ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટની રિપોર્ટ અપલોડ કરવાની મર્યાદા 15 ફેબ્રુઆરી તથા રિટર્ન ભરવાની મુદતમાં 15 માર્ચ સુધી કરવામાં આવ્યો વધારો
CA, ટેક્સ પ્રોફેશનલ્સને મોટી રાહત, કરદાતાઓ માટે પણ રાહતના સમાચાર
તા. 11.01.2022: ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત 15 જાન્યુઆરી 2022 હતી. આ મુદતમાં વધારો કરતો પરિપત્ર નંબર 01/2022, તા. 11.01.2022 ના રોજ સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા આજે બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદતમાં 15 માર્ચ 2022 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ટેક્સ ઓડિટ રિપોર્ટ (TAR) ફાઇલ કરવાની મુદત 15 જાન્યુઆરી 2022 હતી. આ મુદત નજીક હોય છતાં પણ ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર અવારનવાર “સ્કીમાં” માં બદલાવ કરવામાં આવી રહ્યા હતા. આ અંગે વિવિધ સંગઠનો દ્વારા નાના મંત્રાલયને રજૂઆત કરવામાં આવી હતી. હવે આ વધારાના કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ પ્રોફેશનલ્સ તથા કરદાતાઓને મોટી રાહત મળી છે. કોરોનાના વધતાં કેસોના કારણે તથા ટેકનિકલ ક્ષતિઓના કારણે આ વધારો કરવો ખૂબ જરૂરી હતો. સમયસર મુદત વધારો જાહેર થતાં ટેક્સ પ્રોફેશનલ્સ તથા સ્ટાફ માટે રાહના શ્વાસ લીધા હોવાના સમાચાર મળી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.