ટેક્સ ચોરો ઉપર નઝર રાખતા જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ઉપર રાખે છે કરચોરો નઝર???

Spread the love
Reading Time: < 1 minute

પંજાબના લુધિયાના ખાતે રાજ્ય જી.એસ.ટી. ના મોબાઈલ ચેકિંગ વાહનોમાં GPS મળ્યા!!

તા. 17.11.2021: પંજાબમાં એક વિચિત્ર ઘટનામાં સામે આવી છે જેમાં રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગની મોબાઇલ વિંગની ચાર કારમાં લગાડવામાં આવેલ નવ જીપીએસ ટ્રેકર મળી આવ્યા હતા.  આ આઘાતજનક ઘટના ઉપરક્મોઈ પણ ટિપ્પણી SGST વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી નથી. આ ઘટના અંગે લુધિયાના પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરવામાં આવી છે તેવી માહિતી મળી રહી છે. જાણકારો માની રહ્યા છે કે આ GPS ડિવાઇસ, વિભાગના અધિકારીઓની હિલચાલ પર નજર રાખવા માટે કરચોરો દ્વારા મૂકવામાં આવ્યા હોય શકે છે. વિભાગે જીપીએસ ટ્રેકર્સ કે જેમાં સિમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગેની માહિતી એકત્ર કરવા માટે સાયબર ક્રાઈમ સેલની મદદ માંગી છે. માહિતી મુજબ, વિભાગના અધિકારીઓની ભૂમિકા પણ તપસના દાયરામાં આવી શકે છે કારણ કે કેટલાક ટ્રેકર્સ વાહનોમાં ડ્રિલિંગ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા, જ્યારે અમુક GPS ડિવાઇસ ચુંબકનો ઉપયોગ કરીને કારની નીચે સ્થાપિત કરવામાં આવ્યા હતા. એક કારમાં ચાર ટ્રેકર અને બીજી કારમાં ત્રણ ટ્રેકર લગાવવામાં આવ્યા હતા. અન્ય બેમાં સિંગલ ટ્રેકર લગાવવામાં આવ્યા હતા તેવી માહિતી મળી રહી છે. શંકાના આધારે વાહનોની તપાસ કરવામાં આવી હતી અને તે તપાસમાં નવ ટ્રેકર મળી આવ્યા હતા.

ટેક્સ ચોરો ઉપર નજર રાખવાં માટે બનાવવામાં આવેલ મોબાઈલ સ્કોડ ઉપર કરચોરો નઝર રાખી રહ્યા હોય તેવો સમગ્ર દેશમાં આ કદાચ પ્રથમ કિસ્સો હોય શકે છે. પરંતુ આ પ્રકારની “મોડસ ઓપરેનડી” અન્ય રાજ્યોમાં પણ અપનાવવામાં આવતી હોય તો નવાઈ નહીં!! ભવ્ય પોપટ, એડવોકેટ

error: Content is protected !!