વેટ સહિત જૂના કાયદાઓની વસૂલાત બાબતે માફી યોજના લાવવા ગુજરાત ચેમ્બરની નાણામંત્રીએને રજૂઆત
વેટ, સેન્ટરલ સેલ્સ ટેક્સ, એન્ટ્રી ટેક્સ જેવા જૂના કાયદાઓ હેઠળ માફી યોજના લાવવા ગુજરાત રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇને રજૂઆત:
તા. 04.11.2023: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇને વિગતવાર રજૂઆત કરી જી.એસ.ટી. લાગુ થયા પહેલાના ગુજરાત રાજ્યના જૂના કાયદાઓ ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા અધિનિયમ 2006 (વેટ કાયદો), કેન્દ્રિય વેચાણ વેરા અધિનિયમ 1956, ગુજરાત એન્ટ્રી ટેક્સ એક્ટ 2001 અંગે જૂના માંગણાં માટે માફી યોજના લાવવા માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ જેવા રાજ્યમાં લાવવામાં આવેલ વેરા માફી યોજના મુજબ વેપારીને અનુકૂળ હોય તેવી ઉદાર માફી યોજના લાવવા ખાસ રજૂઆત કરવામાં આવી છે. અગાઉ ગુજરાત રાજ્ય દ્વારા આ અંગે માફી યોજનાઓ લાવવામાં આવેલ છે. વાઈબ્રન્ટ ગુજરાત કાર્યેક્રમ જ્યારે ખૂબ નજીક હોય તથા 2024 માં લોકસભાની ચૂટણી પણ હોય કરદાતાઓને જૂના માંગણા બાબતે ઉદાર યોજના આપવામાં આવે તેવી માંગ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઇંડાયરેક્ટ ટેક્સ ટાસ્કફોર્સના ચેરમેન નયન શેઠ તથા તેમની ટિમ દ્વારા કરવામાં આવેલ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે