30 વર્ષથી વિલંબિત 400 પરિવારોને અસર કરતી સમસ્યાનું બાહોશ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું સમાધાન: કલેક્ટરને કરવામાં આવ્યા સન્માનીત

0
Spread the love
Reading Time: 2 minutes

જટિલ સમસ્યા ના નિરાકરણ બદલ લાભાર્થીઓ દ્વારા મીઠા મોઢા કરાવી કૃતજ્ઞતા સન્માન અપાયું

તા. 30.01.2025: ઉના ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા ૧૯૭૯ મા દેલવાડા રોડ ખાતે જુદી જુદી સ્કીમો મા ગરીબ પરિવારો માટે મકાનોનું નિર્માણ કરવામાં આવેલ મકાન માલિકો દ્વારા નિયમ મુજબ સમયાંતરે પૂરા હપ્તા ભરી અને એનઓસી મેળવી લેવામાં આવી ત્યાર બાદ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા દસ્તાવેજ કરી આપવામાં આવ્યા હતા. બાંધકામને ૪૦ વર્ષ કરતા પણ વધુ સમય થયો હોવાથી અનેક મકાનો જર્જરિત થયા હતા. પરંતુ સમસ્યા હવે શરૂ થઈ કે આ મકાન ધારકોને નવા બાંધકામની કે સુધારા વધારાની મંજૂરી મળતી નહોતી. આ લાભાર્થીઓને બેન્કો લોન પણ નહોતી આપતી. આ બાબતનું  કારણ એ હતું કે આ મકાનોની રેવન્યુ કાયદા હેઠળ નમૂના બે  ની એન્ટ્રી પડતી ના હતી અને લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવતું હતું નહીં.  જેના માટે મામલતદાર કચેરી કે નગર પાલિકા મા કોઈ રેકર્ડ મળતા નહોતા આ સમસ્યા નો કોઈ ઉકેલ મળતો ન્હોતો. આ બાબતે આશાની કિરણ સમાન કલેકટરને જાહેરમા હરેશ  ટીલવાણી (સામાજિક કાર્યકર-પત્રકાર) દ્વારા રજુવાત કરાતા સાહેબ તરત એક્શનમા આવ્યા અને જુદા જુદા વિભાગો ના અધિકારીઓને બોલાવી  સંકલન કરી, કડક સૂચના આપવામાં આવી હતી. આ બાબતે તત્કાલિન પ્રાંત અધિકારી હિરવાણીયાનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો. આ મહેનતનું સકારાત્મક પરિણામ આવ્યું અને આ લાભાર્થીઓની એન્ટ્રી પાડવાનો માર્ગ મોકલો થઈ ગયેલ છે. આમ, આ ૪૦૦ લાભાર્થીઓ વતી કલેક્ટરસાહેબનું સન્માન કરવાનું નક્કી થયું અને ૨૫/૦૧/૨૦૨૫ ના રોજ અહેમદપુર માંડવી બીચ ખાતે ચાલી રહેલા બીચ ફેસ્ટિવલ મા લાભાર્થીઓ ના એક પ્રતિનિધિ મંડળ દ્વારા સાહેબને મીઠા મોઢા કરાવી શાલ ઓઢાડી ગુલદસ્તો અને કૃતજ્ઞતા પત્ર આપવામાં આવ્યું અને હ્રદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. અને આ સમગ્ર પ્રક્રિયા મા સ્થાનિક લેવલે મળેલ સહયોગ બદલ પ્રાંત અધિકારી હિરવાણીયા નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આવા લોકહિતના કાર્યો થકી લોકોમાં સરકાર પ્રત્યે નો વિશ્વાસ વધુ દ્રઢ થાય છે અને અધિકારીઓ પ્રત્યે નો દૃષ્ટિકોણ પણ બદલે છે. આ અંગે વાત કરતાં હરેશભાઈ જણાવે છે કે “આ સમસ્યા એટલી જટિલ હતી કે બધાએ સ્વીકારી લીધું હતું કે હવે આમાં કાંઈ થશે નહીં પરંતુ મને વિશ્વાસ હતો કંઈક રસ્તો નીકળશે અનેક પ્રયાસો કર્યા એવામાં 6 જુલાઈ જિલ્લાના જાબાઝ કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા લોકોની સમસ્યા ના સમાધાન માટે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં આ સમસ્યા અંગે મે રજૂઆત કરી સાહેબ તરત એક્શનમાં આવ્યા અને પરિણામ આવ્યું”. આ કામમાં યોગ્ય રજૂઆત કરવા માટે અને ત્યાર બાદ તે અંગે સમયાંતરે “ફોલો આપ” લઈ કામનો યોગ્ય નિકાલ થાય તે બાબતે જહેમત ઉઠાવનાર સામાજિક કાર્યકર અને પત્રકાર એવા હરેશભાઈ ટીલવાણીની પણ લોકમુખે પ્રશંશા થઈ રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!