સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 27th September 2021

Spread the love
Reading Time: 3 minutes

[Speaker]

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

Expertsજી.એસ.ટી

  1. અમારા અસીલનું નાણાકીય વર્ષ 2020-21 નું ટર્નઓવર 2 કરોડથી ઓછું છે. આમ, તેઓને વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત નથી. તેઓના કેસમાં 75000 ના ટ્રાન્સપોર્ટ ફ્રેટ ઉપર RCM ભરવાનો બાકી રહી ગયો છે. શું અમે આ RCM વાર્ષિક માં દર્શાવી ઈન્પુટ ક્રેડિટ લઈ શકીએ છીએ? શું સપ્ટેમ્બર મહિનાના GSTR 3B માં પણ આ દર્શાવવાનું રહે?                                                                ધર્મેશ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: હા, ટ્રાન્સપોર્ટેશન ફ્રેટ ઉપર RCM ભરી સપ્ટેમ્બર 2021 ના રિટર્નમાં આઉટપુટ જવાબદારી દર્શાવી, ટેક્સ ભરી તેની ઈન્પુટ પણ સપ્ટેમ્બર રિટર્નમાં ક્લેઇમ કરી લેવાની થાય. વાર્ષિક રિટર્નમાં પણ આ અંગે યોગ્ય નોંધ કરી વાર્ષિક રિટર્ન પણ ભરવું જોઈએ તેવો અમારો મત છે. 

        2. નાણાકીય વર્ષ 2017-18 ના જી.એસ.ટી. ઓડિટ દરમ્યાન એ ધ્યાને આવ્યું કે અમારું વેચાણ તથા ખરીદી અંગેનું ટર્નઓવર વેચાણ તથા ખરીદ પરતને                     ધ્યાને લીધા સિવાય દર્શાવવામાં આવેલ છે. આમ, અમારે નીચે મુજબ ટેક્સ ઉપર અસર આવતી હતી.

              ખરીદ પરત: સેંટરલ અને સ્ટેટ જી.એસ.ટી. બન્ને હેઠળ 123301-123301 ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વધુ લેવામાં આવેલ હતી.

              વેચાણ પરત: સેન્ટરલ તથા સ્ટેટ જી.એસ.ટી. બન્ને હેઠળ 123941/- તથા 123941/- વધુ ભરવામાં આવ્યો હતો.

               ખરીદ માલ પરત ઉપર લેવામાં આવેલ વધારાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ 31.01.20 ના રોજ ચલણ દ્વારા ટેક્સ ભરી રિવર્સ કરવામાં આવી હતી. અમારા પ્રશ્ન એ છે કે:

  1. વેચાણ પરતનો ટેક્સ જે વધુ ભરેલ હોય તેનું રિફંડ મળી શકે?
  2. મળી શકે તો આ અંગેની વિધિ શું કરવાની રહે?

                                                                                                                                                                                                   સ્વીટી ડી. ભંડારી, સુરત

જવાબ: આપના દ્વારા હવે જ્યારે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરેલ છે તેવા સંજોગોમાં એક્સેસ ટેક્સ પેમેન્ટના વિકલ્પ પસંદ કરી રિફંડ અરજી ઓનલાઈન કરવા પ્રયત્નો કરવા જોઈએ. જો ઓનલાઈન આ અરજી નો વિકલ્પ બંધ હોય તો વિગતવાર તથ્યો રજૂ કરી મેન્યુલ અરજી “પ્રોપર ઓફિસર” ને કરવાનો એક માત્ર વિકલ્પ રહે તેવો અમારો મત છે. આપના કિસ્સામાં વિધિગત મુશ્કેલીઓ આવી શકે છે. આ ઉપરાંત બે વર્ષની સમય મર્યાદાનો બાધ અંગે પણ પ્રશ્નો ઉપસ્થિત થી શકે છે. આ અંગે લડત જ એક માત્ર ઉપાય છે.     

 ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

2 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 27th September 2021

Comments are closed.

error: Content is protected !!
18108