સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

નોંધ: CA મોનીષ શાહ, વિદેશ માં હોય આ અંક માં પોતાનો અભિપ્રાય આપી શક્યા નથી. 

તારીખ: 08TH જુલાઇ  2019

  1. અમારા અસીલ બુટ ચપ્પલ ના ધંધાર્થી છે. વર્ષ 2017 18 તથા 2018-19 માટે ભાડું 5000 મહિના લેખે ચૂકવેલ છે. 31.3.18 તથા 31.3.19 ના રોજ રૂ 60000/- વાર્ષિક ચૂકવેલ છે. ભાડું મેળવનાર GST નંબર ધરાવતા નથી. શું મારે ઉપરોક્ત ખર્ચ ઉપર RCM ચૂકવવો પડે?                                                                                                   પાર્થ વાલાની, વઢવાણ

જવાબ: બિન નોંધાયેલ વ્યક્તિ પાસે થી કોઈ સેવા લેવામાં આવી હોય તો જી.એસ.ટી. કાયદા ની કલમ 9(4) હેઠળ RCM ચૂકવવા પાત્ર બને. હાલ કલમ 9(4) હેઠળ RCM માત્ર નિર્દિષ્ટ બિનનોંધાયેલ વ્યક્તિ પાસે ની ખરીદી તથા સેવાઓ ઉપર લાગતો હોય હાલ કોઈ વસ્તુ કે સેવા નિર્દિષ્ટ ના કરેલ હોય 12.10.2017 પછી RCM ના લાગે. 01.07.2019 થી 12.10.2017 સુધી માં આ RCM લાગે.

                                                                            

  1. મારા અસીલ ગુજરાત માં જી.એસ.ટી. નંબર ધરાવે છે. હવે તેઓ ગુજરાતમાં જ નવો ધંધો શરૂ કરે છે. શું તેમને ફરજિયાત નવો નંબર લેવા પડે કે વધારા ના નંબર તરીકે ધંધો ચલાવી શકે? બિઝનેસ વર્ટીકલ ની વ્યાખ્યા સાવજવવા વિનંતી.                                                                                                                                                           હેલ્પ ડેસ્ક કન્સલ્ટન્સી

જવાબ: જી.એસ.ટી કાયદા માં આવેલ સુધારા બાદ હવે બિઝનેસ વર્ટીકલ નું મહત્વ રહેતું નથી. એક PAN ઉપર કરદાતા ધારે તેટલા બિઝનેસ કરી શકે. પોતે ઈચ્છે તો અલગ અલગ જી.એસ.ટી. પણ લઈ શકે.

  1. અમારા અસીલ કરપાત્ર માલ ના ઉત્પાદક છે. તેઓ અમારા ફેક્ટરી માં કામ કરતાં મજૂરો ને ડેઇલી વેજીસ ચૂકવે છે. ESI PF વગેરે કાયદા મુજબ ચૂકવે છે. અમારી ફેક્ટરી માં મશીન રીપેર તથા અન્ય ટેકનિકલ સેવાઓ જી.એસ.ટી. હેઠળ બિન નોંધાયેલ વ્યક્તિ પાસે થી મેળવીએ છીએ. આ બાબતે અમારે RCM ભરવો પડે કે નહીં?                                                                        પાર્થ વાલાની, વઢવાણ

જવાબ: હાલ, જી.એસ.ટી. કાયદા ની કલમ 9(4) હેઠળ જે માલ કે સેવા ને નિર્દિસ્ટ કરવામાં આવેલ છે, તેમાં તમે જણાવેલ કોઈ બિન નોંધાયેલ ખર્ચ માટે RCM હાલ ચૂકવવા પાત્ર થતો નથી.

 

  1. અમારા અસીલ નું 14.06.2019 ના રોજ અવસાન થયેલ છે. તેમના શો રૂમ માં 50 લાખ નો છે જે 18% લેખે કર ને પાત્ર છે. ક્રેડિટ લેજર માં કોઈ ITC બાકી રહેતી નથી. તો આ ધંધો વારસદાર ને ટ્રાન્સફર કરવા માટે શું વિધિ કરવાની રહે. બંધ સ્ટોક પર જી.એસ.ટી. ભરવો પડે? CA નું સર્ટિફિકેટ મેળવવું પડે? આ અંગે સક્ષેશન સર્ટિફિકેટ મેળવવું પડે અને હા તો કેમ તે જણાવવા વિનંતી.

જવાબ: આપના અસીલ નું અવસાન થવાથી તેમના વરસદારે, મૃત્યુ ના સંજોગો દર્શાવી, જૂના જી.એસ.ટી. નોંધણી નંબર નો ઉલ્લેખ કરી નવો જી.એસ.ટી. નંબર લેવાનો રહેશે. કોઈ ક્રેડિટ બાકી ના રહેતી હોય ક્રેડિટ ટ્રાન્સ્ફ્રર કરવા નો કોઈ પ્રશ્ન નથી. આમ તમારે CA સર્ટિફિકેટ મેળવવા ની કે અન્ય કોઈ વિધિ કરવાની જરૂર રહેતી નથી. તમારે જૂનો નંબર રદ કરવા માટે લીગલ હેર ને ઉમેરવું પડશે. જે માટે તમારે તમારા ક્ષેત્રિય ઓફિસર ને અરજી કરવાની રહેશે. આ કામ એડિફેવિટ ઉપર થઈ શકશે તેવું અમારું માનવું છે. સકશેશન સર્ટિફિકેટ લેવાની જરૂર રહેતી નથી.

