સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટસના Dt. 21.02.2026

0
Spread the love
Reading Time: 3 minutes

Tax Today Experts

CA Monish Shah, Ahmedabad

CA Divyesh Sodha, Porbandar

Adv. Lalit Ganatra, Jetpur

Adv. Bhavya Popat, Una


તા. ૨૧.૦૨.૨૦૨૬

જી.એસ.ટી.

૧. એક ક્લાઈન્ટ પાસે 3 માળની માલિકીની  બિલ્ડિંગ છે જેમાં ૧૨થી૧૫ રૂમ,ફર્નિચર,  ફકશન હોલ,  કિચન તેમજ વાસણ લાઈટિંગ મંડપ ac ની સગવડ છે. લગ્ન કે ધાર્મિક સામાજિક  પ્રસંગમાં જગ્યા 2-3 દિવસ કે  પ્રસંગ ની જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા  આપે છે જે બદલ ભાડું લે છે (છ માસ થી શરૂ કરેલ છે) અને હજુ ટર્નઓવર/receipt 5 લાખ આસપાસ છે. તેઓ સ્વેછીંક રજી. લેવા માંગે છે. તો GST રજિસ્ટ્રેશન લેતી વખતે SAC 997212 લાગુ પડે કે અન્ય કોઈ? અને 50 લાખ થી ઓછી રીસીપ્ટ હોય તો કોમ્પીઝિશન સ્કીમ ઓપ્ટ કરી શકાય? એટલે કે GST ની કલમ 10-2A (d) પ્રમાણે આવી સર્વિસ ને 6% સ્કીમ નો લાભ ના મળે એવુ કઈ સ્પેસિફાઇડ નોટીફીકેશન છે?.. આપનો કાયદાકીય  અભિપ્રાય આપવા વિનંતી.            ધર્મેશ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: હા, તમારા અસીલ દ્વારા આપવામાં આવતી સેવા SAC ૯૯૭૨૧૨ જ લાગુ પડશે. જી.એસ.ટી. કાયદાની કલમ ૧૦(૨A) હેઠળ ૫૦ લાખ સુધીની રીસીપ્ટ હોય તો આપના અસીલ કમ્પોઝીશન સ્કીમ પણ ઓપ્ટ કરી ૬% વેરો ભરવા જવાબદાર બને તેવો અમારો મત છે.


૨. CBIC નોટીફીકેશન નં.5/2025 તા.16/01/2025 થી સ્પેશીફાઇડ યુનીટ માટે જી.એસ.ટી. રેઇટ ની નવી જોગવાઇ લાગુ કરેલ છે. આ માટે અમારા પ્રશ્નો નીચે મુજબ છે.     જે.વી. પટેલ એન્ડ કુ., જેતપુર  

1) આ જોગવાઇ હોટેલ અને રેસ્ટોરન્ટની સેવા આપતા યુનીટને જ લાગુ પડે કે માત્ર હોટેલ(રહેણાંક) સેવા આપતા યુનીટ ને પણ લાગુ પડે.

જવાબ: આ નોટીફીકેશન હોટેલ અને રેસટોરંટ બન્ને હોય તેવા યુનિટને જ લાગુ પડે. માત્ર હોટેલ રહેણાંકી રૂમની સેવા પૂરી પાડતી હોય તેમને લાગુ પડે નહિ.

2) રુમ દીઠ રુ.7500 થી વધુ ભાડું વસુલતા યુનીટ ને સ્પેશીફાઇડ યુનીટ માટે અરજી કરવી ફરજીયાત છે કે મરજીયાત છે.

