ઉના ખાતે કોરોના આપત્તિ માં ફસાયેલ લોકોના લાભાર્થે ચાલી રહેલો સેવાયજ્ઞ

Spread the love
Reading Time: < 1 minute

ઉના. 30.03.2020 સમગ્ર વિશ્વ કોરોના આપત્તિમાં થી પસાર થઈ રહ્યું છે. ગુજરાત ના એક નાનકડા ગામ ઉનમાં પણ આ અપતિના કારણે ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. પણ આ મુશ્કેલીઓમાં પણ “service done to humanity is a service done to God” ઉક્તિને ચરિતાર્થ કરતી સંસ્થાઓ તથા વ્યક્તિઓ ઉનમાં માનવતા નો દીપ પ્રજ્વલિત કરી રહ્યા છે.

ઉના ના રાજ ગરબા ગ્રુપ દ્વારા રોજ બપોરે તથા સાંજે ગરીબ, જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે ભોજનની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. અંદાજે રોજ બંન્ને સમય 500 જેટલા લોકોને ભોજન ના પાર્સલ પહોંચાડવામાં આવે છે. હાલ જે ગરીબો પોતાની રોજીરોટી બંધ થવાના કારણે પોતે તથા પોતાના પરિવાર ને ભોજન પૂરું પાડી શકતા ના હોય તેવા પરિવારો માટે આ સેવા આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.

ઉના ગીર ગઢડા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા જરૂરી ચીજવસ્તુઓની કીટ તૈયાર કરી જરૂરિયાત વાળા પરિવારોને વિતરણ કરવામાં આવી રહ્યું છે.

error: Content is protected !!