઓને પોતાની જવાબદારી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. વેપારીઓના મુંજવતા પ્રશ્નોના જવાબ પણ મુખ્ય વક્તા આપવામાં આવ્યા હતા. પોરબંદર ટેક્સ કન્સલ્ટન્ટના પ્રમુખ કેયૂર શાહ પણ આ સેમિનારમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દોઢ લાકથી વધુ ચાલેલા આ સેમિનારમાં 80 થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારને સફળ બનાવવા ડિસ્ટ્રીક ચૅમ્બર પ્રમુખ ભરતભાઈ રાજાણી તથા તેમની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.