ચેરિટેબલ ટ્રસ્ટ અંગે મુંજવતા પ્રશ્ન

Spread the love
Reading Time: 5 minutes

                          આજ રોજ હું આપ સોમિત્રો ની સામે ચેરિટેબલ ટ્રસ્ટ ને લગતા વિવિધ મુંજવતા પ્રશ્ન    


      સવાલ અને જવાબ ના સ્વરૂપ માં રજૂ કરું છુ. જે નીચે મુજબ છે.

સ.  કોઈ પણ ટ્રસ્ટને આવક માંથીમુક્તિ ક્યારે માલી શકે ?

જ. કલમ 11 , 12 , 12a  અને 13 નીજોગવાઈઓને આધીન ટ્રસ્ટને  આવકવેરા માથી મુક્તિ મળે છે.ટ્રસ્ટ કાયદા મુજબ સ્થપાયેલું હોવું જોઈએ. અને તેના તેના હેતુઓ  “ સખાવતી હેતુ “  શબ્દોની  વ્યાખ્યાની અંદર હૉવા જોઈએ.

સ. સખાવતી હેતુનો અર્થ એટલે શું ?                                                           

જ. સખાવતી નો અર્થ એટલે કલમ 2 (15) મુજબ ગરીબો ને રાહત , શિક્ષણ, તબીબી સારવાર ,સહાય , અને સામાન્ય લોકોને ઉપયોગી હોય તેવા કોઈપણ હેતુનીપૂર્તિનો સમાવેશ થાય છે.

સ. ટ્રસ્ટની મુક્તિનો દાવો કરવા ટ્રસ્ટ માટેની જરૂરી શરતો કઈ છે ?

જ.  કરમુક્તિ નો દાવો કરવા ટ્રસ્ટ માટેની જરૂરી શરતોનીચે મુજબ છે.

      – જે માથી આવક મળતી હોય તે સંપતિ ટ્રસ્ટ હેઠળ કે  અન્ય કાનૂની બંધન હેઠળ હોવી        જોઈએ.

      – સંપતિ ધાર્મિક હેતુ કે સખાવતી  હેતુ માટે રાખવી જોઈએ.

      – કોઈ ચોક્કસ સમુદાય કે ગણાતી ના લાભ માટે ટ્રસ્ટની રચના થવી ના જોઈએ

      – ટ્રસ્ટ સ્થાપના કરનાર કે અન્ય  ચોક્કસ વ્યક્તિઑના લાભ માટે આવકનો કોઈ હિસ્સો હોવો ન જોઈએ .

      – સંપતિ સંપૂર્ણપણે સખાવતી હેતુ માટે જ હોવી જોઈએ .

સ. કરમુક્તિનો દાવો કરતુ ટ્રસ્ટધંધો – વેપાર પણ કરી શકે ?

જ.- વ્યવસાયના નફા પર કરમુક્તિ મળીના શકે , સિવાય કે, ચેરીટેબલ ટ્રસ્ટ ના હેતુ પાર પાડવા  માટે વ્યવસાય કરતું હોય.

   – હિસાબોના અલગ ચોપડાઑ રાખવામા આવતા હોય

સ.  જો વેપાર કરતું ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત શરતો પૂરીન કરાય તો તેના પર કઈ રીતે વેરો લાગશે ?

જ.  વ્યક્તિ દર પર લાગુ પડતો હોય તે દરે કર લાગુ પડશે.

સ.  શું ચેરીટેબલ ટ્રસ્ટ આવકવેરા ખાતાં નોંધણી કરવી જોઈએ.?

જ.  ટ્રસ્ટ ની સ્થાપના તારીખથી એક વર્ષ ની અંદર ફ્રોમ 10a માં નોંધણી કરવી  જોઈએ.

સ. ચેરિટેબલ ટ્રસ્ટ ના હિસાબોનુંઓડિટ થવું જોઈએ?

