સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)12th April 2021

Spread the love
Reading Time: 5 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

 12th April 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમારા અસીલ કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતા છે. તેઓ પોતાના માલ ઉપરાંત થોડી સેવા પણ પૂરી પાડે છે. અમારો પ્રશ્ન એ છે કે પોતાના માલના વેચાણ ઉપર 1% વેરો ભરવા તેઓ જવાબદાર છે. પરંતુ જે સેવા તેઓ પૂરી પાડે છે તેના ઉપર 1% વેરો ભરવાની જવાબદારી આવે કે કોઈ અન્ય દરે વેરાની જવાબદારી આવે?                                                                                                    રમેશભાઈ કોટક, એડવોકેટ, વેરાવળ

જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 10 હેઠળ કંપોઝીશનની પરવાનગી ધરાવતા હોય ત્યારે માલ ઉપરાંત જે સેવા (નિયત મર્યાદામાં) પૂરી પાડવામાં આવે તેના ઉપર પણ 1% ના દરે જ કંપોઝીશન ટેક્સ લાગે તેવો અમારો મત છે.   

 

  1. અમારા અસીલ SEZ માં માલ without payment of tax સપ્લાય કરે છે. અમે જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કોઈ રિફંડ મંગેલ નથી. અમને આ રિફંડ મળી શકે? મળી શકે તો કેવી રીતે?                                                                                                    હિત લિંબાણી, કચ્છ

જવાબ: હા, SEZ માં Without Payment of tax સપ્લાય કરવામાં આવતું હોય તો જી.એસ.ટી. કાયદાની કલમ 54 હેઠળ રિફંડ મળે તેવો અમારો મત છે. પરંતુ એ બાબત ધ્યાને રાખવી જરૂરી છે કે આ રિફંડની અરજી સપ્લાયના બે વર્ષમાં રિફંડની અરજી કરવાની રહે છે.

 

  1. અમારા અસીલ માલિકી ધોરણે જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓ 120000 નો મોબાઈલ ધંધા માટે ખરીદે છે. શું આ મોબાઈલ ફોનની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેમને મળી શકે? જો આ પેઢી ભાગીદારી પેઢી હોય તો શું ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે? ભવિષ્યમાં આ અંગે કોઈ પ્રશ્ન આકારણી દરમ્યાન આવી શકે?                                                                                                                                          નિલેષ લાખાણી, કોડીનાર

જવાબ: હા, ધંધાના ઉપયોગ માટે ખરીદવામાં આવેલ મોબાઈલ ફોનની ક્રેડિટ જી.એસ.ટી. કાયદા હેઠળ મળે. આ ઈન્પુટ ક્રેડિટ માલિકી ધંધા અને ભાગીદારી પેઢી બન્નેમાં મળે. આ અંગે ભવિષ્યમાં મોબાઈલ ફોનનો ઉપયોગ વ્યક્તિગત ધોરણે થતો હોવાનું નકારી શકાય નહીં અને એ કારણે જી.એસ.ઈ. નિયમો હેઠળ નિયમ 43 હેઠળ અમુક ટકા ક્રેડિટ આકારણીમાં નકારવામાં આવે તેવું બની શકે છે.   

  1. અમારા અસીલ કરિયાણા, ગુટખા વી. નો જથ્થાબંધ વેપાર કરે છે. તેઓ જીપમાં આ માલ ભરી ગામડે ફરી માલનું વેચાણ કરે છે. હવે માલનું વેચાણ બિલ તો ધંધાના સ્થળે જઇ ખરીદનારના ઓર્ડર મુજબ બનાવવાનું રહે છે. જીપમાં માલ 50 હજારથી વધુ હોય છે. E વે બિલ અંગે યોગ્ય સલાહ આપવા વિનંતી.                                                                                                                                જગદીશ વ્યાસ, ટેક્સ કન્સલ્ટન્ટ, ડીસા

જવાબ: તમારા અસિલે માલ વહન માટે લાઇન સેલ્સનું ઇ વે બિલ બનાવવાનું રહે તેવો અમારો મત છે. જી.એસ.ટી. નિયમોના નિયમ 55 હેઠળ ડિલિવરી ચલણ સાથે રખવાનું રહે તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ એકજ ગામમાં બે ધંધા/વ્યવસાય કરે છે. એક જગ્યા ઉપર જે ધંધો છે તેમાં વેપાર કરે છે અને જી.એસ.ટી. નંબર ધરાવે છે. જ્યારે તે જ ગામમાં અન્ય જગ્યા ઉપર સેવા પૂરી પાડતો વ્યવસાય કરે છે. તો શું આ સેવા ઉપર પણ જી.એસ.ટી. ની જવાબદારી આવે?                                                                                                                                                                                                વિક્રમ ગૌસ્વામી, ટેક્સ કન્સલ્ટન્ટ, માંડવી

જવાબ: હા, તમારા અસીલ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા ઉપર પણ જી.એસ.ટી. ની જવાબદારી આવે. જી.એસ.ટી. PAN બેઇઝ હોય એકજ PAN ઉપર ચાલતા તમામ ધંધા ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે.       

 

  1. અમારો પ્રશ્ન e invoice ઉપર છે. અમે 01 એપ્રિલ 2021 ના રોજ ઇ ઇંવોઇસ જનરેટ કર્યું હતું. પરંતુ અમારા ગ્રાહકે 02 એપ્રિલના આરજે ફાઇનલ પ્રોડક્ટ કન્ફર્મેશન આપ્યું હતું. જે થી અમે ઇ ઇંવોઇસ 02 એપ્રિલના રોજ ડાઉનલોડ કર્યું હતું. જેના કારણે ઇ ઇંવોઇસ એકનોલેજમેંટ તારીખ 02 એપ્રિલ દર્શાવે છે. શું આ ચાલે કે ઇંવોઇસ તારીખ અને એકનોલેજમેંટ તારીખ એકજ હોવી જરૂરી છે?                                   કૃપા એસોસીએટ

જવાબ: ના, ઇ ઇંવોઇસ અને એકનોલેજમેંટ એકજ તારીખે હોય તે જરૂરી નથી. પરંતુ એ બાબત ધ્યાન રાખવી જરૂરી છે કે માલનું વહન 2 જી તારીખ પછી થયેલું હોવું જોઈએ.

  1. શેરડીના કુંચા, સૂકા પાંદડા, વગેરેમાંથી બનતું ખાતર ઉપર જી.એસ.ટી. ક્યાં દરે લાગે? અમારું ખાતર “ABC ફર્ટિલાઈઝર” તરીકે ઓળખાય છે. પરતું અમારી પાસે કોઈ બ્રાન્ડ નેમ રજિસ્ટર્ડ નથી. અમારું ફર્ટિલાઈઝર સીલ કરેલા પેકેટમાં વેચવામાં આવે છે. શું HSN 3101 માં તેનો સમાવેશ થાય તેવો અમારો મત છે. આપનો અભિપ્રાય આપવા વિનંતી.                                                                                               એક વેપારી, વલસાડ

જવાબ: સામાન્ય રીતે શેરડીના કુંચા, સૂકા પાંદડા વગેરેમાંથી બનતું કુદરતી ખાતર કરમુક્ત બને અને 3101 HSN માં સમાવેશ થાય. પરંતુ જ્યારે બ્રાન્ડનેમ (રજિસ્ટર્ડ કે અનરજીસ્ટર્ડ) હોય અને તો તેના ઉપર 5% લેખે જી.એસ.ટી. લાગે.    

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!