 

  1. મારા અસીલ સિક્યોરિટી સર્વિસ પ્રોવાઇડર છે. તેઓ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. નોટિફિકેશન 29/2018 થી સિક્યોરિટી સર્વિસ ને RCM હેઠળ ભરવાપાત્ર કરેલ છે. મારા અસીલ પાસે ઈન્પુટ ક્રેડિટ ભેગી થયેલ છે. હવે જ્યારે આ સર્વિસ RCM હેઠળ આવી ગઈ છે તો મારા અસીલ ને શું ભેગી થયેલ ક્રેડિટ નું રિફંડ મળી શકે? વિરલ ભગદેવ, એડવોકેટ

જવાબ: સિક્યોરિટી સર્વિસ હાલ RCM માં હોય આપે જમા રહેલ ક્રેડિટ ને રિવર્સ કરવાની રહે. અમારા માટે RCM હેઠળ આવતી સર્વિસ ને પણ જો ફોરવર્ડ ચાર્જ માં ટેક્સ ભરવામાં આવે તો તમે ક્રેડિટ નો ઉપયોગ કરી શકો છો.

  1. મારા અસીલ ના કિસ્સા માં જુલાઇ 2017 માં IGST ની ક્રેડિટ 100000/- ની હતી. શરત ચૂક થી 3B ભરવામાં SGST 50000 તથા CGST 50000 તરીકે દર્શાવેલ છે. હવે GSTR 9 માં આ ભૂલ કેવીર રીતર સુધારી શકાય તે જણાવવા વિનંતી.       પાર્થ વાલાની, વઢવાણ

જવાબ: આપના કિસ્સામાં GSTR 9 માં આ ક્રેડિટ સાચી દર્શાવવી. આમ કરવાથી GSTR 9 માંIGST માં ક્રેડિટ વધશે તથા CGST તથા SGST માં રકમ ભરવાની દર્શાવશે. આકારણી સમયે અધિકારી આ અંગે RAO (રિફંડ એદ્જ્સ્ત્મેંટ ઓર્ડર) કરવાનો રહે. CGST તથા SGST એક્ટ ની કલમ 77 અને IGST ની કલમ 19 મુજબ આમ દર્શાવવા થી કોઈ વ્યાજ લાગે નહીં થવું અમારું માનવું છે. આ કલમો જોઈ જવા વિનંતી.

  1. અમારા અસીલ બિયારણ નો ધંધો કરે છે. તેમનો માલ જી.એસ.ટી .હેઠળ કરમુક્ત છે. અમારો પ્રશ્ન એ છે કે આવા બિયારણ ના વેચાણ પર ટ્રાન્સપોર્ટેશન ની સેવા માફી ગણાઈ કે કરપાત્ર?                                 જે.વી. પટેલ, જેતપુર

જવાબ: આપના અસિલે કરમુક્ત માલ માટે પણ GTA (ટ્રાન્સપોર્ટ) સેવા ઉપર RCM ભરવાનો રહેશે. હા, 12/2017 માં જો મુક્તિ મળે તેવી સેવા હોય તો RCM માઠી મુક્તિ મળી શકે. કરમુક્ત માલ હોય ક્રેડિટ મળવાની ના હોય આ અંગે ખાસ વાંચન કરવું જરૂરી છે.

  1. મારા અસીલ વેટ કાયદા હેઠળ રેગ્યુલર વેપારી હતા. 01.07.17 થી જી.એસ.ટી. હેઠળ તેમણે કંપોઝીશન માટે અરજી કરેલ છે. હવે પ્રશ્ન એ છે કે 30.06.2019 ના રોજ નો સ્ટોક નું રિવર્સલ વેટ માં કરવાનું થાય કે જી.એસ.ટી. માં? દિપેશ લાવા રાજકોટ

જવાબ: આપના વેટ કાયદા હેઠળ રહેલ સ્ટોક માટે રિવર્સલ વેટ કાયદા હેઠળ કરવાનું રહે. આ અંગે વેટ કાયદા માં આવેલ સુધારો જોવા વિનંતી.

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

 

અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો

અંક 1: 25.03.2019

https://taxtoday.co.in/news/9908

અંક 2: 01.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 3: 08.04.2019

https://taxtoday.co.in/news/9978

અંક 4: 15.04.2019

https://taxtoday.co.in/news/10007

અંક 5: 22.04.2019

https://taxtoday.co.in/news/10029

અંક 6: 29.04.2019

https://taxtoday.co.in/news/10065

અંક 7: 06.05.2019

https://taxtoday.co.in/news/10103

અંક 8: 13.05.2019

https://taxtoday.co.in/news/10119

અંક 9: 20.05.2019

https://taxtoday.co.in/news/10148

અંક 10: 27.05.2019

https://taxtoday.co.in/news/10161

અંક 11: 03.06.2019

https://taxtoday.co.in/news/10220

અંક 12. 10.06.2019

https://taxtoday.co.in/news/10242

અંક 13: 17.06.2019

https://taxtoday.co.in/news/10242

અંક 14: 24.06.2019

https://taxtoday.co.in/news/10271

અંક 15: 01.07.2019

https://taxtoday.co.in/news/10306

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!