વડોદરા ખાતે ટેક્સેશન વિષય ઉપર યોજાયો સેમિનાર: ઓલ ગુજરાત ફેડરેશન તથા બરોડા ટેક્સ બાર એસો. દ્વારા સંયુક્ત આયોજન
વાણિજ્ય ભવન વડોદરા ખાતે યોજાયેલ આ સેમિનારમાં 225 થી વધુ સભ્યો રહ્યા ઉપસ્થિત
તા. 07.10.2023: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ અને બરોડા ટેક્સ બાર એસોસિએશન, બરોડા ના સંયુક્ત ઉપક્રમે ઈન્ક્મટેક્સ અને જીએસટી કાયદા અન્વયે સેમિનાર યોજાયો. આ સેમિનારમાં એજીએફટીસી પ્રમુખ સીએ રવી શાહ, બીટીએ પ્રમુખ કેતન શાહ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ વિશ્વેશ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ સુનિલભાઈ શાહ એજીએફટીસી મંત્રી અમિત સોની, બીટીએ મંત્રી રવિભાઈ પટેલ,વક્તાશ્રી સીએ મિતીશ મોદી અને એડવોકેટ સમીર સિદ્ધપુરિયા ના વરદ હસ્તે ઉદઘાટિત કરવામાં આવેલ હતો. ઇન્કમટેક્સ વિષય પર વક્તા શ્રી સીએ મિતીશ મોદી અને જીએસટી વિષય પર એડવોકેટ શ્રી સમીર સિદ્ધપુરિયા એ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેન્ટર ઝોન ના બંને એસોસિએશનના કારોબારી સભ્યો, જનરલ સભ્યો વડોદરા,અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાઈ આ સેમિનાર ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે, નડિયાદ