ઉના નગરપાલિકાની નાગરિકોને તાકીદ!!! ખુલ્લા પ્લોટને એક માસમાં વળાંકી લેવા સૂચના

Spread the love
Reading Time: < 1 minute

તા. 20.06.2022: ઉના નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં પ્લોટ ધારકોને તાકીદ કરવામાં આવી છે જે પ્લોટ ધારકોના પ્લોટ ખુલ્લા હોય તેઓ દ્વારા પોતાના પ્લોટ વળાંકી લેવામાં આવે. આ કાર્યવાહી માટે તેઓને જાહેરાત પ્રસિદ્ધ થયાથી 1 માસનો સમય આપવામાં આવ્યો છે. ખુલ્લા પ્લોટમાં આજુબાજુના રહીશો દ્વારા કચરો નાંખી ગંદકી કરવામાં આવતી હોય, ગંદકીના કારણે આજુ બાજુના રહીશોનું આરોગ્ય જોખમાટી હોય, આ ગંદકી ફેલાતી રોકવા આ સૂચના આપવામાં આવેલ છે.  આ ઉપરાંત જે પ્લોટ ધારકોએ પોતાનો પ્લોટ નગરપાલિકામાં પોતાના નામે ચડાવ્યો નથી તેઓને પણ પોતાનો પ્લોટ, જાહેરાત પ્રસિદ્ધ થયાથી 1 માસમાં પોતાના નામે ચડાવવા જણાવવામાં આવ્યું છે.  નગરપાલિકાની જાહેરાત 06 જૂન 2022 ના રોજ પ્રસિદ્ધ થઈ છે. આમ, પ્લોટ ધારકો દ્વારા 06 જુલાઇ સુધીમાં આ બન્ને કામગીરી કરી લેવાની રહે છે. નગરપાલિકા દ્વારા નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે જો પ્લોટ ધારકો આ સમયમર્યાદામાં આ કામગીરી હાથ નહીં ધારે તો તેઓના પ્લોટ ઉપર બોજાનોંધ નાંખવા સહિતની કાયદેસરની કામગીરી કરવામાં આવશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

ઉના નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ જાહેર નોટિસ

ઉના નગર પાલિકા

error: Content is protected !!