કરદાતાઓ માટે ખુશ ખબર….હવે લાગશે વ્યાજ માત્ર “કેશ લેજર” દ્વારા ભરવા પાત્ર ટેક્સ ઉપરજ!!
વેપારીઓ ને મોટી રાહત, પણ મોટાભાગના વેપારીઓ આ જી.એસ.ટી. ની આ જોગવાઈથી હતા બેખબર!!
તા. 26.08.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ એક મહત્વનો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. 01 સપ્ટેમ્બર 2020 થી જી.એસ.ટી. કાયદા હેઠળ ભરવાનું થતું વ્યાજ હવે માત્ર કેશ લેજર દ્વારા ભરવામાં આવતી રકમ ઉમર લાગશે. જી.એસ.ટી. કાયદાની કલમ 50 માં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારો 01 સપ્ટેમ્બરથી લાગુ પડશે તે અંગેનું જાહેરનામું ગઇકાલે તા. 25 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યું છે. મોટાભાગના કરદાતાઓ આ જૂના નિયમથી અવગત ના હતા. અગાઉના નિયમ પ્રમાણે વેચાણ ઉપર ઉઘરવેલ ટેક્સ ઉપર વ્યાજ ભરવાની જવાબદારી આવતી હતી. ઉદાહરણ તરીકે 100 રૂ ના વેચાણ ઉપર 5% લેખે 5 રૂપિયાનો ટેક્સ કોઈ વેપારીએ ઉઘરાવ્યો હોય અને તેની ક્રેડિટ 10 રૂ જમા પડી હોય, તો સરવાળે ભરવાપાત્ર ટેક્સ શૂન્ય થતો હોય છે. આમ, છતાં વેપારીએ 5 રૂ ( ઉપર વ્યાટેક્સ) જ ભરવાનું થતું હતું. આ નિયમ ઉપર વિવિધ વેપારી સંગઠનો તથા ખાસ કરી ને ટેક્સ પ્રેકટીશનારોના સંગઠનો એ વિરોધ જતાવ્યો હતો. કાયદામાં ફેરફાર હવે 1 સપ્ટેમ્બરે લાગુ કરવામાં આવ્યો હોય ટેક્સ પ્રેકટિશનર્સમાં એ બાબત ચર્ચાનો વિષય બન્યો છે કે આ સુધારો પાછલી અસરથી ગણાશે કે નહીં?? જો આ સુધારો માત્ર 01 સપ્ટેમ્બરથી લાગુ ગણાશે તો 01 જુલાઇ 2017 થી 31 ઓગસ્ટ 2020 સુધી અનેક કરદાતા આ ઘાતકી જોગવાઈના ભોગ બનશે તે બાબત નક્કી છે. લેખકના મત પ્રમાણે જાહેરનામાના શબ્દો જોતાં આ સુધારો 01 સપ્ટેમ્બર 2020 થી લાગુ ગણાય, પણ એ બાબત ચોક્કસ છે કે આ સુધારો “ક્લેરીફીકેટરી” ગણાય અને પાછલી અસરથી લાગુ થાય તેવા ચૂકાદાઓ કોર્ટ દ્વારા આપવામાં આવે તેવી શક્યતા વધુ છે.
આ ચુકાદાઑની રાહ જોવાના બદલે સરકાર દ્વારા આ જોગવાઈનો સુધારો પાછલી તારીખથી લાગુ થશે તે અંગે ખુલાસો કરવામાં આવે તેવી આશા કરદાતાઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર
નોટિફિકેશન: Applicability of Amendement to Section 50 GST