સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 25th October 2021

Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી

  1. અમારા અસીલ કે જેઓ માલિકી ધોરણે જી.એસ.ટી. હેઠળ નોંધણી નંબર ધરાવતા હતા તેઓ તારીખ 01.06.2021 ના રોજ મૃત્યુ પામ્યા છે. અમોએ 02.06.2021 ના રોજથી નોંધણી નંબર રદ્દ કરવા અરજી કરેલ હતી. અધિકારી દ્વારા આ અરજી 27.07.2021 ના રોજ મંજૂર કરવામાં આવી પરંતુ રદની તારીખ 27.07.2021 દર્શાવવામાં આવી છે. હવે પોર્ટલ ઉપર જૂન અને જુલાઇના માસના રિટર્ન ભરવા જણાવવામાં આવે છે જેમાં લેઇટ ફી લાગુ પડે છે. શું અમો જૂન તથા જુલાઇ માસના રિટર્ન ભરવા જવાબદાર બને?                                         ધ્રુવી શાહ, અમદાવાદ  

જવાબ: આપના અસીલનું મૃત્યુ 01 જૂન 2021 ના રોજ થયેલ હોય નોંધણી રદની “ઇફેક્ટિવ ડેઇટ” 01.06.2021 બને. આમ, જૂન મહિના માટેના રિટર્ન ભરવાની જવાબદારી તો ચોક્કસ આવે. અધિકારી દ્વારા જે નોંધણી દાખલો રદની “ ઇફેક્ટિવ ડેઇટ” 27.07.2021 લેવામાં આવેલ છે તે ભૂલ ભરેલું ગણાય. આ કિસ્સામાં તમે અધિકારીને આ અંગે લેખિત જાણ કરી સુધારો કરવા પ્રયત્ન કરો. આ અંગે અપીલનો વિકલ્પ પણ રહેલ છે પરંતુ એ વિકલ્પ માત્ર લેઇટ ફી બચાવવા સામે ખર્ચાળ તથા સમયનો વ્યય કરનારો સાબિત થશે તેવું અમારું માનવું છે. 

 

     2. અમારા અસીલ ફરસાણ તથા મીઠાઇ બનાવવાના ધંધામાં સલગ્ન છે. ફરસાણ માટે તેલના વપરાશ બાબતે તથા મીઠાઇ માટે ખાંડના વપરાશ    બાબતે જી.એસ.ટી. હેઠળ કોઈ સર્ક્યુલર દ્વારા પ્રસ્થાપિત રેશિયો આપવામાં આવેલ છે? શું આ રેશિયો જાળવવો ફરજિયાત બને? ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: ના, જી.એસ.ટી. હેઠળ આ પ્રકારે ફરસાણ કે મીઠાઇ બાબતે કોઈ રેશિયો આપવામાં આવેલ નથી. આ પ્રકારનો રેશિયો કોઈ ખાસ ચીજવસ્તુ બાબતે ડિપાર્ટમેંટના અધિકારીઓને તેઓના ખાતાકીય પરિપત્ર મુજબ આપવામાં આવતા હોય છે. આ રેશિયો એ માર્ગદર્શક હોય છે. આ રેશિયો જાળવવા ફરજિયાત રહેતા નથી તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ કપાસ, ઘઉં જેવી ખેત પેદાશોની ખરીદી ખેડૂત પાસેથી કરે છે. આ ખેત પેદાશોનું વેચાણ કરવા અમો ટ્રક ભાડું ચૂકવીએ છીએ. આ ટ્રક ભાડા ઉપર RCM ભરવાની અમારી જવાબદારી આવે?                                                                                           હર્ષ વોરા, ચોટીલા,

જવાબ: ના, કપાસ, ઘઉં જેવી ખેત પેદાશો ઉપર ટ્રક ભાડા પર જી.એસ.ટી. કાયદાની કલમ 9(3) હેઠળ RCM ભરવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે. આ માટે CGST (રેઇટ) નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 21 જોઈ જવા વિનંતી.  

  1. અમારા અસીલનું જે તે મહિનાનું ટર્નઓવર 50 લાખથી વધુ હોય તેઓને જી.એસ.ટી. કાયદાની કલમ 86B લાગુ પડે છે. તેઓ IGST હેઠળ તો રોકડમાં 1% થી વધુ વેરો ભરે છે પરંતુ CGST+SGST હેઠળ રોકડમાં ભરવા પાત્ર વેરો 1% થી ઓછો છે. શું આ 1% ની ગણતરી કરવા માટે IGST+CGST+SGST ત્રણે વેરાની ગણતરી વ્યક્તિગત કરવાની રહે?                                                                         હર્ષ વોરા, ચોટીલા

જવાબ: ના, જી.એસ.ટી. નિયમ 86B હેઠળ 99% ક્રેડિટ વપરાશની ગણતરી માટે IGST, CGST અને SGST હેઠળ સંયુક્ત રીતે  ગણતરી કરવાની રહે તેવો અમારો મત છે.

 

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ ઇન્કમ ટેક્સની કલમ 44AD હેઠળ માન્ય કરદાતા છે. તેઓએ પાછલા નાણાકીય વર્ષમાં 44AD હેઠળ આવક દર્શાવવાના સ્થાને ઓડિટ કરાવેલ હતું. શું હવે આવતા પાંચ નાણાકીય વર્ષ સુધી તેમના માટે ઓડિટ કરાવવું ફરજિયાત છે? તેઓ જો પોતાનો નફો ગ્રોસ રીસિપ્ટના 8% થી વધુ બતાવે તો પણ ઓડિટ કરાવવું ફરજિયાત રહે?                                                                             શાહિદભાઈ, એકાઉન્ટન્ટ, પાલનપુર

જવાબ: હા, ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD (4) હેઠળ એક વાર આ કલમનો લાભ જ્યારે કરદાતા દ્વારા લેવામાં આવ્યો હોય અને ત્યાર બાદ કોઈ વર્ષમાં તે આ જોગવાઈ હેઠળ આવક દર્શાવવાના બદલે ઓડિટ કરાવે તો તે નાણાકીય વર્ષ પછીના 5 વર્ષ માટે તે 44AD ની જોગવાઈઑનો લાભ લઈ શકશે નહીં. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD(5) હેઠળ ત્યાર પછીના પાંચ વર્ષ માટે તેઓ ફરજિયાત ઓડિટ કરાવવા જવાબદાર બને તેવો અમારો મત છે.  

 

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!