જ. જે વર્ષમાં ચેરીટેબલ ટ્રસ્ટ નીઆવક કલમ 11 અને 12 જોગ્વાઇઑ અમલમાં લાવ્યા વગર અઢી  લાખ કરતાં વધી જાય તે હિસાબી વર્ષ માટે ફ્રોમ નો 10બીબી માં હિસાબોનું ઓડિટ થવું જોઈએ, આવો રિપોર્ટ ફ્રોમ 10 બીબી માં લઈ તેને આવક વેરા ના રિટર્ન સાથેમોકલવાનું રહેશે.

સ. જ્યારે આવક 85 %  ન થાય ત્યારે અમારે શું કરવું ?

જ. -જો આવક સંબંધિત અગાઉના વર્ષમાંન મળી હોય તો ચેરીટેબલ ટ્રસ્ટને જે વર્ષમાં આવક મળે તે અગાઉના વર્ષમાંવાપરવાનો અથવા આવા વર્ષના તરત પહેલાના વર્ષમાં વાપરવાનો વિકલ્પ આપવામાં આવે છે.                       

    – બીજા એક કિસ્સામાં ટ્રસ્ટને જે વર્ષમાં આવકમળે તે અગાઉના વર્ષના પછીના તત્કાલીક અગાઉના વર્ષ   માં આવક વાપરવનો વિકલ્પ મળે છે. વધારાયેલ સમય મુદતનો નો લાભ લેવા માટે  ટ્રસ્ટે  કલમ  139 હેઠળની સમય મર્યાદા અંદર કલમ 11(1)નીસમજૂતી (2) મુજબ લેખિતમાં વિકલ્પ અજમાવવો  જોઇએ.

સ.  કેટલીક ચોક્કસ વ્યક્તિઓને લાભ માટે ચેરીટેબલટ્રસ્ટ તેની આવક વાપરી ના  શકે. આ વ્યક્તિઑકઈ છે?

જ.   –  ટ્રસ્ટ નો કર્તા

       – 100,000 કરતાં વધુ રકમનું કુલ પ્રદાન કરનાર વ્યક્તિ

       –  Huf નો કોઈ પણ સભ્ય જયાં તેના કર્તા

       –  ટ્રસ્ટ નો કોઈ પણ ટ્રસ્ટી       

      –  ટ્રસ્ટરચનાર  કોઈ પણ ટ્રસ્ટી, સભ્ય ,ટ્રસ્ટીનો કોઈ પણ સગા સંબધી

સ.  ટ્રસ્ટની આવક કયારે હિત ધારવતા વ્યક્તિઓના લાભમાટે લાગુ કરી હોવાનું ગણાશે ?

જ. – જ્યારે આવકે સંપતિનો કોઈહિસ્સો કયાં તો યોગ્ય બહેધરી અથવા યોગ્ય વ્યાજ કે બંને વગર કાઇ હિત ધરાવતીવ્યક્તિને ઉછીનો આપવામાં આવે

     – જ્યારેકોઈ જમીન ઇમારત કે અન્ય કોઈ સંપતિ યોગ્ય ભાડા કે અન્ય વળતર વગર કોઈ હિત   ધરાવતી વ્યક્તિનાઉપયોગ માટે આપવામાં આવે

     – જ્યારે કોઈ હિત ધરાવતી વ્યક્તિને પગાર , ભથ્થા કે બીજી કોઈ રીતે અપ્રમાણસર રકમ ચૂકવવામાં આવે

     – જ્યારે યોગ્ય માહેનતણા વગર ટ્રસ્ટ ની સેવાઑ કોઈ હિત ધરાવતી વ્યક્તિને આપવામાં આવે

     – જ્યારેયોગ્ય રકમ કરતાં વધુ રકમ આપીને કોઈ હિત ધરાવતી વ્યક્તિ પાસેથી ટ્રસ્ટ કે ટ્રસ્ટવતી કોઈ શેર સિક્યોરિટીકે અન્ય કોઈ સંપતિ ખરીદવામાં આવે. – જ્યારે રૂપીયા 1000 થી વધુ ટ્રસ્ટની કોઈ આવકકે સંપતિ હિત ધરાવતી  વ્યક્તિનાપક્ષમાં વળવામાં આવે.

