આવતીકાલે 13 ઓગસ્ટના રોજ કરશે પ્રધાનમંત્રી મોદી “ટ્રાન્સપેરન્ટ ટેક્સેશન-ઑનારિંગ ધ ઓનેસ્ટ” પ્લેટફોર્મ લોન્ચ
કરદાતાઓ તરફી સાનુકૂળ અભિગમ નો હશે આ નવો ભાગ!!
12.08.2020: આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સવારે 11 કલાકે વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રમાણિક કરદાતાઓનું સન્માન કરતું પ્લેટફોર્મ લોન્ચ કરશે. આ ઓનલાઈન લોન્ચના પ્રસંગમાં નિર્મળા સિથારમન તથા રાજ્ય કક્ષાના મંત્રી અનુરાગ ઠાકુર પણ રહેશે હાજર. પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાઓને વિવિધ રાહત આપતા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ પ્રયાસોમાં કોર્પોરેટ ટેક્સ નો દર 30% થી ઘટાડી 22% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ અધિકારી દ્વારા કરદાતાઓને આપવામાં આવતી નોટિસમાં DIN (ડૉક્યુમેન્ટ આઈડેંટીફીકેશન નંબર) આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કરદાતા સામે ખાતા દ્વારા કરવામાં આવતી આપીલો માટેની નાણાકીય મર્યાદાઓ પણ વધારવામાં આવી છે. તદ્દઉપરાંત, અપીલ બાબતે પણ “વિવાદ સે વિશ્વાસ સ્કીમ” સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી.
13 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી જ્યારે આ પોર્ટલ લોન્ચ કરશે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઑ, વિવિધ વેપારી એસો. ના આગેવાનો, CA તથા ટેક્સ પ્રેકટિશનરો તથા કરદાતાઓ મોટી સંખ્યામાં ભાગ લેશે તેમ માનવમાં આવી રહ્યું છે. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ “ટેક્સ પેયર્સ ફ્રેન્ડલી” અભિગમ અપનાવવા માટે આવતીકાલે નવું લોન્ચ થતું પોર્ટલ ખૂબ ઉપયોગી સાબિત થશે તેવું જાણકારો માની રહ્યા છે.