જે હોટેલને પાછલા વર્ષમાં કોઈ પણ એક રૂમનું ભાડું ૭૫૦૦ થી ઉપર થયું હોય તેવા યુનિટ ફરજીયાત (By Default) “સ્પેસીફાઈડ યુનિટ” ગણાશે. તેમના માટે કોઈ અરજી કરવી ફરજીયાત નથી. જે હોટેલ મરજિયાત રીતે (પાછલા વર્ષમાં ભાડું કોઈ રૂમનું ૭૫૦૦ થી વધુ નાં થયું હોય તો પણ) “સ્પેસીફાઈડ પ્રીમાંઈસીસ” તરીકે ૧૮% વેરો ઉઘરાવવા માંગતી હોય તેમના માટે અરજી કરવી ફરજીયાત છે તેવો અમારો મત છે.

3) જો મરજીયાત હોય તો આવા યુનીટ માટે જી.એસ.ટી. નો રેઇટ

  1. A) અમુક રુમ નું ભાડું રુ.7500 થી ઓછું હોય અને
  2. B) અમુક રુમ નું ભાડું રુ.7500 થી વધુ હોય તો

બન્ને માટે ક્યો ક્યો રેઇટ લાગું પડે ?

જવાબ: નોટીફીકેશન ૫/૨૦૨૫ એ હોટેલ સાથે સલંગ્ન રેસ્ટોરંટ ના જી.એસ.ટી. ના દરો નક્કી કરે છે, રૂમ માટેના જી.એસ.ટી. દરો નક્કી કરતુ નથી. આમ, પાછલા વર્ષમાં એટલે કે ૨૦૨૪-૨૫ માં કોઈ એક પણ હોટેલના રૂમ ૭૫૦૦/- ઉપર વેચાણ થયેલ હોય તો સમગ્ર વર્ષના રેસ્ટોરંટના દર ૧૮% થઇ જાય છે. રૂમ માટેના જી.એસ.ટી. દરો તો ૭૫૦૦ સુધી ૫% (ITC વગર) (નોટીફીકેશન ૧૫/૨૦૨૫, તા. ૨૨.૦૯.૨૦૨૬ થી) અને તેના ઉપર ૧૮% જ રહેશે.

4) રુ.7500 થી ઓછું ભાડું વસુલતા યુનીટ 5% ને બદલે 18% જી.એસ.ટી. વસુલ કરવા માંગતા હોય તો સ્પેશીફાઇડ યુનીટ માટે અરજી કરવી પડે ?

જવાબ: હા, ૭૫૦૦/- થી ઓછુ રૂમ ભાડું વસુલ કરતી હોટેલ દ્વારા જો સ્પેસીફાઈડ પ્રીમાંઈસીસ તરીકે ૧૮% જી.એસ.ટી. ઉઘરાવવા માંગતા હોય તો અરજી કરવી જરૂરી છે.


“ડિસ્ક્લેમર” (ખાસ નોંધ)

૧. ટેક્સ ટુડેમાં પૂછવામાં આવતા દરેક પ્રશ્નોના જવાબ એક્સપર્ટસ પોતાના જે તે વિષય ઉપરના અભિપ્રાય સ્વરૂપે આપે છે. આ અભિપ્રાય ઉપર અમલ કરવો કે નાં કરવો તે વાંચનારની મુનસફી ઉપર આધાર રાખે છે. આ જવાબોને અનુસરીને કોઈ વાંચકને કોઈ સીધી કે આડકતરી રીતે નુકસાન થાય તો તેના માટે ટેક્સ ટુડે એક્સપર્ટસ કે ટેક્સ ટુડે કોઈ પણ રીતે જવાબદાર બનતા નથી.

૨. ટેક્સ ટુડેમાં પૂછવામાં આવતા પ્રશ્નો પૈકી વેરાના દર બાબતના પ્રશ્નો જે તે વસ્તુ કે સેવા બાબતેના દર અંગેના વ્યક્તિગત અભિપ્રાય છે તેમ સમજવું જરૂરી છે.

૩. આ કોલમમાં કોઈ પ્રશ્ન પૂછવા taxtodayuna@gmail.com પર ઈ મેઈલ કરવા વિનંતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!