    –  જ્યારે ટ્રસ્ટનું કોઈ ભંડોળ કોઈ આવી સંસ્થામાંરોકવામાં અને જેમાં હિત ધરાવતી વ્યક્તિ નું મહત્વનું હિત સમયેલું હોય જ્યારે રોકાણ માં આવેલું  કુલ ભંડોળ સંસ્થાની મૂડી ના 5 % થી વધતું ન હોયતો આવા મૂડી રોકાણ માથી ટ્રસ્ટને મળતી આવક સિવાઈ કોઈ આવકની ઉપયોગિતાનાસંદર્ભે કલમ 11 હેઠળ કરમુક્તિ નકરવામાં નહીં આવે.

સ.    શું હિત ધરાવતી વ્યક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ પાસેથી તબીબી કે શેક્ષણિક સુવિધાઑ લઈ શકે ?

જ. – કલમ 13 (સી) કહે છે કે શેક્ષણિકસંસ્થા કે તબીબી સંસ્થા કે હોસ્પિટલ ચલાવતા ચેરીટેબલ કે ધાર્મિક ટ્રસ્ટને માત્ર એવા કારણસર કરમુક્તિના  લાભનો  ઇનકારન કરી  શકાય  કે આ ટ્રસ્ટ  હિત  ધરાવતીવ્યક્તિઑને શેક્ષણિક કે તબીબી સુવીધાઑ આપી શકાય

   – કલમ 12(2) કહે છે કે કોઈ હિતધરાવતી વ્યક્તિને આપેલ કોઈ તબીબી કે શેક્ષણિક સેવાઑ આ ટ્રસ્ટની આવકગણાશે અને તેના પર આવક વેરો લાગશે.

સ.    ચેરીટેબલ ટ્રસ્ટ પર કઈ રીતે આવક વેરો લાગે છે.?

જ.  – કલમ 11/12 હેઠળ જે આવક પર કરમુક્તિ નથી તેના પર એ રીતે વેરો ન ખાય છે

     – સંપૂર્ણ રીતે સખાવતી કે ધાર્મિક હેતુઑ માટે ટ્રસ્ટ હેઠળ રચાયેલી સંપતિ માંથી થયેલ આવક.

     – એવા કોઈ નિર્દશ વગર થયેલ સ્વૈચ્છિક પ્રદાન કે તે ટ્રસ્ટ ના ભંડોળ નો હિસ્સો બનશે.

     –  હેતુઓ સહયોગી હોય તેવા નફા અને લાભો હોય તેવીઆવક અને અલગ રીતે હિસાબો રાખતા હોય

સ.   શું ચેરીટેબલ ટ્રસ્ટ બીજા કોઈ ચેરીટેબલ ટ્રસ્ટને દાન આપી શકે ?  

જ.   હા તેઆપી શકે .

સ.  જ્યારે ચેરિટેબલ ટ્રસ્ટને કરમુક્તિ મળી હોયત્યારે તેણે આવકનું રિટર્ન ભરવું જોઈએ ?

જ.  જો ચેરિટેબલ ટ્રસ્ટની કુલ આવક કલમ 11,12,અને 13a  હેઠળ  કરમુક્તિનો  દાવો કરતાં પહેલા મહતમ રકમ જેના પર વેરો ન લાગુ પડતો હોય તેના થીવધુ થાય તો રિટર્ન ભરવું જરૂરી બને છે.

સ.   શુંખર્ચના વળતર ને આવકની ઉપયોગિતા તરીકે ગણી શકાય ?

જ.   અગાઉના વર્ષના ખર્ચનું વળતર ,વળતરના વર્ષની ઉપયોગિતા છે.

સ.  કલમ 11 હેઠળ કરમુક્તિ દાવો રમત ગમતને ઉતેજન સાથેજોડાયેલ એસોસિએશનકરી શકે?

