દિવમાં હવે રાત્રે 8 થી સવારે 6 સુધી લાગુ કરવામાં આવ્યો કરફ્યુ

Spread the love
Reading Time: < 1 minute

જીવન જરૂરિયાત સિવાયની વસ્તુ સિવાય વ્યક્તિઑની હેરફેર ઉપર રાત્રે 8 થી 6 સુધી લગાવવામાં આવ્યો કરફ્યુ: જિલ્લા કલેક્ટર

તા. 06.04.2021: દિવ કલેકટરે 05 એપ્રિલના રોજ કરફ્યુ આદેશ બહાર પાડી હવે જીવન જરૂરિયાત સિવાયની વસ્તુ સિવાયની વસ્તુ માટે થતી વ્યક્તિગત ચહલ પહલને રાત્રિના 8 થી સવરે 6 સુધી પ્રતિબંધિત કરવામાં આવી છે. આ સમય દરમ્યાન માત્ર જીવન જરૂરી ચીજવસ્તુ, મેડિકલ સેવાઓ, ખાદ્ય પદાર્થોની ડિલિવરી, ઉદ્યોગોમાં કામ કરતાં વ્યક્તિઓની ચહલ પહલને છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ, મિલીટરી-પેરા મિલીટરીના જવાનો ડોક્ટરો, ઈમરજન્સી સેવામાં લાગેલા અધિકારીઓ, હોમ ગર્ડ્સના જવાનો કે જેમને ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ દ્વારા છૂટ આપવામાં આવી હોય અથવા કલેક્ટર દ્વારા પરવાનગી આપવામાં આવી હોય તેમને આ કરફ્યુ લાગુ પડશે નહીં. હવે પછી કલેક્ટરનો આદેશ ના થાય ત્યાં સુધી આ નિયમો દિવ જિલ્લા માટે લાગુ પડશે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ રોજ બરોજ વિકટ બનતા આ નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થઈ છે તેવું પણ દિવ કલેક્ટર સાલોની રાયના આદેશમાં જણાવવામાં આવ્યું છે. ભવ્ય પોપટ, ધ ડિજિટલ ન્યૂઝ

error: Content is protected !!