સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 04TH FEBRUARY 2023
Tax Today-The Monthly News Paper
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે)
04TH FEBRUARY 2023
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી./વેટ
- અમારા અસીલ મકાન બાંધકામનું કામ કરે છે. તેઓ જ્યારે જમીન ખરીદે છે ત્યારે તે જમીનનો દસ્તાવેજ જમીન વેચનાર પાસેથી ખરીદનારના નામે કરી આપે છે અને ત્યારબાદ પોતે તે જમીન ઉપર બાંધકામ ખરીદનારને કરી આપે છે. આ વ્યવહાર ઉપર બાંધકામની રકમ ઉપર અમે 18% જી.એસ.ટી. ભરીએ છીએ. આ વ્યવહારમાં ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે? વિરલ જે જડવાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ
જવાબ: હા, આ વ્યવહારો ઉપર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે તેવો અમારો મત છે.
- અમારા અસીલનું ટર્નઓવર 10 કરોડ ઉપર છે. ડિસેમ્બર 2022 ના GSTR 1 રિટર્નમાં HSN સમરી ફાઇલ થઈ શકી નથી. શું આ ભૂલના લીધે GSTR 9 કે 9C ભરવામાં કોઈ તકલીફ આવી શકે છે? શું આગામી મહિનાના GSTR 1 માં આ HSN સમરી ઉમેરીને આ ભૂલ સુધારી શકાય? પિયુષ લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કચ્છ
જવાબ: ના, અમારા મતે GSTR 9 ભરવામાં કોઈ તકલીફ આવે નહીં, જ્યારે કોઈ વાર કોઈ અધિકારી આ GSTR 1 ને ડિફેક્ટિવ ગણી શકે છે. સર્ક્યુલર 26/2017 મુજબ આગામી GSTR 1 માં આ રકમ ઉમેરવામાં આવે તો ચાલે તેવો અમારો મત છે.
- પેસ્ટીસઇડ ઉપર જી.એસ.ટી. નો દર હાલ 18% છે. શું બજેટમાં પેસ્ટીસાઈડના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે? નિમેષ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ
જવાબ: ના, બજેટમાં પેસ્ટીસાઈડના દરોમાં કોઈ ફેર નથી તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.