સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 29th January 2022
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.
જી.એસ.ટી.
- અમારા અસીલ સો મિલના ધંધા સાથે સંકળાયેલ છે. તેઓ બિનનોંધાયેલ (URP) કરદાતાઑ પાસેથી લાકડાની ખરીદી કરી તેમાથી બનતી સાઇઝ, વુડન ડ્રમ વગેરે વેચાણ કરે છે. તેઓ દ્વારા કરવામાં આવતા વેરાણ દરમ્યાન વેર “વૂડ ડસ્ટ” તથા જલાઉ લાકડું“વૂડ વેસ્ટ” નું પણ “બાય પ્રોડક્ટ” તરીકે ઉપતદાન થતું હોય છે. આ વેર તથા જલાઉ લાકડા ઉપર અમારા અસીલ HSN 4401 લગાડી 5% ના દરે જી.એસ.ટી. ઉઘરાવે છે. શું આ બરબર છે? લાકડાની ખરીદી કરતાં સમયે તેઓને વૃક્ષની નાની ડાળીઓ પણ આવતી હોય છે જેનો ઉપયોગ માત્ર બળતણ (Firewood) તરીકે જ થતો હોય છે. શું આ બળતણને કરમુક્તિનો લાભ મળે? જો મળે તો શું જી.એસ.ટી. હેઠળ નિયમ 42 હેઠળ ક્રેડિટ રિવર્સ કરવાની રહે? CA કલ્પેશ પટેલ, નડિયાદ
જવાબ: જી.એસ.ટી. હેઠળ “સો ડસ્ટ” ઉપર 5% લેખે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે. બળતણ (Firewood) ના વેચાણ કરમુક્ત ગણાય અને નિયમ 42 હેઠળ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની થાય તેવો અમારો મત છે.
2. અમારા અસીલનું ટર્નઓવર જાન્યુઆરી 2022 માં 50 કરોડ થી વધુ થયું છે. ઇ ઇંવોઇસની જોગવાઈ તેઓને તુરંત જાન્યુઆરી 2022 થી જ લાગુ પડે કે આવતા નાણાકીય વર્ષથી લાગુ પડે? જિગર વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ
જવાબ: ઇ ઇંવોઇસની જોગવાઈની ગણતરી કરવામાં પાછલા વર્ષનું ટર્નઓવર ધ્યાને લેવાનું થાય. નાણાકીય વર્ષ 2021 22 માં જો આપના અસીલનું ટર્નઓવર 50 કરોડથી વધુ થયું હોય ત્યારે પછીના નાણાકીય વર્ષથી એટલેકે 01.04.22 થી ઇ ઇંવોઇસ લાગુ પડે તેવો અમારો મત છે.
3. અમોએ જી.એસ.ટી. લાગુ થયો તે પહેલા એક બસ ખરીદી હતી. આ બસનું હાલ વેચાણ કરી રહ્યા છીએ. આ વેચાણ ઉપર ગત વર્ષના સરવૈયાની બુક વેલ્યૂ કરતાં 2 લાખ જેવી વધુ રકમ અમોને મળે છે. તો આ વધુ મળેલ રકમ ઉપર જી.એસ.ટી. ની શું જવાબદારી આવે? હરિભાઇ પટેલ, વેપારી અગ્રણી
જવાબ: બસનું HSN 8702 હેઠળ પડે. ચેપ્ટર 87 હેઠળ પડતાં તમામ માલ ઉપર 08/2018, તા 25.01.2018 લાગુ પડે. જો આ બસની ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટના લેવામાં આવેલ ના હોય તો બુક વેલ્યૂથી વધારાની જે રકમ મળે તે રકમ ઉપર નોટિફિકેશન મુજબ વાહનની ક્યુબિક કેપેસિટી (CC) મુજબ 18% અથવા 12% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
4. અમોએ એક બસની ખરીદી જી.એસ.ટી. લાગુ થયા પછી કરેલ છે. આ બસ 20 લાખમાં ખરીદી હતી. હવે આ બસ 10 લાખમાં વેચવાની થાય છે. આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. કેવી રીતે લાગુ પડે? હરિભાઇ પટેલ, વેપારી અગ્રણી
જવાબ: જી.એસ.ટી. લાગુ થયા બાદ કરવામાં આવેલ બસની ખરીદી માટે જો ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં ના આવેલ હોય તો જી.એસ.ટી. હેઠળ રેઇટ નોટિફિકેશન 08/2018, તા. 25.01.2018 મુજબ બુક વેલ્યૂથી ઓછી રકમ પર વેચાણ કરવામાં આવે તો જી.એસ.ટી. હેઠળ કોઈ જવાબદારી આવે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓના પગારમાંથી 10% CPF ની કપાત થાય છે. અમારો પ્રશ્ન એ છે કે શું અમારા અસીલને 80C ઉપરાંત 80CCD (1B) ની વધારાની 50000 ની કપાતનો લાભ મળે? કલ્પેશ દરજી, ટેક્સ કન્સલ્ટન્ટ, પાલનપુર
જવાબ: હા, 80 CCD (1B) હેઠળ આપના અસીલને વધારાના 50000/- ની કપાતનો લાભ મળે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.