ભાગીદારી પેઢીએ ભાગીદારોને ચૂકવવામાં આવતા વ્યાજ અને મહેનતાણા ઉપર TDS ની સમજૂતી (Update)

2
Spread the love
Reading Time: 3 minutes

 

 

By Prashant Makwana (Tax Consultant)

 

તારીખ : 25/01/2025

પ્રસ્તાવના

ઇન્કમટેક્ષ સેક્સન 40(B) જે પાર્ટનરશીપ ફર્મ ને મહતમ કેટલું વ્યાજ અને કેટલું મહેનતાણું બાદ મળે તેના માટે છે. બજેટ 2024 માં સેક્સન 40(B) માં ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્ટનરશીપ ફર્મ માટે TDS માં પણ એક નવી સેક્સન 194T ઉમેરવામાં આવી છે. આ આર્ટીકલ માં સેક્સન 40(B) અને સેક્સન 194T ની સરળ ભાષામાં સમજુતી આપવામાં આવી છે.

સેક્સન 40(B)

  • નાણાકીય વર્ષ 2023-24 સુધી સેક્સન 40(B) આ મુજબ હતી
  • વ્યાજ
  • પાર્ટનરશીપ ફર્મ દ્વારા પાર્ટનરને વ્યાજ અને લોનનું વ્યાજ ચુક્ક્વવામાં આવે ત્યારે તે નીચેના માંથી જે ઓછું હોય તે ઇન્કમટેક્ષ કાયદા અંતરગત બાદ મળવા પાત્ર છે.
  1. પાર્ટનરશીપ ડીડ માં જેટલું વ્યાજ દર્શાવેલ હોય તે. અથવા
  1. 12% વાર્ષિક
  • અહિયાં પાર્ટનરશીપ ફર્મ પાર્ટનરને મૂળીના વ્યાજ આવે તે અને જો પાર્ટનર ની લોન હોય તો લોનનું વ્યાજ બંને નો સમાવેશ થાય છે.
  • પાર્ટનરશીપ ફર્મ પાર્ટનર ને જે વ્યાજ આપે તે તોજ બાદ મળવા પાત્ર થાય જો તે પાર્ટનરશીપ ડીડ માં દર્શાવેલ હોય. પાર્ટનરશીપ ડીડમાં પાર્ટનરને આપવાના થતા વ્યાજ બાબતે કોઈ ઉલ્લેખ નો હોય તો ઇન્કમટેક્ષ અંતરગત વ્યાજ બાદ મળે નહિ. 
  • મહેનતાણું
  • પાર્ટનરશીપ ફર્મ પાર્ટનરને નીચેના માંથી જે ઓછું હોય તેટલું મહેનતાણું આપે તો તે ઇન્કમટેક્ષ અંતરગત બાદ મળવા પાત્ર છે.
  • પાર્ટનરશીપ ડીડ માં જેટલું મહેનતાણું દર્શાવેલ હોય તે.

અથવા

પહેલા 300000 ના બુક પ્રોફિટ અથવા લોસ

 

બુક પ્રોફિટ 90% અથવા 150000 જે વધારે હોય તે

 

બાકીના બુક પ્રોફિટ પર બુક પ્રોફિટ ના 60%
  • નાણાકીય વર્ષ 2024-25 થી પાર્ટનરશીપ ફર્મ પાર્ટનરને વ્યાજ આપે તેમાં કોઈ ફેરફાર નથી પરંતુ નાણાકીય વર્ષ 2024-25 થી પાર્ટનરશીપ ફર્મ પાર્ટનરને જે મહેનતાણું આપવામાં આવે છે તેમાં ફેરફાર થયો છે તે નીચે મુજબ છે
  • નાણાકીય વર્ષ 2024-25 થી મહેનતાણું નીચે મુજબ રહેશે.
  • પાર્ટનરશીપ ફર્મ પાર્ટનરને નીચેના માંથી જે ઓછું હોય તેટલું મહેનતાણું આપે તો તે ઇન્કમટેક્ષ અંતરગત બાદ મળવા પાત્ર છે.
  1. પાર્ટનરશીપ ડીડ માં મહેનતાણું દર્શાવેલ હોય તે

