ઉના સુવર્ણકાર એસોશીએશન દ્વારા HUID ના નવા નિયમોના વિરોધમાં આપવામાં આવ્યું આવેદન

Spread the love
Reading Time: < 1 minute

ફરજિયાત હોલમાર્કિંગ ગ્રાહક તથા વેપારીઓ બન્ને માટે આવકાર્ય પરંતુ HUID ની પદ્ધતિ બની રહી છે બન્ને માટે સિરદર્દ: સોની

તા. 25.08.2021: જૂનથી સોના તથા ચાંદીના ઘરેણાં માટે હોલમાર્કિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ હોલમાર્કિંગમાં દરેક દાગીનામાં HUID એટલેકે હોલમાર્ક યુનિક આઈડેંટીફીકેશન નંબર લગાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ HUID હાલ તો વેપારીઓ તથા ગ્રાહકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. HUID કરી આપે તેવા સેન્ટરોના અભાવે, આવા સેન્ટરમાં HUID માટે મોકલવામાં આવતા ઘરેણાંમાં HUID થતાં ખાસ્સો એવો સમય લાગી રહ્યો છે. HUID થયા બાદ તેના ઉપર દરેક વેપારીએ કરવાની થતી વિધિ ઓનલાઈન પોર્ટલ ઉપર કરવાની રહે છે. આ પોર્ટલ પણ જોઈએ તેટલી સારી રીતે કામ કરતું નથી તથા આ પોર્ટલ ઉપર કામ કરવા વેપારીઓમાં પણ જ્ઞાનનો અભાવ જોવા મળી રહ્યો છે.

ઉના સુવર્ણકાર એસોશીએશન દ્વારા પોતાને પડી રહેલી આ તકલીફો બાબતે ઉના નાયબ કલેક્ટરને એક આવેદન આપી HUID ના નિયમો અંગે જરૂરી ફેરફાર કરવા સરકાર સમક્ષ આગ્રહ કરવામાં આવ્યો છે. ઉના સુવર્ણકાર એસોશીએશનના પ્રમુખ આશિષભાઈ ઢાકણ દ્વારા જણાવાયું હતું કે “હોલમાર્કિંગના નિયમોના કારણે સોના તથા ચાંદીના દાગીનાની શુદ્ધતા પ્રમાણીત થાય તે જરૂરી છે પરંતુ HUID ના નિયમો, માળખાકીય સુવિધાઓના અભાવે જમીની સ્તરે લાગુ કરવા હાલ શક્ય જાણતા નથી”. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશના સુવર્ણકારો આ નિયમ વિરુદ્ધ 23 ઓગસ્ટના રોજ આ પ્રકારે આવેદન આપવાના હોય તેવી માહિતી મળી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!