આવકવેરા કાયદા અન્વયે અપડેટેડ રિટર્ન વિષે સાદી સમજ

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

By Amit Soni, Tax Advocate, Nadiad, મો. ૯૮૨૪૭૦૧૧૯૩

આવકવેરા કાયદા અન્વયે કરદાતાએ ફાઇલ કરેલ આવકવેરા પત્રકમાં ભૂલ કે સુધારવા અને રહી ગયેલ આવક બતાવવા અપડેટેડ રિટર્ન ભરી શકશે. જે કરદાતાએ ઓરિજનલ રિટર્ન અને રિવાઈઝ રિટર્ન  ભરેલ હોય તેઓ પણ આ અપડેટેડ રિટર્ન ભરી શકશે જેની સમય મર્યાદા જે તે આકારણી વર્ષના અંતથી ૨૪ મહિનાની રહેશે.

અપડેટેડ રિટર્ન માં નુકસાની કે ટેક્ષ ઘટાડવાની પરવાનગી નથી.  

     કરદાતાએ અપડેટેડ રિટર્ન ધ્વારા નુકસાની દર્શાવવાની  રહેશે નહીં કે ટેક્ષની જવાબદારી ઘટે તેવી રીતે રિટર્ન રજૂ કરી શકશે નહીં . આ ઉપરાંત દરોડા જપ્તી ની કલમ ૧૩૨ ની કાર્યવાહી તેમજ કલમ ૧૩૨ એ હેઠળની કાર્યવાહી થઈ હોય તેવા સંજોગોમાં આ અપડેટેડ રિટર્ન નહીં ભરી શકાય. આ સિવાય કલમ ૧૩૩ એ હેઠળ થયેલ સર્વે તેમજ અન્યને ત્યાં પડેલા દરોડા દરમ્યાન કરદાતાને લગતી સાહિત્ય સામગ્રી દસ્તાવેજ કે મિલકતોની જાણ થતા, તેવા કરદાતા પણ અપડેટેડ રિટર્ન નહીં  ભરી શકશે.  આવું અપડેટેડ રિટર્ન રજૂ કરવાનો પ્રતિબંધ દરોડા જપ્તીના આકારણી વર્ષ તેમજ તે અગાઉના બે વર્ષ માટે લાગુ પડશે.

નીચેના સંજોગોમાં અપડેટેડ રિટર્ન રજૂ નહીં કરી શકાય

૧) એક વખત જો કરદાતા ધ્વારા અપડેટેડ રિટર્ન રજૂ થઈ ગયું હશે તો બીજી વખત રિટર્ન નહીં ભરી શકાય.

૨) જો કોઈ આકારણી,પુનઃ આકારણી, પુનઃ ગણતરી કે રિવિઝન ની કાર્યવાહી શરૂ થઈ હોય કે પેન્ડિંગ હોય અથવા

   પૂર્ણ થઈ હોય તેવા સંજોગોમાં અપડેટેડ રિટર્ન નહીં ભરી શકાય.

૩) પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ એકટ ૨૦૦૨ અથવા બ્લેક મની એક્ટ , ૧૯૮૮ કે સમ્ગ્લર્સ ફોરેન એક્સ્ચેંજ

    મેનીપ્યુલેશન એક્ટ , ૧૯૭૬ હેઠળ આકારણી અધિકારીને કોઈ માહિતી હોય અને તેની જાણકારી તેવા સંજોગોમાં

     અપડેટેડ રિટર્ન નહીં ભરી શકાય .

૪) કલમ ૯૦ એટલેકે શંકાઓના નિવારણ માટે, આથી જાહેર કરવામાં આવે છે કે વિદેશી કંપનીના સંદર્ભમાં સ્થાનિક કંપની જે દરે વસૂલવાપાત્ર છે તેના કરતા વધુ દરે કરનો ચાર્જ ઓછો અનુકૂળ ચાર્જ અથવા આ સંદર્ભમાં કરની વસૂલાત તરીકે ગણવામાં આવશે નહીં. આવી વિદેશી કંપનીની.” આવા સંજોગોમાં અપડેટેડ રિટર્ન નહીં ભરી શકે.૫) આ કાયદા હેઠળ કરદાતા ઉપર પ્રોસિક્યુશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય તેઓ અપડેટેડ રિટર્ન નહીં ભરી શકે. જે કરદાતા એ ઓરિજનલ  રિટર્ન ન ભરેલ હોય તો તેવા સંજોગોમાં કુલ આવક પર વેરો અને આવકવેરા કાયદાની વ્યાજ ને લગતી કલમ મુજબ વ્યાજ સહિત રકમ ભરવાની છે.  પરંતુ કરદાતા એ ઓરિજનલ રિટર્ન અથવા રિવાઈઝ રિટર્ન ભરેલ હશે તો કુલ ટેક્ષ અને વ્યાજમાથી અગાઉ ભરેલ વેરો અને વ્યાજ બાદ કરીને વેરો ભરવાનો છે.       અપડેટેડ રિટર્ન સાથે ચૂકવવાનો  એડિશનલ ટેક્ષ.૧)  જો અપડેટેડ રિટર્ન ઓરિજનલ રિટર્ન અને રિવાઈઝ તારીખ પછી રજૂ થાય અને આકારણી વર્ષના અંતથી ૧૨ મહિનાની અંદર રજૂ થાય તો ટેક્ષ તથા વ્યાજ ની રકમ ના ૨૫%  વધારાનો વેરો ભરવાનો છે.  અને૨) આવું અપડેટેડ રિટર્ન આકારણી વર્ષના અંતથી ૧૨ મહિના પછી પરંતુ ૨૪ માહિનામાં રજૂ થાય તો ટેક્ષ તથા વ્યાજની ૫૦% જેટલી રકમ ભરવાની છે . વધારા ના ટેક્ષ માં સરચાર્જ તથા સેસ નો સમાવેશ થયેલ ગણાશે.             ટૂકમાં આમઆદમીને આ અપડેટેડ રિટર્ન લાભદાયી નથી કારણકે અહી એડિશનલ ટેક્ષનું ભારણ લાદવામાં આવેલ છે અને વધુમાં નુકસાની કે ટેક્ષની રકમ માં ઘટાડો નહીં કરી શકાય તેવી જોગવાઈ છે.

(લેખક નડિયાદ ખાતે જી.એસ.ટી. અને ઇન્કમ ટેક્સની પ્રેકટીસ કરે છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તેઓ જાણીતા વિચાર લેખક અને સમાજસેવી છે)

error: Content is protected !!