સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 29th March 2021 Edition

Spread the love
Reading Time: 4 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

29th March 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

જી.એસ.ટી

  1. ખરીદ પરત અને વેચાણ પરતની ક્રેડિટ ડેબિટ નોટની વિગતો GSTR3B માં કેવી રીતે દર્શાવવી તે જણાવવા વિનંતી. શું આ ક્રેડિટ ડેબિટ નોટની વિગતો GSTR 1 માં દર્શાવવાની રહે?                                                                                                                                        CA કલ્પેશ પટેલ

 

જવાબ: ખરીદ અને વેચાણ પરતની ક્રેડિટ તથા ડેબિટ નોટની વિગતો, GSTR 3B માં નેટ ઓફ કરી ને દર્શાવવાની રહે. આમ, ખરીદીને લગતી ક્રેડિટ અથવા ડેબિટ નોટની અસર ITC માં આપવાની રહે અને વેચાણને લગતા ટેક્સની ક્રેડિટ ડેબિટ નોટની અસર GSTR 3B માં ઓઉટપુટમાં આપવાની રહે. GSTR 1 માં વેચાણ પરતની ક્રેડિટ નોટની વિગતો આપવાની રહે. ખરીદ પરતની ક્રેડિટ નોટની વિગતો GSTR 1 માં આપવાની રહે નહીં.

 

  1. અમારા અસીલ દ્વારા વર્ષ 2018 19 ના વર્ષમાં GSTR 1 માં ખરીદનારનો GST નંબર ખોટો અપાય ગયો હતો. આ કારણે ખરીદનારને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં મુશ્કેલી પડે છે. મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાનો લાભ અમે કેવી રીતે લઈ શકીએ?                    વિજય પટેલ, એડવોકેટ, વિસનગર

જવાબ: GSTR 1 સુધારવાની સત્તા આપવા હાઇકોર્ટનો આદેશ હોવો જરૂરી છે. આમ, તમારા અસિલે પણ માનનીય ગુજરાત વડી અદાલતમાં આ અંગે રિટ પીટીશન ફાઇલ કરી શકાય. ટેક્સ ટુડે ગ્રૂપની લીગલ ટિમ આપને આ અંગે મદદરૂપ બની શકશે. આ માટે અમારો સંપર્ક કરી શકો છો.

  1. અમારા અસીલ નમકીન-ફરસાણ બનાવી વેચાણ કરે છે. તેઓ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ધરાવે છે. અમો જી.એસ.ટી.માં ઉચ્ચક 1% નો વિકલ્પ પસંદ કરી શકીએ? કે ટ્રેડમાર્કના કારણે અમારે ફરજિયાત રેગ્યુલરમાં રહેવું પડે?                                                                 વિજય પટેલ, એડવોકેટ, વિસનગર

જવાબ: હાં, તમે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ધરાવતા હોવા છતાં કંપોઝીશનનો વિકલ્પ લઈ શકો છો. રેગ્યુલરમાં રહેવું ફરજિયાત નથી.

  1. અમારા અસીલને સરકાર તરફથી પાણીની પાઇપલાઇન નાંખવાનો વર્કસ કોન્ટ્રાક્ટ મળેલ છે. આ વર્કસ કોન્ટ્રાક્ટ ઉપર અમારી 12% જી.એસ.ટી. આઉટપુટની જવાબદારી આવે છે. આ કોન્ટ્રાક્ટમાં સિમેન્ટ 28% અને લોખંડ 18% લેખે ખરીદી કરવામાં આવે છે. હવે જો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જમા રહેતી હોય તો શું અમે ઇનવરટેડ ટેક્સ રેઇટ તરીકે રિફંડ મેળવવા હક્કદાર બનીએ? વિજય પટેલ, એડવોકેટ, વિસનગર 

જવાબ: હા, જી.એસ.ટી. કાયદાની કલમ 54(3)(ii) ના ઇનવરટેડ રેઇટના રિફંડ માટે તમે હક્કદાર બનો તેવો અમારો મત છે.

 

  1. B2B વેચાણ ના ધરાવતા ક્વાટરલી રિટર્ન ભરવા જવાબદાર કરદાતાને IFF ભરવું ફરજિયાત છે? શું IFF ના ભરવામાં આવ્યું હોય તો લેઇટ ફી લાગુ પડે?                                                                                                                                                                પંકજ જાની, એકાઉન્ટન્ટ

જવાબ: ના, IFF ફોર્મ ભરવું ફરજિયાત નથી. B2B વ્યવહારો હોય તો IFF એક સગવડ રૂપ કરદાતાને આપવામાં આવ્યું છે. IFF ના ભરવામાં આવે તો કોઈ લેઇટ ફી લાગુ પડે નહીં.

 

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસિલે 2019-20 માં કલમ 80C માં પાંચ વર્ષ માટે ટેક્સ સેવર FD માં રોકાણ કર્યું હતું. વર્ષ 2020-21 માં તેમનું મૃત્યુ થાય ગયું છે. હવે તેમના વારસદાર આ FD બંધ કરવી શકે?                                                                                       પ્રશાંત વાઘેલા, ટેક્સ પ્રેકટિશનર, અમદાવાદ

જવાબ: હા, તમારા અસીલના વારસદાર ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80C(6A) ની જોગવાઈઑ મુજબ ટેક્સ સેવર ફિક્સ ડિપોઝીટ બંધ કરવી શકે છે તેવો અમારો મત છે.

 

  1. માર્કેટિંગ યાર્ડનું લાઇસન્સ ધરાવતા એજન્ટને ટર્નઓવર મર્યાદાથી વધુ થતું હોય તો TCS ની જોગવાઈ લાગુ પડે?                                                                                                                                                                                                           યોગેશ કે જાદવ, ટેક્સ પ્રેકટિશનર, બોટાદ

જવાબ: હા, ટર્નઓવર મર્યાદાથી વધુ ટર્નઓવર ધરાવતા માર્કેટિંગ યાર્ડના એજન્ટ ઉપર પણ TCS ની જોગવાઈ લાગુ પડે તેવો અમારો મત છે. એને સરળ ભાષામાં સમજીએ તો માત્ર કમિશનને બદલે માલનું સંપૂર્ણ પેમેન્ટ જ્યારે એજન્ટના એકાઉન્ટમાં આવતું હોય ત્યારે તે “પાક્કા આડતિયા” ગણાય અને તેમના ઉપર પણ TCS ની જોગવાઈ લાગુ પડે.

 

  1. NRI વ્યક્તિને કરવામાં આવતી વ્યાજની ચુકવણી ઉપર TDS નો દર શું લાગુ પડે?        યોગેશ જાદવ, ટેક્સ પ્રેકટિશનર, બોટાદ

જવાબ: NRI વ્યક્તિને કરવામાં આવતી વ્યાજની ચુકવણી ઉપર TDS નો 30% દર લાગુ પડે તેવો અમારો મત છે.

 

 :ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

અમારા લેખ તમારા ઇ મેઈલ ઉપર મેળવવા આ લિન્ક ઉપર આપનું ઇ મેઈલ ID અપડેટ કરવા વિનંતી.

https://taxtoday.co.in/get-news-on-mail/

 

 

error: Content is protected !!