2000 ની નોટ હજુ છે વૈધ: પોસ્ટ ઓફિસ પર આ નોટો બદલવી શકશે સામાન્ય જનતા

Spread the love
Reading Time: < 1 minute

2000 ની નોટ સપ્ટેમ્બર સુધીમાં બેન્કમાં જમા કરાવવાની હતી જરૂરિયાત: 2000 ની નોટો ભૂલથી રહી ગઈ હોય તેવા લોકો હતા ચિંતિત

તા. 03.11.2023: RBI દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં 2000 ની નોટો બેન્કમાં જમા કરાવવાની અથવા બદલી કરવાની થતી હતી. ઘણા લોકો આ 2000 ની નોટો બેન્કમાં જમા કરાવવા કે બદલાવવાનું ચૂકી ગયા હતા. આ કારણે લોકો ચિંતિત હતા. RBI દ્વારા 01 નવેમ્બર 2023 ના રોજ પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી ખુલાસો કરવામાં આવ્યો છે કે 2000/- ની નોટ આજે પણ વૈધ ચલણ જ છે. કઈ વ્યક્તિ આ 2000 ની નોટ જમા કરાવવાનું ચૂકી ગયા હોય તો તેઓ દેશભારની RBI ની 19 બ્રાન્ચમાં આ નોટો જમા કરવી શકે છે. આ ઉપરાંત સામાન્ય જનતાની સગવડતા માટે દેશભરની પોસ્ટ ઓફિસોમાં પણ આ નોટો જમા કરાવવાની સગવડતા આપવામાં આવી છે. RBI દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે 2000 ની કુલ નોટો પૈકી લગભગ 97% નોટો પરત થઈ ગઈ છે. આ ખુલાસા સાથે જ ઘણા લોકો જેમની પાસે આ નોટો રહી ગયેલ છે તેઓએ રાહતની લાગણી અનુભવી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!