ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ તથા ઇન્કમ ટેક્સ બાર એસો અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે બે દિવસીય ટેક્સ કોનકલેવનું થયું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

ટેક્સ પ્રોફેશનલસ એસોસિએશનનો ઇન્કમ ડિપાર્ટમેન્ટને મદદરૂપ બનવા બાદલ ખાસ આભાર માનતા પ્રિન્સિપાલ કમીશ્નર


તા. 05.03.2021: ગુજરાતના ટેક્સ પ્રોફેશનલ્સના એપેક્સ એસો. એવા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ તથા ઇન્કમ ટેક્સ બાર એસો અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ટેક્સ કોનકલેવનું આયોજન અમદાવાદના જે.બી. ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે. બે દિવસીય આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભના મુખ્ય મહેમાન તરીકે પ્રિન્સિપાલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ અને DGIT શ્રી અમિત જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીના પ્રખ્યાત સ્પીકર ડો. ગિરીશ આહુજા, CA બિમલ જૈન જેવા અનેક જાણીતા સ્પીકરો આ કોન્ફરન્સમાં ડેલીગેટ્સને ઇન્કમ ટેક્સ, જી.એસ.ટી જેવા વિષયો ઉપર માહિતી આપશે. સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 250 થી વધુ ડેલીગેટ્સએ આ કોનકલેવમાં ભાગ લીધો છે. આ કોન્કલેવને સફળ બનાવવા ઓલ ગુજરાત ફેડરેશનના પ્રમુખ એડવોકેટ ભરત શેઠ, ઇન્કમ ટેક્સ બારના પ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કર તથા તેમની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!