કરદાતાને સુનાવણીની તક આપ્યા વગર જી.એસ.ટી. નંબર સસ્પેન્ડ કરવાની જોગવાઈ અંગે સરકારને નોટિસ આપતી મુંબઈ હાઇકોર્ટ

Spread the love
Reading Time: < 1 minute

જી.એસ.ટી. ના નિયમ 21A ની બંધારણીય વૈધતા પડકારતી અરજી સ્વીકારી સરકારને આપવામાં આવી નોટિસ

તા. 11.09.2022: જી.એસ.ટી. નિયમો હેઠળના નિયમ 21A મુજબ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતા દ્વારા જી.એસ.ટી. હેઠળ નિયમોના પાલનમાં ચૂક કરવામાં આવેલ હોય તેવા સંજોગોમાં તેને સુનાવણીની કોઈ તક આપ્યા સિવાય તેનો જી.એસ.ટી. નંબર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની ગંભીર જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઈની બંધારણીય વૈધતા પડકારતી અરજી મુંબઈ હાઇકોર્ટમાં SAT Industries Ltd. દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજી (રિટ પિટિશન 3643/2022) સ્વીકારી હાઇકોર્ટની  જસ્ટિસ એ.એસ. ડોક્ટર તથા જસ્ટિસ કે. આર.  શ્રીરામની બેન્ચ દ્વારા આ કેસના સમવાળા કેન્દ્ર સરકાર તથા મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવવામાં આવી છે. સરકારને 10.10.2022 સુધીમાં આ બાબતે પોતાનો પક્ષ રાખવા જણાવવામાં આવ્યું છે. આ સાથેજ બેન્ચ દ્વારા કરદાતાને “ઈંટરિમ રિલિફ” (વચગાળાની રાહત) આપતા રિટ પીટીશનર કંપની કે જેઓનો જી.એસ.ટી. નંબર જી.એસ.ટી. નિયમ 21A હેઠળ નોટિસ આપી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી આપવામાં આવ્યો હતો તે સસ્પેન્શન આદેશ સ્થગિત્ત કરવા આદેશ કરવામાં આવ્યો છે.  આ અંતરીમ આદેશ દ્વારા અરજ્કર્તાનો જી.એસ.ટી. નોંધણી નંબર તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરવા આદેશ કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. હેઠળ વેપારીઓને કોઈ પણ સુનાવણીની તક આપ્યા વગર, તેમના નોંધણી દાખલ એક યા બીજા કારણોસર સ્થગિત કરવાના અનેક દાખલા રોજ બરોજ સામે આવી રહ્યા છે. ત્યારે આ કેસ દ્વારા આ પ્રકારના સસ્પેન્શન આદેશ સામે કરદાતાને મહત્વની રાહત મળી રહેશે તેવી આશા સેવાઇ રહી છે. આ કેસની હવે પછીની સુનાવણી 10 ઓક્ટોબર 2022 ના રોજ હાથ ધરવામાં આવશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!
18108