સતત પાંચમા મહિને જી.એસ.ટી.નું કલેક્શન 1 લાખ કરોડ ને પાર
ફેબ્રુઆરી 2021 માં જી.એસ.ટી. કલેક્શન 1.13 લાખ કરોડ!
તા. 01.03.2021: ફેબ્રુઆરી જી.એસ.ટી. કલેક્શનના આંકડા આજ રોજ બહાર પાડવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં જી.એસ.ટી. નું કુલ કલેક્શન 1.13 લાખ કરોડ રહેવા પામ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં જી.એસ.ટી. ની આવક 1,13,143 કરોડ રહેવા પામી છે. આ કલેક્શન પૈકી કેન્દ્રિય કર એટલેકે CGST નું કલેક્શન 21092 કરોડ, રાજ્યોના કર એટ્લેકે SGST નું કલેક્શન 27273 કરોડ, ઇમ્પોર્ટ સહિત IGST નું કલેક્શન 55253 કરોડ તથા CESS નું કલેક્શન 9525 કરોડ રહેવા પામ્યું છે. ફેબ્રુઆરી 2020 ના સાપેક્ષમાં આ કલેક્શન 7% વધુ રહેવા પામ્યું છે. અમુક રાજ્યોમાં લોકડાઉન હોવા છતાં 1 લાખ કરોડ થી વધુ જી.એસ.ટી. કલેક્શનને જાણકારો ભારતના સુધરતા અર્થતંત્રની નિશાની માની રહ્યા છે. સતત 5 મહિનાથી જી.એસ.ટી.નું કલેક્શન 1 લાખ કરોડથી વધુ આવતા સરકાર માટે ખૂબ રાહતના સમાચાર ગણવામાં આવી રહ્યા છે. ભવ્ય પોપટ, બિઝનેસ ડેસ્ક.