Spread the love
Reading Time: 3 minutes

31મી ઓગસ્ટ ITR ભરવાની છેલ્લી તારીખ!!

ઓડીટ લાગુ ના હોય તેવા ધંધાની આવક ધરાવતા કરદાતાઓ માટે ૩૧ ઓગસ્ટ સુધીમાં રીટર્ન ભરવું જરૂરી

આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયા અંગે ઘણા કરદાતાઓમાં હજુ પણ એક ગેરસમજ જોવા મળે છે કે “મારો TDS કપાઈ ગયો છે અથવા મારી આવક પર કોઈ ટેક્સ ભરવાનો નથી, તો ITR ભરવાની જરૂર નથી.” હકીકતમાં આવું હંમેશા સાચું નથી.

Assessment Year 2026-27 માટે, એટલે કે Financial Year 2025-26ની આવક માટે, ઘણા Individual, HUF તથા કેટલાક Business/Profession કરદાતાઓ માટે 31 ઓગસ્ટ, 2026 ITR ભરવાની મહત્વપૂર્ણ અંતિમ તારીખ છે.

અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે કે FY 2025-26ની આવકનું ITR AY 2026-27 માટે Income-tax Act, 1961 હેઠળ જ ભરવાનું છે, ભલે 1 એપ્રિલ 2026થી Income Tax Act, 2025 અમલમાં આવ્યો હોય. આ નવા કાયદા હેઠળ રીટર્ન ભરવાની શરૂઆત ૦૧.૦૪.૨૦૨૭ થી થશે.

કોના માટે 31મી ઓગસ્ટની તારીખ મહત્વપૂર્ણ છે?

સામાન્ય રીતે Individual અથવા HUF, જેને Tax Audit લાગુ પડતું નથી અને જે ITR-3/ITR-4/ITR 5 વગેરે હેઠળ return file કરે છે, તેમના માટે 31 ઓગસ્ટ 2026 મહત્વપૂર્ણ due date છે.

ખાસ કરીને નીચેના કરદાતાઓએ આ તારીખને ગંભીરતાથી લેવી જોઈએ:

  1. Presumptive taxation હેઠળ Business અથવા Profession કરનારા કરદાતાઓ, જેમના માટે ITR-4 લાગુ પડે છે.
  2. HUF, જો ધંધાકીય આવક હોય અને ઓડીટની જોગવાઈઓ લાગુ ના હોય, તે return filing માટે જવાબદાર હોય.
  3. એવા કરદાતાઓ, જેમની આવક basic exemption limit કરતાં ઓછી હોવા છતાં કાયદામાં દર્શાવેલ specified financial transactions અથવા અન્ય ફરજિયાત return-filing conditions લાગુ પડે છે.
  4. જેમને TDS/TCS credit, refund અથવા અન્ય tax credit claim કરવાની હોય.

અહીં ધ્યાનમાં રાખવું જરૂરી છે કે માત્ર “Tax payable નથી” એટલા માટે return filingની જવાબદારી આપોઆપ સમાપ્ત થતી નથી.

ITR ભરવું ક્યારે ફરજિયાત બને છે?

Income-tax Actની Section 139(1) હેઠળ સામાન્ય રીતે વ્યક્તિની કુલ આવક basic exemption limit કરતાં વધુ હોય તો return filing ફરજિયાત બને છે. હાલ સામાન્ય કરદાતા માટે આ મર્યાદા ૪૦૦૦૦૦ છે.

પરંતુ કેટલીક પરિસ્થિતિમાં આવક exemption limit કરતાં ઓછી હોવા છતાં return filing જરૂરી બની શકે છે. ઉદાહરણ તરીકે કાયદામાં દર્શાવેલી કેટલીક ચોક્કસ high-value financial activities, foreign assets/income અથવા અન્ય prescribed conditions લાગુ પડે ત્યારે return filing જરૂરી બની શકે છે.

Form 26AS અને AIS (Annual Information Statement) તપાસી રીટર્ન ભરવું ખૂબ જરૂરી છે.