અથવા

પહેલા 600000 ના બુક પ્રોફિટ અથવા નુકશાનના કેસમાં 300000 અથવા બુક પ્રોફિટના 90% જે વધારે હોય તે
બાકીના બુક પ્રોફિટ પર બુક પ્રોફિટ ના 60%
  • પાર્ટનરશીપ ડીડમાં જો દર્શાવેલ હોય કે કેટલું મહેનતાણું આપવું તોજ ઇન્કમટેક્ષ કાયદા અંતરગત મહેનતાણું બાદ મળે પાર્ટનરશીપ ડીડ માં મહેનતાણા બાબતે કોઈ ઉલ્લેખ નો હોય તો એટલે કે પાર્ટનરશીપ ડીડ મુજબ મહેનતાણું ઝીરો (0) છે. સેક્સન 40(B) મુજબ પાર્ટનરશીપ ડીડ માં જે મહેનતાણું દર્શાવેલ હોય તે અને 40(B) માં જે મહેનતાણું છે તે બેમાંથી ઓછું હોય તે બાદ મળે પાર્ટનરશીપ ડીડમાં જે મહેનતાણું ઝીરો હોય તો તે ઝીરો ગણાય અને મહેનતાણું બાદ મળે નહિ.
  • ઉપર મુજબની ચર્ચા મુજબ જો પાર્ટનરશીપ ડીડમાં મહેનતાણા નો ઉલ્લેખ નો હોય તો પાર્ટનરશીપ ડીડમાં તે ફેરફાર કરીને મહેનતાણા નો ઉલ્લેખ કરી દેવો જોઈએ. પાર્ટનરશીપ ડીડમાં જો નાણાકીય વર્ષ 2023-24 સુધી જે નિયમ છે તે મુજબ ઉલ્લેખ હોય તેમાં પણ ફેરફાર કરીને 2024-25 થી જે નિયમ છે તે મુજબ નો ઉલ્લેખ કરી લેવો હિતાવહ છે.
  • TDS ની સેકશન 194T

નાણાકીય વર્ષ 2025-26 થી TDS ની સેક્સન 194T લાગુ થશે. આમ, 01.04.2025 થી આ કલમ અમલી બની જશે. 

  • પાર્ટનરશીપ ફર્મ દ્વારા જયારે પાર્ટનર ને પગાર મહેનતાણું કમીશન, બોનસ, કે વ્યાજ પેટે રકમ ચુકવવામાં આવે અથવા તેના મુળી ખાતે જમા કરવામાં આવે બે માંથી જે પહેલા હોય ત્યારે પાર્ટનરશીપ ફર્મ 10% લેખે TDS કાપવા માટે જવાબદાર છે.
  • પાર્ટનરશીપ ફર્મ પાર્ટનર પગાર, મહેનતાણું, કમીશન, બોનસ, કે વ્યાજ જે ચુકવે તે બધાનું ટોટલ 20000 કે તેથી ઓછું હોય તો ભાગીદારી પેઢી એ TDS કાપવાનો નો થાય.
  • પાર્ટનરશીપ ફર્મ માટે આપણે જોગવાઈ જોઈ તે મુજબ જો પાર્ટનરશીપ ડીડ માં ફેરફાર કરવાની જરૂર જણાય તો તે વહેલી તકે કરાવી લેવો હિતાવહ છે અને જો પાર્ટનરશીપ ફર્મ પાસે TAN NUMBER નો હોય તો વહેલી તકે TAN NUMBER ની અરજી કરીને TAN NUMBER મેળવી લેવો હિતાવહ છે.

(લેખક થાનગઢ ખાતે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સની પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)

2 thoughts on “ભાગીદારી પેઢીએ ભાગીદારોને ચૂકવવામાં આવતા વ્યાજ અને મહેનતાણા ઉપર TDS ની સમજૂતી (Update)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!