જી.એસ.ટી. હેઠળ રજીસ્ટ્રેશન મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાની ઉઠી રહી છે ફરિયાદો.. શું તમારે પણ જી.એસ.ટી. નોંધણી મેળવવામાં પડી રહી છે તકલીફો??
બોગસ બિલિંગના વધતાં કેસો ડામવા જી.એસ.ટી. નોંધણીની પ્રક્રિયામાં કરવામાં આવેલા ફેરફાર સામાન્ય કરદાતાઓને પડી રહ્યો છે ભરી!!
તા. 05.03.2021: જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો આપવાના નિયમમાં છેલ્લા થોડા સમયથી મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો કરવાનો હેતુ બોગસ બિલિંગ વાળા કરદાતાઑને સહેલાઈથી મળી જતાં રજીસ્ટ્રેશન રોકવાનો હતો. આ નવી નોંધણી દાખલો મેળવવા માટેની પદ્ધતિ દ્વારા કરચોરી કેટલી રોકી શકાય છે તે તો આવનારો સમયજ કહેશે પરંતુ અત્યારે તો પ્રમાણિક કરદાતાઓ આ પદ્ધતિનો ભોગ બની રહ્યા છે તેવા સમાચાર સતત મળી રહ્યા છે. CBIC ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર પણ આ અંગે અનેક ફરિયાદો કરવામાં આવી રહી છે. આ અંગે વાત કરતાં એક નામાંકિત વકીલ પોતાનું નામ ના આપવાની શરતે જણાવે છે કે “હાલ જી.એસ.ટી. નંબર આપવામાં અધિકારીઑ દ્વારા ખૂબ સમય લગાડવામાં આવી રહ્યો છે. જી.એસ.ટી. હેઠળ કરવામાં આવેલ સુધારાઑ ના કારણે અધિકારીઓને નોંધણી આપવાના સમયમાં ખાસ્સો એવો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાના સમયના કારણે કરદાતાની અરજીમાં ત્રુટિઑ અંગેની નોટિસ છેલ્લા દિવસોમાંજ આપવામાં આવે છે. આ નોટિસમાં પણ જી.એસ.ટી.ની જોગવાઈઑથી વિરુદ્ધની વિગતો માંગવામાં આવે છે. શોપ એક્ટ લાઇસન્સ, કરંટ ખાતા ના આપવાના કારણે પણ નોંધણી દાખલો મેળવવાની અરજી નામંજૂર થયા ના દાખલા પણ જોવા મળી રહ્યા છે. ખરેખર આ ડોકયુમેંટ જી.એસ.ટી. હેઠળ આપવા કોઈ જી.એસ.ટી. હેઠળ ફરજિયાત નથી”. આ પ્રકારની અરજીઓ મરજિયાત તથા ફરજિયાત બંને પ્રકારના રજીસ્ટ્રેશન માટે નામંજૂર કરવામાં આવી રહી છે.
જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો છે ત્યારથી ટેકનિકલ ગ્લિચીસ જેવી અનેક સમસ્યાઓ માટે નામચીન બની રહ્યો છે. જી.એસ.ટી. નું જો કોઈ સબળ પાસું માનવમાં આવી રહ્યું હતું તો તે જી.એસ.ટી. હેઠળની સરળ નોંધણી પ્રક્રિયા હતી. જી.એસ.ટી. હેઠળ નોંધણીની પ્રક્રિયામાં પણ હવે આંગળીઓ ઉઠી રહી છે. પોતે જી.એસ.ટી. હેઠળ નોંધણી લેવા જવાબદાર ના હોવા છતાં મરજિયાત ધોરણે જી.એસ.ટી. નંબર મેળવવા અરજી કરતો વેપારી જ્યારે જી.એસ.ટી. ડિપાર્ટમેંટની આ પ્રકારની કામગીરીનો ભોગ બને છે ત્યારે ઘણા સંજોગોમાં પોતે જી.એસ.ટી. નંબર માટે ફરી અરજી કરવાનું ટાળી દેતો હોય છે. શું આ બાબત સરકારી તિજોરીને નુકસાન નહીં પહોચડે?? શું કરચોરીનો ઇરાદો ધરવનાર આધાર ઓથેંટિકેશન થઈ શકે તેવો વ્યક્તિ ના ગોતી શકે??? શું આ નવા નિયમોના કારણે ખરેખર કરચોરી રોકી શકાશે કે માત્ર પ્રમાણિક કરદાતાઓ માટે આ નિયમ નુકસાનકારક સાબિત થશે???? આ પ્રકારના પ્રશ્નો હાલ ચર્ચાનો વિષય બની ગયા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.
દરેક રજીસ્ટ્રેશન માં કવેરી રેઝ કરવામાં આવે છે. પાન કાર્ડ, આધાર કાર્ડ , બેન્ક સ્ટેટમેન્ટ જેવા બિન જરૂરી પુરાવાઓ અપલોડ કરવા જણાવવામાં આવે છે. ભાડે હોય તો મકાન માલિક નો ઓળખ નો પુરાવો અપલોડ કરવા જણાવવામાં આવે છે. વધુ માં આ ઘર નું સરનામું છે અહીં ધંધો કઈ રીતે થઈ શકે તેવો પ્રશ્ન કરવામાં આવે છે.
હા, Gst registration માં ખૂબ તકલીફ પડે છે, Gst અધિકારી સ્થળે તપાસ કરી પછી પણ નંબર નથી આવતો,
Yes, SCN Ma many queries ave che hmna thi…
Too much late gst registration
Yes
Very poor response
હા બહુજ તકલીફ પડે છેં. 15 દિવસ સુધી રાહ જોવી પડે છેં. ને છેલ્લા દિવસે અધૂરાન્સ ની નોટિસ આપી ને 7 દિવસ બીજા રાહ જોવી પડે છેં. બહુજ હેરાન પરેશાન કરે છેં
Yes difficult
૩૦/૦૧/૨૦૨૧ ના રોજ અરજી કરેલ પરંતુ ૦૨/૦૩/૨૦૨૧ ના રોજ કવેરી આવેલ જેમાં પાન આધાર અને બેંક પાસબુક પ્રથમ પેજ માંગેલ જે ઓનલાઇન રજૂ કરેલ પરંતુ આજ દિવસ સુધી કોઇ જવાબ નથી
Taking too much time for New Registration , address amendment…
Yes too much problem and lendhy process for new gst registration and in last week I have applied More than 5 new application but not possitive response from dipartment.
Unnecessary documents demanded by department like personal saving account details.
Gst 15 દિવસ થયા તો પણ gst number આવ્યો નથી બહુ જ તકલીફ પડે છે gst officer તપાસ પછી પણ number આવતો નથી.
Gst 15 દિવસ થયા પછી પણ જીએસટી નંબર આવતો નથી…બહુ પ્રૉબ્લેમ થાય છે…gst ઓફિસર તપાસ પછી પણ કોઈ અપડેટ નથી…