Spread the love
Reading Time: 2 minutes

તા. 18.11.2021: જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા કરદાતાના કેશ લેજરમાં રહેલ રકમ બાબતે મહત્વના ખુલાસા કરતો સર્ક્યુલર નંબર 166/22/2021  તા. 17.11.2021 ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ સર્ક્યુલરમાં નીચે મુજબના મુદ્દાઓની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

1. શું જી.એસ.ટી. કાયદાની કલમ 54(1) હેઠળ જણાવવામાં આવેલ સમય મર્યાદા કેશ લેજરમાં રહેલ જમા રકમના રિફંડને લાગુ પડે?

CBIC નો ખુલાસો: ના, જી.એસ.ટી. કાયદાની કલમ 54(1) ની સમય મર્યાદા કેશ લેજરમાં રહેલ રકમના રિફંડ બાબતે લાગુ પડે નહીં.

2. શું જી.એસ.ટી. નિયમ 89(2)(1) અથવા 89(2)(m) હેઠળ જણાવવામાં આવેલ ડિકલેરેશન કેશ લેજરના રિફંડ માટે જરૂરી બને? 

CBIC નો ખુલાસો: ના, જી.એસ.ટી. નિયમ હેઠળ નિયમ 89(2)(1) અથવા 89(2)(m) હેઠળ જણાવવામાં આવેલ ડિકલેરેશન કેશ લેજરના રિફંડ માટે જરૂરી બને નહીં.

3. TDS/TCS દ્વારા કેશ લેજરમાં જમા થયેલ રકમનું રિફંડ એક્સેસ કેશ લેજર બેલેન્સ તરીકે મેળવી શકાય?

CBIC નો ખુલાસો: હા, TDS/TCS દ્વારા કેશ લેજરમાં જમા થયેલ રકમ એ રોકડમાં જમા કરવવામાં આવેલ ટેક્સ સમકક્ષ જ ગણાય. કરદાતા પોતાની ઈચ્છા મુજબ ક્રેડિટ લેજર અથવા કેશ લેજર માંથી પોતાની ઓઉટપુટ ટેક્સ અંગેની જવાબદારી પૂર્ણ કરી શકે છે. TDS/TCS દ્વારા કેશ લેજરમાં જમા રકમનું રિફંડ કરદાતા માંગી શકે છે.

4. જી.એસ.ટી. કાયદા હેઠળ “ડીમ્ડ એક્સપોર્ટ” ના કિસ્સામાં કલમ 54 ની સમજૂતી (2) માં જણાવેલ “રિલેવંટ ડેટ” માટે ખરીદનાર દ્વારા ભરવામાં આવેલ રિટર્ન ગણવાની રહે કે વેચનાર દ્વારા ભરવામાં આવેલ રિટર્નને ગણવાનું રહે?

CBIC નો ખુલાસો: જી.એસ.ટી. કાયદા હેઠળ ડીમ્ડ એક્સપોર્ટ” ના કિસ્સામાં, વેચાણ ઉપરનો વેરો વેચનાર દ્વારા ભરવામાં આવતો હોય, કલમ 54 ની સમજૂતી (2) માં જણાવેલ “રિલેવંટ ડેટ” માટે વેચનાર દ્વારા ભરવામાં આવેલ રિટર્નને “રિલેવંટ ડેટ” તરીકે ગણવાની રહે.

સંપાદક નોંધ: કરદાતાના કેશ લેજરમાં જમા રહેલ રકમ એ કરદાતાની પોતાની રકમ છે. આ રકમ ઉપર રિફંડ આપવામાં ક્યારેક જી.એસ.ટી. ડિપાર્ટમેંટમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવતા હોય છે. આ ખુલાસા બાદ જી.એસ.ટી. હેઠળ કેશ લેજરના રિફંડની અરજીઓ વધુ સરળતાથી પ્રોસેસ થશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!