જી.એસ.ટી. પોર્ટલની તકલીફો જી.એસ.ટી. કૌભાંડ પાછળનું મુખ્ય કારણ: CAG
કંપટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના જી.એસ.ટી. ડિપાર્ટમેંટના ઓડિટમાં કરવામાં આવ્યો સ્પષ્ટ ઉલ્લેખ: પોર્ટલમાં ત્વરિક કરવામાં આવે સુધારા!!
તા. 26.03.2021: માર્ચ 2019 તથા માર્ચ 2020 ના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) ના CAG ઓડિટનો રિપોર્ટમાં જી.એસ.ટી. પોર્ટલની ક્ષતિઓ અનેક ટીકાઓ કરવામાં આવેલ છે. ખાસ કરીને રિટર્ન સિસ્ટમની યોગ્ય અમલવારી ના કરી શકવાને CAG દ્વારા જી.એસ.ટી. કૌભાંડોનું મુખ્ય કારણ ગણવામાં આવ્યું છે. GSTR 1, 2, 3 પ્રમાણે રિટર્ન ભરવાની સિસ્ટમની અમલવારી ટેકનિકલ ક્ષતિઓના કારણે થઈ શકે નથી આ કારણેજ ઈન્પુટ ટેક્સ ક્રેડિટના કૌભાંડો આચરવામાં અમુક કરદાતા સફળ રહ્યા છે તેવું આ રિપોર્ટમાં જણાવાયું છે. આ ઉપરાંત પણ અનેક ટેકનિકલ ક્ષતિઓનો ઉલ્લેખ આ ઓડિટ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ સાથે જી.એસ.ટી. પોર્ટલને તાકીદ કરવામાં આવી છે કે આ ટેકનિકલ ખામીઓ ત્વરિત દૂર કરવામાં આવે.
કરદાતા, ટેક્સ પ્રોફેશનલ એસોશીએશન દ્વારા તો અનેકવાર પોર્ટલની આ ટેકનિકલ ક્ષતિઑ વિષે રજૂઆતો કરવામાં આવેલ છે. હવે જ્યારે CAG ના આ અહેવાલમાં સ્પષ્ટ રીતે ટેકનિકલ ખામીઓ અંગે ઉલ્લેખ કરવામાં આવેલ હોય પોર્ટલમાં ક્યારે સુધારો થાય છે તેના ઉપર કરદાતાઓ મીટ માંડી બેઠા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.
very good information