60 દિવસમાં ચાર્જશીટ ફાઇલના થાય તો કરદાતાને આપવામાં આવે બિનશરતી જામીન: ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: < 1 minute [speaker]

નીરજ રામકુમાર તિવારી વી. ગુજરાત રાજ્યના કેસમાં ફરી પ્રતિપાદિત કરવામાં આવ્યો આ સિદ્ધાંત: 

તા. 27.03.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ જ્યારે વેપારી દ્વારા અમુક રકમથી વધુની કરચોરી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ઉપર ફોજદારી કેસ કરવામાં આવતો હોય છે. આ કેસ દ્વારા વેપારીઓને ખૂબ કનડગત કરવાના અનેક દાખલા સામે આવી રહ્યા છે. જી.એસ.ટી. તપાસ દરમ્યાન પણ કરદાતાને કરવામાં આવતી કનડગત બાબતે પણ ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલુ છે. એ દરમ્યાન ગુજરાત હાઇકોર્ટના એક મહત્વના ચુકાદામાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે 10 વર્ષ સુધીના કેસો માં ધરપકડના 60 દિવસમાં ચાર્જશીટ ફાઇલ ના કરવામાં આવી હોય તો બિન શરતી જામીન આપવી જરૂરી છે. કોર્ટે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલામ 167 હેઠળ, 60 દિવસ સુધીમાં ચાર્જશીટ ફાઇલ ના થઈ હોય, કોઈ પણ શરત વગર જામિન આપવા જરૂરી છે. ચીફ જ્યુડિશીયલ મેજી. વડોદરા દ્વારા એક કેસમાં 60 દિવસ સુધી કરદાતા જેલમાં હોવા છતાં જામિન માટે કુલ ડિમાન્ડના 50% રકમ ભરવાની શરત રાખી હતી. આ આદેશ સામે કરદાતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવેલ હતી. કરદાતાના એડવોકેટ દ્વારા આ બાબતે પોતાના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સરવાનાન વી. રાજ્ય, (2020) 9 SCC 01 નો આધાર લેવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચ દ્વારા કરદાતાની તરફેણમાં ચુકાદો આપતા પ્રતિપાદિત કર્યું હતું કે 60 દિવસ પુર્ણ થયા બાદ કરદાતાની તરફેણમાં એક મહત્વનો હક્ક ઊભો કરી દે છે. આ સંજોગોમાં કોઈ પણ પ્રકારની શરત જામીન માટે રાખી શકાય નહીં. આમ, કરદાતાને કોઈપણ શરત વગર જામીન આપવા આદેશ કરવામાં આવ્યો હતો.

આ ચુકાદો જી.એસ.ટી. હેઠળ મહત્વનો ગણી શકાય. જી.એસ.ટી. કાયદા હેઠળ જે મહતમ સજા 5 વર્ષ સુધીની હોય, જી.એસ.ટી. હેઠળના કેસોમાંજો પોલીસ દ્વારા 60 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં ના આવે તો 60 દિવસ જેલમાં હોય તો તેવા વ્યક્તિના જામીન ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 167 હેઠળ મંજૂર કરવા જરૂરી બની જતાં હોય છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!