ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

Reading Time: < 1 minute
તા. 13.11.2024: ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ઘ્વારા તા 10-11-2024 ના રોજ માધવ ફાર્મ વસ્ત્રાલ, અમદાવાદ મુકામે દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. પ્રમુખશ્રી જયદીપ પટેલે સૌ સભ્યો અને પરિવારજનનો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવેલ. પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ પણ સૌ ને શુભેચ્છાઓ પાઠવી. દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત સૌ પરિવારજનોએ મ્યુઝિકલ નાઈટ પ્રોગ્રામ નો આહલાદક આનંદ માણ્યો. આ પ્રસંગે પ્રમુખ જયદીપ પટેલ,ઉપ પ્રમુખ પિનાકીન પટેલ, આઈપીપી કિંજલ શાહ, મંત્રી અનિલભાઈ ટીમ્બડીયા, ખજાનચી ગૌરાંગ વ્યાસ, પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ, કારોબારી સભ્યો, પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સફળ બનાવેલ. અમિતભાઈ સોની, ટેક્સ ટુડે