સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 15th January 2022

Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.    

જી.એસ.ટી.

  1. અમારા જુનાગઢ ખાતેના અસીલ રાજ્ય બહારથી માલ ખરીદે છે. તેઓને તે માલ રાજકોટ મોકલવાનો હતો. પરંતુ વેચનાર દ્વારા અમારા અસીલને જાણ કર્યા વગર બિલ તથા ઇ વે બિલ જુનાગઢના સરનામા માટે બનાવવામાં આવ્યું છે. હવે આ વહન દરમ્યાન માલ રાજકોટ ઉતારી લેવાનો હોય તો ઇ વે બિલ કેવી રીતે બનાવવું જોઈએ?                                                                                                   નિમેષ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ જુનાગઢ.

જવાબ: જુનાગઢ રવાના થયેલ માલ બાબતે તમારા અસિલે શક્ય હોય તો ઇ વે બિલ અપડેટ કરવાનો વિકલ્પ લેવો જોઈએ. જો એ ના શક્ય હોય તો વ્યાવહારિક રીતે તમારા અસિલે જુનાગઢથી રાજકોટનું ઇ વે બિલ બનાવી ટેક્સ ઇંવોઇસ સાથે મોંકલી આપવું જોઈએ તેવો અમારો મત છે.

    2. અમારા અસીલ જોબવર્કનું કામ કરે છે. તેઓ રેડીમેઇડ ગારમેન્ટ વોશિંગનું કામ કરે છે. અમારા અસીલ પાસે જે તે ઉત્પાદક દ્વારા તૈયાર માલ                  મોકલવામાં આવે છે. આ માલ ઉપર અમારા અસીલ ધોલાઈ કરી પરત કરે છે. આ પ્રકારના વ્યવહાર ઉપર અમારા અસીલ ઉપર. ઉત્પાદક તરીકે               જી.એસ.ટી 5% લાગશે કે વોશિંગ સર્વિસ તરીકે 18%?                                                                અલ્પેશ ઉપાધ્યાય, ટેક્સ એડવોકેટ, વલસાડ-વાપી

જવાબ: રેડિમેઇડ ગારમેન્ટ વોશિંગનું કામ એ કોઈ અલગ ઉત્પાદકીય પ્રક્રિયા ના ગણાય. આ વ્યવહાર ઉપર જોબ વર્ક તરીકે 5% લેખે જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે.

   3. અમારા અસીલ નો ધંધો પેટ્રોલ પમ્પ નો છે જે નોન જીએસટી માં આવે છે પણ કંપની અમને જે પેટ્રોલ ડીઝલ આપે છે તેના પર ટેન્કર ભાડું અમારે અલગથી ચૂકવવાનું થાય છે. પેટ્રોલ ડીઝલ ના બિલ માં ભાડું લાગીને આવતું નથી પણ ભાડાનું બિલ અલગ ટ્રાંસપોર્ટ કંપની નું આવે છે તે બિલ માં પણ જીએસટીની રકમ લાગેલી હોતી નથી પણ ભાડા ની રકમ જ હોય છે શું તેના ઉપર અમારે 5 ટકા લેખે જીએસટી ભરવાનો થાય ? શું અમે આ ભાડા પર જીએસટી RCM તરીકે ભરીએ તો તેની અમને ક્રેડિટ મળે ?                                                                             દેવભાઈ ભૂખિયા, ટેક્સ એડવોકેટ, ડીસા

જવાબ: ના, પેટ્રોલ કે ડીઝલના વહન ઉપર ભરવામાં આવતા RCM ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં.

  4. અમારા અસીલને પેટ્રોલ પમ્પનો ધંધો છે તેઓ જે કંપની પાસેથી પેટ્રોલ ડીઝલ ખરીદે છે તેનું ટેન્કર ભાડું કંપની ચૂકવતી નથી પણ તેનું ભાડું અમારા અસીલ ચૂકવે છે. આથી અમારા અસીલે પોતાનું ટેન્કર લાવેલ છે તેના ઉપર જીએસટીની ક્રેડિટ લીધેલ નથી .તે ટેન્કર ના ફેરા માં અમારા પેટ્રોલ પંપ સિવાય બીજી કોઈ એક્ટિવિટી અમે કરતા નથી. તો તેમાં અમારે જીએસટી ભરવાની જવાબદારી આવે?       દેવભાઈ ભૂખિયા, ટેક્સ એડવોકેટ, ડીસા

જવાબ: ના, ટ્રાન્સપોર્ટેશન ના વ્યવહાર ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી RCM ઉપર હોય, કરદાતા પોતાના ઉપયોગ માટે જ ટ્રક ચલાવતા ઓય જી.એસ.ટી. ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ દ્વારા માર્ચ 2020 (નાણાકીય વર્ષ 2019 20) માં બિલ બનાવવામાં આવેલ છે. આ બિલ જી.એસ.ટી. રિટર્ન તથા ઇન્કમ ટેક્સ રિટર્નમાં 2019 20 માં દર્શાવવામાં આવેલ છે. આ જ બિલ લોકડાઉનને કારણે વર્ષ 2020 21 માં આ બિલ દર્શાવવામાં આવેલ છે. 2019 20 તથા 2020-21 બન્ને વર્ષમાં ટર્નઓવર ઓડિટને પાત્ર છે. હવે આ TDS ની ક્રેડિટ 2020-21 માં કલેઇમ કરી શકાય? જયેશ વિઠલાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: આ કિસ્સામાં TDS ની ક્રેડિટ નાણાકીય વર્ષ 2020 21 માં કલેઇમ કરી શકાય છે. આ TDS ની આવક અગાઉના વર્ષમાં ટેક્સ માટે ઓફર કરવામાં આવેલ હોય TDS ક્લેઇમ કરવામાં આવી શકે તેવો અમારો મત છે.

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.

error: Content is protected !!
18108