પેટ્રોલ-ડીઝલ નો વેટ ભરવાની તારીખ માં COVID-19 ના કારણે કોઈ વધારો નહીં??? વેપારીઓ માં ચર્ચાની વિષય
તા. 14.04.2020: COVID-19 ની મુશ્કેલ પરિસ્થિતિમાં સરકાર દ્વારા વેપારીઓ ની મુશ્કેલીઓને ધ્યાને લઈ ઇન્કમ ટેક્સ-જી.એસ.ટી. હેઠળ રિટર્ન ભરવા તથા ટેક્સ ભરવા અંગેની મુદતમાં સમયસર વધારો કરી આપવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલનો હજુ જી.એસ.ટી. કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલ ઉપર હજુ “વેટ” લાગે છે. આ વેટ હજુ જે તે રાજ્ય સરકાર ને આધીન હોય છે. પેટ્રોલ ડીઝલ ઉપર માર્ચ મહિનાનો વેટ ભરવાની સામાન્ય મુદત 12 એપ્રિલ છે. રિટર્ન ભરવાની મુદત પણ નજીક છે. પણ હજુ સુધી પેટ્રોલ તથા ડીઝલના વેટ ભરવા અંગે ની મુદત માં COVID-19 ની મુશ્કેલ સ્થિતિમાં પણ કોઈ વધારો જાહેર કરવામાં આવ્યો નથી. COVID-19 ની પરિસ્થિતીમાં સરકારે લોક સ્વસ્થ્યને લગતા, કાયદો વ્યવસ્થાને લગતા ઘણા મહત્વના કર્યો કરવાના રહે છે જે વાત સ્વાભાવિક છે. આ કામના ભારણમાં આ સમયમર્યાદા વધારવાની રહી ગઈ હોય તે શક્યતા ને નકારી શકાય નહીં. પરંતુ આ બાબત પેટ્રોલ પંપ વેપારીઓમાં ચર્ચા નો વિષય બન્યો છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ ગુજરાત ના સૌથી મોટા ટેક્સ પ્રેકટિશનર્સ ના એશો. એવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. દ્વારા આ અંગે વેટ કમિશ્નર ને રજૂઆત કરેલ છે. આ અંગે ઉના ના ધારાસભ્ય અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન શ્રી પુંજાભાઇ વંશ સાથે ટેક્સ ટુડે ના એડિટર તરીકે ભવ્ય પોપટ દ્વારા પણ વેપારીઓની સમસ્યા અંગે રજૂઆત કરેલ છે. તેઓએ આ બાબતે યોગ્ય રજૂઆત કરવા બહેધરી આપેલ છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે