ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાં હવે તમને મળશે માત્ર ડિસેમ્બર સુધીનો સમય!!

Spread the love
Reading Time: < 1 minute

અગાઉ બે વર્ષથી રિટર્ન ભારવાનો સમય ઘટાડી કરવામાં આવ્યો હતો 1 વર્ષ. હવે માત્ર 9 મહિનામાં રિટર્ન ભરવું બનશે ફરજિયાતા!!

તા. 06.04.2021: નાણાકીય વર્ષ 2020 21 નું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાં માટેના સમયમાં 3 મહિના ઘટાડવામાં આવ્યો છે. અગાઉ નાણાકીય વર્ષ 2019 20 સુધીના રિટર્ન જે તે વર્ષ પૂરું થયાના 12 મહિના એટ્લે કે આવતા 31 માર્ચ 21 સુધી ભરી શકાતું હતું. આ ભરેલ રિટર્નમાં કોઈ ભૂલ જણાય તો પણ 31 માર્ચ સુધી આ રિટર્ન રિવાઈઝ કરી શકાતું હતું. હવે આ બજેટમાં આ સમયમાં ત્રણ મહિનાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કરદાતાઓએ ખાસ હવે જાણવું જરૂરી છે કે નાણાકીય વર્ષ 2020-21 નું ઇન્કમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર 2021 સુધીમાં ભરી આપવું ફરજિયાત છે. 01. જાન્યુઆરી 2022 થી આ રિટર્ન ભરી શકાશે નહીં. આવી રીતે નાણાકીય વર્ષ 2020-21 નું રિટર્ન જો કરદાતા રિવાઈઝ કરવા ઈચ્છે તો પણ 31 ડિસેમ્બર 2021 સુધીમાં કરી આપવું જરૂરી છે. ત્યારબાદ રિવાઈઝ રિટર્ન ભરવું પણ શક્ય નહીં બને.

આ પ્રકારે સમય રિટર્ન ભરવામાં સમય ઘટાડો કરવાંથી આકારણીનો સમયગાળો ઓછો થઈ જશે. પરંતુ કરદાતાઓ તથા ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સની જવાબદારીમાં ખૂબ વધારો થશે તે પણ ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!