કરદાતા માટે જી.એસ.ટી. હેઠળ આપવામાં આવતા જવાબમાં DIN નો ઉલ્લેખ કરવો ફરજિયાત:CBIC

Spread the love
Reading Time: < 1 minute

તા. 14.09.2022: કરદાતાઓ અને અધિકારીઓ વચ્ચે GST સંબંધિત પત્ર વ્યવહારમાં પારદર્શિતા લાવવાના હેતુથી, જી.એસ.ટી. અધિકારીની નોટિસનો જવાબમાં ડૉક્યુમેન્ટ આઈડેંટીફીકેશન નંબર (DIN) લખવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.  સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ(CBIC) દ્વારા દાખલ કરવામાં આવેલ DINની પદ્ધતિ 8મી નવેમ્બર 2019થી અમલમાં મૂકવામાં આવી છે. સેન્ટરલ જી.એસ.ટી.ના અધિકારી દ્વારા આપવામાં આવતી તમામ નોટિસ અને પત્રો પર DIN લખવો ફરજિયાત રહે છે.  તાજેતરમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CA પ્રદીપ ગોયલે રાજ્યના કર અધિકારીઓ દ્વારા મોકલવામાં આવેલા તમામ સંદેશાવ્યવહાર માટે પણ DIN ફરજિયાત બનાવવા સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગવામાં આવી છે.  આ પિટિશનમાં એવી રજૂઆત કરવામાં આવે છે કે “પબ્લિક ડોમેઈન” માં ઉપલબ્ધ માહિતી મુજબ માત્ર બે રાજ્યો કર્ણાટક અને કેરળમાં જ DIN ની યોગ્ય સિસ્ટમ હાલ અમલમાં છે. અન્ય રાજ્ય સરકારો પણ જી.એસ.ટી. હેઠળના પત્ર વ્યવહાર અને નોટિસમાં DIN ફરજિયાત કરે તેવી માંગણી સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી છે. હવે આ નવી સિસ્ટમ મુજબ, કરદાતાએ કોઈપણ નોટિસનો જવાબ આપતા પત્રમાં DIN લખવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જો કે આ નિયમ માત્ર સેન્ટરલ જી.એસ.ટી. દ્વારા આપવામાં આવતી નોટિસ કે પત્ર બાબતે જ લાગુ પડે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

 

error: Content is protected !!