સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટસના Dt. 31st August 2026
Tax Today Experts
CA Monish Shah, Ahmedabad
CA Divyesh Sodha, Porbandar
Adv. Lalit Ganatra, Jetpur
Adv. Bhavya Popat, Una
તા. ૩૧.૦૮.૨૦૨૬
જી.એસ.ટી.
૧. અમારા અસીલ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં એક વેચાણ આંતર રાજ્ય કરવામાં આવેલ છે અને તેના માટે IGST લાગુ કરેલ છે. પરંતુ શરતચૂકથી એકાઊંટન્ટ દ્વારા આ વેચાણને સ્થાનિક ગણી CGST અને SGST દર્શાવી જી.એસ.ટી. રીટર્ન ભરેલ છે. હવે DRC નોટીસ આવેલ છે. શું આ શરતચૂકથી ભરેલ CGST SGST અમારે ભરવાપાત્ર IGST સામે એડજેસ્ટ થાય કે નહિ? જગદીશ વ્યાસ & એસોસીએટસ
જવાબ: હા, તમારા કિસ્સામાં જી.એસ.ટી. કાયદાની કલમ ૭૭ લાગુ પડે અને આ CGST=SGST ની રકમ IGST એડજસ્ટ કરવા તમારે IGST ભરવાનો રહે અને CGST+SGST રીફંડ લેવાનું રહે તેવો અમારો મત છે. જી.એસ.ટી. કાયદાની કલમ ૭૭(૨) હેઠળ વ્યાજ ભરવાનું રહેશે નહિ.
૨. બિલ્ડર કે કોન્ટ્રકટરના કેસમાં તેઓનું કામ જે સાઈટ ઉપર ચાલતું હોય તે જગ્યાને ધંધાના વધારાની જગ્યા તરીકે દર્શાવવાની જોગવાય ૦૧.૦૮.૨૦૨૬ થી ઉમેરવામાં આવી છે તે સાચું છે? જે.વી. પટેલ એન્ડ કુ, જેતપુર
જવાબ: નાં, આ અંગે કોઈ ફેરફાર થયો નથી. આ મૂંઝવણ એટલે ઉભી થઇ છે કારણકે ઈ વે બીલ બનાવવામાં “બીલ ટુ શીપ ટુ” ના વ્યવહારોમાં અમુક ફેરફારો પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. આ ફેરફારો હાલ મુલતવી રાખવામાં આવ્યા છે. પરંતુ બિલ્ડર કે કોન્ટ્રાકટર સંદર્ભે વાત કરવામાં આવે તો જો તેઓનો સ્ટોક સાઈટ ઉપર રાખવામાં આવતો હોય તો ધંધાના વધારાના સ્થળ તરીકે ઉમેરવું સલાહભર્યું ગણી શકાય તેવો અમારો મત છે.
“ડિસ્ક્લેમર” (ખાસ નોંધ)
૧. ટેક્સ ટુડેમાં પૂછવામાં આવતા દરેક પ્રશ્નોના જવાબ એક્સપર્ટસ પોતાના જે તે વિષય ઉપરના અભિપ્રાય સ્વરૂપે આપે છે. આ અભિપ્રાય ઉપર અમલ કરવો કે નાં કરવો તે વાંચનારની મુનસફી ઉપર આધાર રાખે છે. આ જવાબોને અનુસરીને કોઈ વાંચકને કોઈ સીધી કે આડકતરી રીતે નુકસાન થાય તો તેના માટે ટેક્સ ટુડે એક્સપર્ટસ કે ટેક્સ ટુડે કોઈ પણ રીતે જવાબદાર બનતા નથી.
૨. ટેક્સ ટુડેમાં પૂછવામાં આવતા પ્રશ્નો પૈકી વેરાના દર બાબતના પ્રશ્નો જે તે વસ્તુ કે સેવા બાબતેના દર અંગેના વ્યક્તિગત અભિપ્રાય છે તેમ સમજવું જરૂરી છે.
૩. આ કોલમમાં કોઈ પ્રશ્ન પૂછવા taxtodayuna@gmail.com પર ઈ મેઈલ કરવા વિનંતી.
