હવે પૈસાની “વેલ્યૂ” છે જ ક્યાં છે???? છે હો GSTR 9 માં!!!

Spread the love
Reading Time: < 1 minute

નાણાકીય વર્ષ 2021 22 ના વાર્ષિક રિટર્ન ભરવામાં HSN માં પૈસાનો તફાવત પણ નથી સ્વીકરતું જી.એસ.ટી. પોર્ટલ

તા. 26.12.2022:  જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે ત્યારથી જી.એસ.ટી. પોર્ટલ બાબતે અનેક બાબતે ફરિયાદ ઉઠતી રહી છે. છેલ્લા ઘણા સમયથી જી.એસ.ટી. પોર્ટલ અંગે કરદાતાઓમાં તથા ટેક્સ પ્રોફેશનલ્સમાં સંતોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ નાણાકીય વર્ષ 2021 22 ના ભરવાના થતાં GSTR 9 ના વાર્ષિક રિટર્નમાં ફરી જી.એસ.ટી. પોર્ટલ ઉપર પડી રહેલી તકલીફ બાબતે ફરિયાદો ઉઠી રહી છે. કરદાતાઓએ ભરવાના થતાં વાર્ષિક રિટર્નમાં આ વર્ષમાં વેચાણના HSN દર્શાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ HSN કરદાતાઓ ખાસ કરી તેઓનું કામ કરતાં ટેક્સ પ્રોફેશનલ્સ માટે સિરદર્દ બની ગયા છે તેવા અહેવાલ છે. આ HSN ની એન્ટ્રી કરવામાં જી.એસ.ટી. પોર્ટલ ટેક્સની ગણતરીમાં નૈયા પૈસાનો તફાવત પણ ચલાવનું નથી. આ કારણે ટેક્સ પ્રોફેશનલ્સએ અનેક તકલીફો વેઠવી પડી રહી છે. સામાન્ય રીતે GSTR 9 ભરવામાં લગતા સમય કરતાં ઘણો વધુ સમય HSN ના કારણે હાલ લાગી રહ્યો હોવાના સમાચાર મળી રહે છે. જી.એસ.ટી. પોર્ટલ ઉપર HSN ની એન્ટ્રી કરવામાં રાઉન્ડ ઓફ કરવાની છૂટ આપવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી રહી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!