ચેમ્બર દ્વારા ‘ડ્રાફટીંગ એન્ડ પ્લીડીંગ અન્ડર જીએસટી’વિશે વેબિનાર યોજાયો

Spread the love
Reading Time: 2 minutes

તા. 21.07.2021: સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશન, ધી સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેકસ બાર એસોસીએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસીએશન ઓફ સુરત, સોસાયટી ઓફ ટેકસ એનાલિસિસ એન્ડ રિસર્ચ, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલ્ટન્ટ્‌સ, ઇન્કમ ટેકસ બાર એસોસીએશન– અમદાવાદ, ધી ભાવનગર સેલ્સ ટેકસ બાર એસોસીએશન– ભાવનગર અને ટેકસેશન પ્રેકટીશનર્સ એસોસીએશન– પંચમહાલ એન્ડ ગોધરાના સંયુકત ઉપક્રમે તા. ૧૬ જુલાઇ ર૦ર૧ના રોજ ‘ડ્રાફટીંગ એન્ડ પ્લીડીંગ અન્ડર જીએસટી’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે નવી દિલ્હીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બિમલ જૈને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

સીએ બિમલ જૈને જીએસટી બાબતે જે નોટિસો આવે છે તેનો જવાબ આપવા માટે કાયદા અનુસાર કઇ કઇ બાબતોનો સમાવેશ કરવો જોઇએ તે અંગે માહિતી આપી હતી. જીએસટીઆર 3B અને જીએસટીઆર 2A કોઇ ઇનપુટ ક્રેડિટ કલેઇમ કરવાનું ફોર્મ નથી તેમ જણાવ્યું હતું. આથી શો કોઝ નોટિસ ઓનલાઇન પોર્ટલથી જ વેપારીને મળવી જોઇએ તેમ કહી મેન્યુઅલ નોટિસ કાયદેસર નથી તેમ જણાવ્યું હતું. મેન્યુઅલ નોટિસ કાયદેસર શો કોઝ નોટિસ નથી એની સમજણ તેમણે તે અંગે આવેલા વિવિધ જજમેન્ટો વિશે ધ્યાન દોરી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા કોમ્પ્લાયન્સ માટે ફકત પત્રકો ભરવામાં આવતા હતા, પરંતુ હવે તેમ નહીં કરી કાયદાને અનુલક્ષીને ધ્યાન આપીને રિટર્ન ભરવું જોઇએ. જીએસટી કાયદા અંતર્ગત ડ્રાફટીંગ એન્ડ પ્લીડીંગ ખૂબ જ મહત્વ ધરાવે છે. આથી વકીલોએ ખાસ તેમાં કાળજી રાખવી જોઇએ તેવી સલાહ તેમણે આપી હતી.

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલ્ટન્ટના પ્રમુખ એડવોકેટ ભરત શેઠે વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. સોસાયટી ઓફ ટેકસ એનાલિસિસ એન્ડ રિસર્ચના ડો. અવિનાશ પોદ્દારે કાર્યક્રમની રૂપરેખા આપી વકતાનો પરિચય આપ્યો હતો. ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના પ્રમુખ એડવોકેટ અનિલ શાહે વેબિનારનું સંચાલન કર્યું હતું. અંતે ધી સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેકસ બાર એસોસીએશનના પ્રશાંત શાહે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું. ચેમ્બરની જીએસટી કમિટીના કો–ચેરમેન રોહન દેસાઇ અને સભ્ય દિપેશ શાકવાલાએ વેબિનારને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. અજય મહેતા, ટેક્સ ટુડે, ભાવનગર

error: Content is protected !!