 AISમાં TDS/TCS ઉપરાંત વિવિધ financial transactions અને અન્ય માહિતી ઉપલબ્ધ હોય છે. આ માહિતી ચેક કરી પોતાનું રીટર્ન ભરવું કે નાં ભરવું તેની સલાહ કર નિષ્ણાંતો પાસેથી મેળવવી જરૂરી છે.

31મી ઓગસ્ટ પછી શું થશે?

જો 31 ઓગસ્ટ સુધી return file ન થાય તો તેનો અર્થ એ નથી કે હવે return ભરી જ શકાશે નહીં. AY 2026-27 માટે belated return 31 ડિસેમ્બર 2026 સુધી file કરી શકાય છે. પરંતુ મોડું return ભરવાથી નીચેની કેટલીક નાણાકીય અને કાનૂની અસરો થઈ શકે છે.

  1. Late Filing Fee

Section 234F હેઠળ સામાન્ય રીતે:

  • Total Income ₹5 લાખ સુધી હોય તો ₹1,000
  • Total Income ₹5 લાખથી વધુ હોય તો ₹5,000

ની late filing fee લાગુ પડી શકે છે.

  1. Interestની જવાબદારી

જો tax payable હોય અને return મોડું ભરાય તો applicable interest પણ ચૂકવવું પડી શકે છે. Income Tax Department પણ સ્પષ્ટ કરે છે કે due date ચૂકી ગયા પછી interest on tax liability લાગુ પડી શકે છે.

  1. Loss Carry Forwardમાં નુકસાન

Business loss અથવા Capital Loss જેવી કેટલીક lossesને આગામી વર્ષોમાં carry forward કરીને set-off કરવાની સુવિધા છે. પરંતુ આવા losses ના carry forward માટે સમયસર return filing ખૂબ મહત્વપૂર્ણ છે. મોડું return ભરવાથી કેટલીક losses carry forward કરવાની કાનૂની સગવડ ગુમાવવાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. આથી મારે tax ભરવાનો નથી એટલે return પછી ભરીશ” એવો અભિગમ નુકસાનકારક બની શકે છે.

ITR વેરીફીકેશન કરવું ચુકી નાં જતા!!

ITR upload કર્યા પછી તેનું e-Verification કરવાનું ભૂલવું નહીં. હાલમાં ITR upload કર્યા પછી e-verification અથવા ITR-V submission માટે સામાન્ય રીતે 30 દિવસની સમયમર્યાદા છે; વાંચકો જાણતા જ હશે કે હવે ઇન્કમ ટેક્સ રીટર્ન ઓનલાઈન ભરવાનું રહે છે. ઇન્કમ ટેક્સ રીટર્ન ભરાઈ જાય પછી તેને આધાર OTP, ડીજીટલ સિગ્નેચર વગેરે દ્વારા ઈ વેરીફાય કરવાનું રહે છે. જો કોઈ કારણસર ઇન્કમ ટેક્સ રીટર્ન ઈ વેરીફાય નાં કરી શકાય તો આ રીટર્નની ફીઝીક્લ કોપી સહી કરી સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર (CPC) બેન્ગ્લુરું મોકલવાની રહે છે. જો આ ફિઝીકલ મોકલવામાં આવેલ કોપી રીટર્ન ભર્યા પછીના ૩૦ દિવસમાં CPC મળતી નથી તો આ રીટર્ન ઇનવેલીડ થઇ જાય છે. આમ, આ રીટર્ન ભરેલ જ નથી તેમ માની લેવામાં આવે છે. માટે ઇન્કમ ટેક્સ રીટર્ન ઓનલાઈન ભર્યા પછી તેનું વેરીફીકેશન સમયસર થાય તે જોવું પણ જરૂરી છે.

31 ઓગસ્ટ 2026ની સમય મર્યાદા નજીક આવી રહી છે. ઇન્કમ ટેક્સ રીટર્ન સમયસર અને વ્યવસ્થિત ભરવામાં આવે તો ભવિષ્યમાં આ રીટર્ન કરદાતાને ઉપયોગી બની રહે છે અને નોટીસ અને આવકવેરા ખાતાની કામગીરીનો ભય પણ મહદ્દઅંશે ઓછો કરી નાખે છે.

-By Bhavya Popat, Advocate

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં પ્રકાશિત થયેલ છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!