જ.  હા  તારીખ 24, સપ્ટેબર 1984 ના રોજના પરિપત્ર ન. 395 મુજબ કલમ 10(23) હેઠળ જો તેની મંજૂરીન હોય તો પણ દાવો કરી શકે  છે.

સ.  શું ચેરિટેબલ ટ્રસ્ટ અગાઉના વર્ષ નીઆવકનીવધારાની ઉપયોગિતા ચાલુ વર્ષની આવકની તંગી સામે માંડી વાળી શકે છે. ?

જ.  હા

સ.  શું વેરાની ચુકવણી આવક વેરાની ઉપયોગિતા તરીકેગણી શકાય ?

જ.  હા

સ.  ચેરિટેબલ ટ્રસ્ટ ની કઈ આવક કરમુક્તિને પાત્ર છે ?

જ.  – ચેરિટેબલ ટ્રસ્ટ ની આવક કરમુક્તિને પાત્ર છે. જો તે

     –  સંપૂર્ણ પણે સખાવતી કે ધાર્મિક હેતુઑ માટેટ્રસ્ટ હેઠળ રખાયેલી સંપતિ માથી પેદા થાય અને આવા હેતુઑમાટે તેનો અમુક ઉપયોગ ભારતમાં કરાયો હોય

    –   આંશિક રીતે આવા હેતુઓ માટે ટ્રસ્ટ હેઠળ રખાયેલીસંપતિ માથી આવક પેદા થાય અને આવા હેતુઑ માટેભારતમાં તેનો અમુક હદે ઉપયોગ કરવામાં આવે.   

–    ટ્રસ્ટ ના ભંડોળ પેટે મળેલુ સ્વૈચ્છિક પ્રદાન

સ.   શું દિવાની કોર્ટ ટ્રસ્ટ ડીડ ને સુધારો કરી શકે છે ?

જ. –  ના  તે સુધારી ન શકે . પરંતુ સિવિલ કોર્ટ નો  નિર્ણય આવકવેરા અધિકારીઓને બંધનકર્તા છે.

     –  ટ્રસ્ટનોસ્થાપક (કર્તા ) પણ મૂળ હેતુઓને નાબૂદ ન કરી શકે પરંતુ ને વધુ સખાવતી હેતુઓ ઉમેરીજરૂર શકે.

સ . આવક ના 15 % ની ગણતરી કુલ આવકપર થવી જોઈએ કે ચોખ્ખી આવક પર.? 

જ . કલમ 11(1 ) હેઠળ આવકના 15 % પર કરમુક્તિ કુલ આવક પર છે અને નહીં કે ચોખ્ખી સિલક પર

સ.  ચેરીટેબલ ટ્રસ્ટની આવક ગણતી વખતે આવકવેરા અધિનિયમ હેઠળ કાનૂની કપાત કરવી જોઈએ .

જ.  ના , કલમ 14 હેઠળ આવકના માથાળને કોઈ સંબંધ નથી. જ્યારે ટ્રસ્ટસંચય નો લાભ ગુમાવે છે ત્યારે આ લાગુ પડે છે.

સ. શું ચેરીટેબલ ટ્રસ્ટ ખાનગીવ્યક્તિ ના નામે હોય શકે ?

જ. હા  તેનું નામ ખાનગી વ્યક્તિ ના નામે હોય શકે છેપરંતુ  તેનો હેતુ વધુ અગત્યનો છે.

સ. શેક્ષણિક સંસ્થા ઓને આર્થિકસહાય આપતી સંસ્થાઑ કલમ 11 હેઠળ કરમુક્તિનો દાવો કરી શકે ?

જ. હા

સ. હોસ્પિટલ ચલાવતું ફાઉન્ડેશન કલમ11 હેઠળ કરમુક્તિ માગી શકે?

જ. હા

ઇમરાન ચોરવાડા ટેક્સ ટૂડે રિપોર્ટર

error: Content is protected !!